________________
કષા અને વિષયો સર્વ સ્વાર્થ ઉપર રચાયેલું વાલ્લભ્ય છે. આ રીતે પ્રેમ દેખાડે તેનું પરિણામ શું આવે છે તે હવે પછીના કલેકમાં કહેશે (૩). વાલયને નાશ થતાં કેવા હાલ થાય છે–
गर्व परप्रसादात्मकेन वाल्लभ्यकेन यः कुर्यात् ।
तद्वाल्लभ्यकविगमे शोकसमुदयः परामृशति ॥९४॥ અથ–પારકાની મહેરબાની કરીને થતાં વહાલપણથી જે ગર્વ કરે છે તે વલ્લભતાને વિનાશ થતાં, છેડે આવતાં, પરંપરાગત શક–દીનતાને ભેટે છે. (૯૪)
વિવરણ–પરપ્રસાદાત્મકેન–વલ્લભતા હંમેશા બીજાની મહેરબાની પર આધાર રાખે છે. એને જ્યાં સુધી આપણામાં સ્વાર્થ હોય અને તે સરતે હોય ત્યાં સુધી આપણને વખાણે છે, આપણા ઉપર હેત રાખે છે, અને આપણને ચાહે છે. પણ એ ચાહવાની અંદર સ્વાર્થ સરવાને હેતુ રહેલે હોય છે. આપણે ત્યાં આવે ત્યારે બે રોટલી કે ચોખા મળે અથવા કાંઈ નહિ તે ચાને વાટકે મળે ત્યાં સુધી એ આપણું બેલબાલા કરે છે. એટલે વલ્લભતા હંમેશા પારકાની આપણા પર કૃપા હોય ત્યાં સુધી જ ચાલે છે. જેવી એ સ્વાર્થવૃત્તિ પૂરી થાય કે આપણું અશક્તિ થાય કે તરત જ એ સ્વાથી વલ્લભતાને વિનાશ થાય છે, અને વલ્લભતા રાખનાર અને ખુશામત કરનાર જ આપણું અપ્રિય થઈ પડે છે. બહારના માણસે વલ્લભતા કરે તેની પાછળ આ હેતુ રહેલો છે એ નિરંતર ધ્યાનમાં રહે. વલ્લભતા પરપ્રસાદાત્મક જ હોય છે. તેથી, અમુક માણસ આપણું પર વલ્લભતા રાખે છે અને આપણી ખુશામત કરે છે તેથી આપણે ઘણું કપ્રિય છીએ એમ ધારવા જેવું નથી. આ વલ્લભતા વહેલી મેડી જવાની છે એમ વિચારવું અને તે વખતે કેટલે અને કે શોક થશે તે વિચારી બીજા તરફ વલ્લભતા કરવી જ નહિ અથવા તેવી વલ્લભતાથી ખેંચાઈ જવું નહિ. આ વ્યવહારુ વલ્લભતામાં કાંઈ લાંબે વખત ચાલે તેવી બાબત હતી નથી. અને દુન્યવી સ્વાર્થ સિવાય વલ્લભતાનું કોઈ કારણ નથી.
વિગમે–વલ્લભતાને નાશ થતાં, વિનાશ થતાં. આ સ્વાર્થમય સંસારમાં વલ્લભતા તે લાંબા વખત ચાલતી નથી. સ્વાર્થ પૂરે થતાં વલભતા પણ પગ કરીને ઊડી જાય છે. આપણે ઘણાને ઘડપણમાં ત્યજાયેલા જોઈએ છીએ તેનું કારણ સ્વાર્થ ન રહેવો તે જ છે. સ્વાર્થ પર રચાયેલી દુનિયાદારીની આ જ સ્થિતિ છે. એ આખું બહિરાત્મદશાનું તંત્ર જ સ્વાર્થ પર રચાયેલું છે. સ્વાર્થ સરતાં “અમે કેણ, તમે કેશુ” વાળી વાત થાય છે અને સ્વાર્થને છેડે ઉમ્મરને કારણે કે અશક્તિને કારણે જરૂર આવવાનું છે જ, એટલે વલ્લભા જે આખી બીજાની કૃપા અને મહેરબાની પર રચાયેલી છે તેને પણ વિનાશ જરૂર થવાનું જ છે. આવી બીજ માણુની કૃપા–મહેરબાની પર આધાર રાખનારી વલભતાને મદ-ગર્વ કેમ થાય? અને કર્યો હોય તે તે વાજબી છે એમ કેમ કહી શકાય?
Jain Education International
For Private & Personal Use Only
wwww.jainelibrary.org