________________
૧૭
પ્રરામરતિ વિવેચન સહિત
અથ—રૂપ, મળ, શ્રુતિ (જ્ઞાન), બુદ્ધિ, શીલ (ચારિત્ર) તથા વૈભવ(લક્ષ્મી)થી ત્યાાયેલાને જોઈને મોટા કુળમાં ઉત્પન્ન થયેલાએ પણ કુળનું અભિમાન ત્યાગવા યેાગ્ય છે. (૮૩).
વિવેચન—આ ગાથામાં કુળમદ ત્યાગ કરવાનું બહુ સામાન્ય કારણ આપ્યું છે. તેવા સાધારણ કારણે પણ કુળમદ ન કરવા ઘટે. રૂપ, બળ, શ્રુત (જ્ઞાન), મતિ, શીલ અને વૈભવ આ છથી રહિત માણસે શા માટે અને કાના ઉપર હું અમુક કુળમાં જન્મ્યા છું કે અમુક બાપને બેટા હું એવું અભિમાન કરવું કેમ ઘટે? એવા છ એ વસ્તુના ધણી હાય તે પણ ચારિત્રવાન હોય છે, અને શુદ્ધ ચારિત્ર જેને હોય તે અભિમાન કરતા જ નથી, તે પછી જેને એમાંનું એક પણ ન હોય તેણે કુલાભિમાન કેમ કરવું ઘટે? તેને ઉત્તમ કુળમાં ઉપજવાથી જે લાભ થયા તે તે લીધો નહિ, અને માપદાદા ખાનદાન કે આબદાર હતા તે વાતનું ગૌરવ શા માટે લેવું ઘટે ? તેઓએ તે વિચારવું ઘટે કે નથી પેાતાનું કાંઈ રૂપ, નથી એવી કોઈ શક્તિ (ખળ), કે નથી અસાધારણુ જ્ઞાનમય પડિતતા, નથી. પેાતામાં એવી આવડત કે નથી પેતામાં એવું શ્લાઘનીય ચારિત્ર અને નથી પેાતાના એવા વૈભવ–પૈસાદારપણું, તે અમે ફલાણા કુળમાં જન્મ્યા એનું ગૌરવ કરવું અમારે ન જ ઘટે. એણે તે વિચારવું ઘટે કે માણસને રૂપ, બળ, જ્ઞાન, બુદ્ધિ, શીત (ચારિત્ર) અથવા વૈભવ (પૈસાદારપણું) માટે બનાવે છે. તે તે પાતામાં કાંઈ છે જ નહિ અથવા રૂપ, મળ, જ્ઞાન કે બુદ્ધિ અને સચ્ચારિત્ર તે એને છેડી ગયાં છે અને પોતે તન ગરીબ છે, તે પછી અમારા બાપદાદાએ નાતા જમાડી હતી અને અમારા વડીલે એ દેશતેડાં કર્યાં હતાં કે લગ્નમાં આટલા દિવસ અમારા વડીલેાએ નાત જમાડી હતી, અને ઘીના દીવા કર્યા હતા—આવી આવી વાત .તેના મુખમાં કેમ શેલે ? એ તે ખરેખર ગંદું લાગે તેવું અને માઢામાં ન શેલે તેવું લાકડું' છે.
પરિવ િત—છોડી દેવાયેલ, એટલે રૂપ, બળ, જ્ઞાન વગેરે છ એ દુનિયાનાં મહત્ત્વનાં ગણાય તેવા પદાર્થોથી હીન, એ વગરના અથવા એ છએ પ્રકારની ચીજોથી ત્યજાયેલા. પાતાના બાપદાદાએ આમ કર્યું હતું અને તેમ કર્યું હતું અને અમારા કુળમાંથી કોઈ છેકરાને પરણાવવા પણ સામા ન જાય અને અમારું કુળ બહુ ઉત્તમ છે એવું અભિમાન રાખવું કેમ ઘટે? અને રૂપ, મળ કે જ્ઞાન, બુદ્ધિ, ચારિત્ર અને વૈભવ આજે હાય અને કાલે ન પણુ હાય અને છતાં, રૂપબળ વગેરે છએ પદાર્થો પેાતાને છેડી ગયેલા હાય તા પાતે ગમે તેવા મેટાના કુળમાં ઉત્પન્ન થયેલા હોય તો પણ તેને ખાતર અભિમાન કરવું અને પેાતાની જાતને કે પેાતાના સગાસંબંધીને ઉચ્ચ તરીકે જાહેર કરવા કેમ ઘટે ? આ કુળનું અભિમાન તા ત્યજવા યાગ્ય જ છે. પેાતે રૂપ, મળ, જ્ઞાન, બુદ્ધિ, ચારિત્ર અને વૈભવમાં હીન હેાય–મીંડુ હાય તા પેાતાના ખાપાદાદા સારા હતા એ વાતનું ગૌરવ પાતાથી ફેમ લેવાય ? અને બીજા માણસે એવા રૂપ, ખળ વગેરેથી રહિત હાય તે પોતે તેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org