________________
૧૯૭
કપાશે અને વિશ્વ - સાંપ્રતપુરુષ–આ કાળના લેક, જેમાં સ્ત્રીઓને પણ સમાવેશ થાય છે. આ પુરુષસિંહના વણને સાંભળીને અત્યારના લેકેને મદ કરવાનું સ્થાન કેમ રહે? કયાં એ નરકેસરી પુરુષો અને ક્યાં તેમની વિચારણાશક્તિ પાસે આપણે બુદ્ધિવૈભવ? આપણે બે વાત વાંચી વિચારી સમજી શકતા હોઈએ તે પૂર્વપુરુષે જેમણે આપણા લાભ ખાતર અનેક નવીન રચના કરી છે અને જેઓએ અનેક અતિશયે, લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેમની વિશાળ તાકિક બુદ્ધિ પાસે આપણી બુદ્ધિ કયાં? એ જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણે મદ કરી જાય છે.
કથં–કેમ? શા હક? શા માટે ? જે આપણે ગણધર અથવા તેમના પછી થયેલા શાલિભદ્ર કે એમના ગુરુ જેવા બુદ્ધિબળ અને અતિશમાં લગભગ સરખા હોઈએ તે તે જુદી વાત છે પણ આપણે તે મગતરા પણ નથી, પછી આપણે મદ કે મગરૂબી કરીએ એ કેમ વ્યાજબી ગણાય?
માં યાન્તિ–મદ કેમ કરે? મદ કરવા તરફ કેમ લલચાઈ જાય? અને મદ કરે કેમ ભે? પૂર્વ પુરૂષનાં ચરિત્ર સાંભળવાથી તેઓ બુદ્ધિબળમાં આપણાથી ઘણા ચઢિયાતા હતા એમ તેઓની દ્રવ્યગુણપર્યાયની વ્યાખ્યાથી કે અનંતના અનંત ભાવે અને આત્માના અનંત પર્યાથી જણાય છે. તેઓને બુદ્ધિ અને અતિશયરૂપ સમુદ્ર અનંત હતું અને આપણે તે તેનાથી ઘણી ઓછી ક્ષુલ્લક બુદ્ધિના છીએ. સહજસાજ બુદ્ધિ આપણને પ્રાપ્ત થઈ હોય તે એવી સામાન્ય બુદ્ધિ માટે અહંકાર કેમ થાય? અને કરી નાખીએ તે તેને બચાવ કઈ રીતે આપણે કરી શકીએ? તેઓએ જે સૂકમભાવ અને અનંત પર્યાયે વિચાર્યા છે તે આપણે સમજી પણ શકવા મુશ્કેલ છે. આવા જબરજસ્ત પુરુષસિંહો પાસે આપણે તે મગતરા છીએ. એમની બુદ્ધિશક્તિ પાસે આપણી સામાન્ય વ્યવહારબુદ્ધિ માટે મદ કર કે અભિમાન કરવું, મગરૂબી કરવી કે ગર્વ કરે અનુચિત છે અને આપણે તે કરવો ઘટતું નથી. આ રીતે સાતમા મદસ્થાન બુદ્ધિની વિચારણું થઈ. (૯૧–૯૨) વલભતા-પ્રિયત્નને સાતમે મદ પણ ન કરવો જોઈએ
द्रमकैरिव चटुकर्मकमुपकारनिमित्तक परजनस्य ।
कृत्वा यद्वाल्लभ्यकमवाप्यते को मदस्तेन ? ॥९३।। અથ_ભિખારીની પિઠે ખુશામતનાં મીઠાં વચને બોલીને અને જાણે આપણા ઉપર ઉપકાર કરતા હોય તેવું બહાનું બતાવીને બીજા માણસોની વલ્લભતા મેળવવામાં આવે છે, તેને મદ કરે કેમ ઘટે ? (૩) - વિવરણ—હવે અહીં વલ્લભતા-પ્રિયપણું-વહાલપ મેળવાય છે તે સાતમું મદ
સ્થાન છે, એ પર વિવેચન થાય છે. ૧. જાતિ, ૨. કુળ, ૩. રૂપ, ૪. બળ, ૫. લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org