________________
૧૭૨
પ્રશમરતિ વિવેચન સહિત હરિકેશી—આપણે વાર્તામાં વાંચીએ છીએ કે હરિકેશી જાતના ચંડાળ હતા. તે ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા કારણ કે આગલે ભવે એમણે જાતિમદ કર્યો હતે. જાતિમદને પરિણામે તે બીજે ભવે ચંડાળપણું-નીચપણું પામ્યા. આ એક સમજવા લાયક દાખલે છે. માણસ જ્યારે પોતાની જાતિના કે પિતાના બ્રાહ્મણ-વાણિયાપણુના વખાણ કરવા લાગે છે ત્યારે તેને પિતાની જાતિ જ ઉત્તમ લાગે છે અને પિતાના વખાણ કરવા મંડી જાય છે અને પિતાની બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યપણુંની જાતિ ઘણું ઉત્તમ છે, સર્વમાં સારી છે, એમ તે સ્થાપન કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામે, બીજે ભવે આવા મદ કરનારને અધમ જાતિ પ્રાપ્ત થાય છે અને જે તેનામાં પિતાની જાતિ માટે અભિમાન હતું તે મૂકી દેવું પડે છે. એટલે જાતિ, લાભ, કુલ, અશ્વ, તપ, રૂપ, બળ અને શ્રત (જ્ઞાન) એમનું અભિમાન કરવાથી એ હલકા અને તુચ્છ પ્રકારના બીજે ભવે માણસને મળે છે. આમ ઉચ્ચ જાતિમાં જન્મ થવાથી નીચ જાતિમાં જવાનું થતું નથી, પણ તેનું અભિમાન કરવાથી પરભવમાં તે હીન-અધમ મળે છે. આવા ઘણા દાખલા છે. પ્રાણુ જ્યારે પિતાની જાતિને અહંકાર કરે છે ત્યારે તે પોતાની જાતિના મેહમાં પડી રાગદ્વેષ કરી પિતાની જાતિના વખાણ કરવા મંડી જાય છે અને બધો વિવેક ભૂલી જઈ પોતે જે જાતિને હોય તે જ જાતિ ઊંચી છે એમ બતાવવા પ્રયત્ન કરે છે.
કેટિશતસહસા કરડ, સો અને હજારે જાતિઓ, એકેદ્રિયથી માંડીને પંચેદ્રિયમાં છે. માણસમાં પણ જાતિઓને પાર નથી; બ્રહ્મક્ષત્રિય, ખત્રી, કોળી, મચી વગેરે અનેક જાતિઓ છે. મારી યાદ પ્રમાણે સરકારે એક વખત ગુજરાતની જાતિઓ ગણી તે તે આઠ હજાર ઉપરાંત થઈ, એ રિપોર્ટ વાંચ્યાનું યાદ છે. એટલે જાતિઓ કરડે, લાખ અને હજારે છે. એમાં જ્યારે એકેદ્રિયની વનસ્પતિ આદિની જાતિઓ ઉમેરવામાં આવે અને બેઇદ્ધિ શંખની, કેડાની એમ અનેક જાતિઓ ગણવામાં આવે, તથા તેમાં તેઇંદ્રિય (સ્પર્શ, રસન અને ઘાણદિવાળા) છ જેવા કે ઇંદ્રગેપ અને માંકડની જાતિઓને ઉમેરો કરવામાં આવે અને તેમાં ચરિંદ્રિય(સ્પર્શન, રસન, પ્રાણુ અને ચક્ષુ)ના
વીછી, ભમરી, તીડને પણ સમાવેશ કરવામાં આવે, અને પદ્રિય તિર્યંચના જળચર પ્રાણીઓ, સ્થળચર પ્રાણીઓ અને ખેચર પક્ષીઓની અનેક જાતિઓને ઉમેરવામાં આવે ત્યારે કડોની સંખ્યામાં જાતિઓ આવે. આપણે તે સર્વ જાતિમાં ઉછર્યા છીએ, અને ભમ્યા છીએ, કારણકે જેઓ જાણું શકયા છે તેમણે કહ્યું છે કે “તેવી કઈ જાતિ નથી, તેવી કઈ એનિ નથી, અને તેવું કેઈ સ્થાન નથી અને તેવું કોઈ કુળ નથી જ્યાં આ જીવ અનંત વખત ન ગયે હોય.” એટલે નીચ હલકી જાતિમાં અનંતવાર આ જીવ જઈ આવ્યો છે અને અનંતને જે ખ્યાલ ચેથા કર્મગ્રંથમાં આપે છે તે છક્કડ ખવરાવે તેવા પ્રકાર છે. જે આ વાત ખરી હોય અને આપણે અત્યારને અનુભવ જતાં એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org