________________
કષા અને વિષયો
હિતમ–અહીં ખરેખરું સ્થાયી હિત, ઉપર ચેટિયું હિત નહિ. ચાર દહાડા સારું લાગે અને પછી હતી તેની તે સ્થિતિ થઈ જાય તે હિતકારક તે દષ્ટિએ ન ગણાય એમ સમજવું.
ન પશ્યતિ–દેખતા નથી. તેઓ મદમાં આંધળા થઈ જાણે દારૂના કેફમાં હોય તેમ પિતાનું સ્થાયી ટકાઉ હિત જોઈ શકતા નથી, દેખતા નથી, અવલેતા નથી. (૮૦), જાતિમદ પર પ્રકાશ
ज्ञात्वा भवपरिवर्ते जातीनां कोटिशतसहस्रेषु ।
हीनोत्तममध्यत्वं को जातिमदं सुधः कुर्यात् ? ॥८१॥ અથ–સંસાર ચકકરમાં જાતિઓ કરડે સેંકડે અને હજારે હોવાથી, કોઈ વખત હીનપણું મળે, કોઈ વખત ઉત્તમપણું મળે, કઈ વખતે મધ્યમપણું મળે, એમાં કર્યો ડાહ્યો માણસ અભિમાન કરે? (૮૧) ,
વિવેચન–અહીં “ધારણW અધિકારદ્વયમ્' એ શબ્દ વાપરીને જાણે હવે નવું પ્રકરણ “આઠ જાતિમસ્થાને” નામનું આ કલેકથી શરૂ થાય છે એમ કેઈ ટીકાકારે માને છે. મારે મન તે વિષયકષાયનું આ પ્રકરણ ચાલુ જ છે, એટલે એ પૂરું થતાં લેક ૧૧૧મે અથવા ત્યાર પછી હું પ્રકરણ પૂરું કરીશ. અહીં પ્રકરણ ફેરવવું એ અત્યાર સુધીનું વિષય જોતાં મને બિનજરૂરી લાગે છે. તેથી એ વડીલને હું તે બાબતમાં અનુસર્યો નથી. - પરિવર્ત–આ જીવ તે કઈ વખત ફરતાં ફરતાં નારકી ગતિમાં ગયે, કઈ વાર ગધેડે કે શિયાળ થયે, કેઈ વખત ઘુવડ થશે. આવા ચક્કરમાં ફરતે ફરતે અનેકવાર આવે છે. શાસ્ત્રકાર કહે છે કે જ્ઞાનીના વચન પ્રમાણે આ જીવે દરેક જાતિમાં, દરેક નિમાં અને દરેક સ્થાનમાં ભારે હળવાં કુળ કર્યા છે. એ અધમ જાતિમાં અને બધી જાતિઓમાં ગમે છે
જાતિમદ–હું અમુક જાતિમાં જન્મ્ય છું, બ્રાહ્મણ છું કે ક્ષત્રિય છું કે વાણિયો છું એવું અભિમાન તે જાતિમદ પ્રથમ મદ છે. મદનાં આઠ સ્થાને અહીં બતાવ્યાં છે. તેમાં જાતિને મદ પટેલે કહ્યો છે. પિતે બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ જાતિમાં ઉત્પન્ન થયે તે વાતનું અભિમાન ધરવું તેનું નામ જાતિમદ કહેવાય. પિતે બ્રાહ્મણાદિ ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થવું તે કાંઈ મદ નથી, પણ તે વાતનું અભિમાન કરવું અને “બ્રાહ્મણિયા મત
ડી, લીધી ભેંસ ને વેચી ઘડી” એમ વાણિયા બોલે અને પિતાની જાતિને બ્રાહ્મણની જાતિ કરતાં પણું ઉત્તમ મનાવવા પ્રયત્ન કરે તે જાતિમદ કહેવાય. મતલબ કે પોતે જે જાતિમાં ઉત્પન્ન થયે હેય તે જાતિનું કોઈપણ પ્રકારે અભિમાન દાખવે તે જાતિમાદ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org