________________
પ્રશમરતિ વિવેચન સહિત આયુ-આયુષ્ય, આયખું. નાની વયમાં મરી જાય, કે પ્રાણીને ગર્ભમાં નાશ થાય તે તે તદ્દન નકામું અને ફળરહિત કામ થાય છે. આયખું છે તે ખરેખરું જીવન છે. પ્રાણીને ગમે તેવા અભિલા કે મને હોય, તે બધાં આયુષ્ય વગર નકામા થઈ પડે છે. એટલે અભિલાષે ફળવાન કરવા માટે, કે મને રથમાં જે આવે તેને અમલ કરવા માટે આયુષ્ય જરૂરી છે. આ તે સિત્તેર સિત્તેર વર્ષને થાય, પણ સરવૈયા કાઠડ્યા કરે અને આંટા માર્યા કરે એ વિચિત્ર વાત છે. જે આયખું મળી જાય તે હિતકારી કામે કરી તેને પૂરતે લાભ લેવું જોઈએ. આયુષ્ય મળ્યા પછી શું કરવું ઘટે તે હવે પછી કહેવામાં આવશે.
બળશ. બળ-શક્તિ વગર કેઈ ઉદ્યમ થઈ શક્તો નથી. નબળા માણસે કઈ કરી શકતાં નથી, બેઠા હોય તે ઊભા થઈ શકતા નથી, બેસાડવા માટે પણ માણસ જોઈએ. આવું બળ મળવું તેમાં વીતરાય માશ કારણભૂત છે. અને તે પ્રાપ્ત થૈયા પછી શું કરવું ઘટે તે હવે વિચારવામાં આવે છે. -
સમુદય-હરિભદ્ર ટીકા પ્રમાણે અર્થ કરીએ તે પસા. ધન કમાવામાં, ધનના રક્ષણમાં અને ધનના વ્યયમાં દુઃખ, પીડા હોઈ તે મેળવીને ધર્મ કરશું કે હિતકારી કામો કરશું, એ મેલ શરીરે લગાડીને છેવા જેવું છે. એટલે ધન મળે તે તેને પણ હિતકારી કાર્યોમાં વ્યય કરવો યોગ્ય છે, પણ તે કરવા ખાતર જ ધન કમાવું બિનજરૂરી છે. ઊલટું નુકસાન કરનાર છે.
- આ ચારે વસ્તુ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. પ્રથમ તે મનુષ્ય ભવ જ કરડે ભયે પ્રાપ્ત થાય છે, તેમાં તંદુરસ્ત રહેવું, પૂરતું આયખું રહેવું, શરીર મજબૂત બળવાન હોવું અને પૈસા પ્રાપ્ત થવા એ ચારે વસ્તુ મળવી વધારે મુશ્કેલ છે. એ ચારેને પ્રાપ્ત કરીને પ્રાણીને પિતાની શક્તિ ઉપર આધાર રાખવો પડે છે. હિતકારી કામ માટે ઉત્સાહ થાય અને ટકી રહે તે વધારે મુશ્કેલ છે.
આ સવ ચીજો–પ્રથમ મનુષ્ય ભવ, પછી આરોગ્ય, પછી આયુષ્ય, પછી બળ અને છેવટે લક્ષમી તથા હિતકારી કાર્ય કરવાની શક્તિ મેળવી તે અચોક્કસ છે. ઘણા માણુમાં બીજું સવ હેય પણું કામ કરવાની શક્તિ હોતી નથી તે એ સર્વ નકામુંનિરર્થક થાય છે. એટલે પાંચે ચીજ સાથે વીર્ય શક્તિ પણ એટલી જ જરૂરી છે. એટલે
એ મજ્યા પછી કઈ પણ સમજુ માણસ તેને ગુમાવી ન દે, અથવા કાગડાને ઉડાવવા ચિંતામણિ રત્ન ન વાપરી નાખે, મનખાદેહ એળે જવા ન દે, મળેલ તરસ્તી, આયુબ્ધિ અને બળ તથા લક્ષ્મીને પૂરતો ઉપયોગ પિતાના આત્માનું હિત થાય તેવાં કામ કરવામાં કરે, મળેલ તકને પિતે પૂરત લાભ ઉઠાવે અને બીજાને લાભ આપે અને એ પાંચે (મનુષ્યત્વ, આરોગ્ય, આયુ, બળ અને લક્ષમી)ને લ્હાવો લે, તેમને વેડફી ન નાંખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org