________________
૧%
પ્રશમરતિ વિવેચન સહિત માણસ શું જોઈને કુળમદ કરે? તેને કુળમદ કરવાનો કેઈ અધિકાર નથી. તેના મુખમાં પણ તે કુળમદ શોભતે નથી. તે શું જોઈને શેના ઉપર મદ ધરે ? પિતાના બાપદાદા સારા હતા કે પોતે આત્મારામ ભુખણના કુળને નબીરે છે એમ કહેવામાં કે એવું બોલવાનું તેને શું પ્રયોજન છે? એમ કહેવરાવવાને તેને શો હક્ક છે? અને એ વાતનું પિતે ગૌરવ કરે છે તેમાં તેને લાભ શું થાય? ખરું તે પિતાનું ચારિત્ર ઉત્તમ જોઈએ. એને બદલે એ બેલે કે હું આત્મરામ ભૂષણના કુળને છું કે રામજી શોભાના કુટુંબને છું તેમાં એનું વળ્યું શું? એ કયા માં પિતાના કુળના વખાણ કરે ? અને એવા વખાણ કરવાને તેને હકક શો છે? માણસ પોતાની ચાલચલગતથી ઓળખાય છે. એ પિતાના કુળની વાત કરે તે કરતાં તેની તેના ઉપર શી અસર છે તે સર્વથી અગત્યની બાબત છે. તેને તે વીસરી જ જાય છે. ગમે તેવા મોટા કુળમાં જન્મેલા માણસને તે કુળની મહત્તા ગાવા–ગવરાવવામાં મોટાઈ મળતી નથી. ઊલટો તે હલકે, વધારે હલકે દેખાય છે. જેના દાદાઓએ મોટાં નાત-જમણ કર્યા હોય તેના દીકરાઓ કેવા પાડ્યા છે તેનું તે દૃષ્ટાંત થઈ પડે છે અને બીજા માણસ ઊલટી તેની નિંદા કરે છે, ટીકા કરે છે. પિતે ગુણરૂપી ઘરેણું પહેર્યા હોય તે અમુક મોટા કુળમાં પતે ઉત્પન્ન થયે છે એમ કહેવાનું શું પ્રજન છે? તે તે પિતાના ગુણથી દીપી નીકળે છે. પછી તે ઉત્તમ કુળને અને અમુક કુટુંબમાં જન્મેલે છે એમ કહેવાથી કે એ વાત ઠસાવવાથી એને શું લાભ છે? એ તે પિતાના ચારિત્ર ગુણથી એટલે દીપી નીકળે છે અને એની એટલી આબરૂ જામે છે કે અમુક ફલાણા મોટા કુળને પિતે છે તેથી તેની મહત્તામાં વધારો થતો નથી, તેની આબરૂ કે આ દુન્યવી વૈભવ કે પૈસામાં વધારે થતું નથી. મતલબ, શુદ્ધ ચારિત્રવાળાને પિતાના કુળને મદ કરવાનું કોઈ પણ પ્રજન રહેતું નથી. તેને ઉત્કર્ષ પિતાના શુદ્ધ વર્તનથી જ થાય છે. પિતે કઈ મોટા કુળમાં જન્મેલે છે તેવું તે અભિમાન દાખવે છે તેથી તેનું એક પણ પ્રજન સરતું નથી.
માણસ કાં તે સારા વર્તનવાળે હોય, કાં તે ખરાબ વર્તનવાળે હોય. એ બને પ્રકારના માણસને પિતાના કુળને મદ કરે ઉચિત નથી. શુદ્ધ વર્તનવાળાને કુળમદનું નામ લેવાથી કાંઈ લાભ નથી, કાંઈ પ્રજન નથી અને અશુભ વર્તનવાળાને તે જરાપણું લાભ થતું નથી. આવી રીતે કુળમદ સાર્વત્રિક અગ્ય છે. આ બીજુ કુળમંદનું સ્થાન થયું. પ્રથમને જાતિમદ જેટલે ખેટો છે એટલે જ આ બીજે કુળમદ ખરાબ છે અને કોઈ પ્રકારને લાભ કરનાર નથી.
- મરિચીના ભાવમાં મહાવીર સ્વામીના જીવે આ કુળમદ કર્યો હતે. એથી એણે કોડાકડી સાગરોપમ સંસાર વધારી નાંખ્યો. તે ભરત ચક્રવતીના પુત્ર હતા અને પિતે દીક્ષા લઈ આદીશ્વર ભગવાન પાસે રહ્યા હતા. એમની એક વખત તબિયત સારી ન હતી.
Jain Education International
For Private & PersonalUse Only
www.jainelibrary.org