________________
૧૭6 -
પ્રશમરતિ વિવેચન સહિત દેખતું નથી તેમ પિતાના કુળ, જાતિ, રૂપ, બળ, બુદ્ધિ અને જ્ઞાનના મદથી અંધ થયેલા પુરુષે પિતાની જાતને જ જુએ છે, તે મય જાણે દુનિયા હોય એમ જાણે છે, બીજાને કે બીજી વસ્તુને જાણતા-દેખતા નથી. આ આઠે મદ પર હવે વિસ્તાર કરવાનું હોવાથી અત્ર તેના પર કાંઈ લખ્યું નથી. પણ આવા માં આઠ પ્રકારના છે અને માણસ તેમનાથી અંધ બની જાય છે તે અત્રે પ્રસ્તુત છે. - વાત્સલ્યમ હારીભદ્રીય ટીકામાં આ શબ્દને અર્થ પ્રિયત્ન કર્યો છે. આપણે એને આઠ મદમાં લાવવા માગીએ છીએ એટલે એને અથ પિતાની ઋદ્ધિને મદ એ અર્થ કરે પ્રાસંગિક થઈ પડશે. - મૃત—વિદ્યા, આગમ. આગળ, તેના ઉપર વિવેચન થવાનું છે. અત્ર તે તેને શબ્દાર્થ જ કર્યો છે. વિદ્યાના મદમાં સ્થલિભદ્રનું દૃષ્ટાંત યોગ્ય સ્થાનકે આવશે.
લીબ–નપુંસક, અમા–આ અર્થ ટીકાકાર કરે છે. શબ્દચિંતામણિ કેશકાર તેને અર્થ અશક્ત, નિવીર્ય, બાયેલે એવો કરે છે. આવા હિનસત્ત્વ, નપુંસક, અશક્ત લેકે જ્ઞાનીની વીતરાગવાણુને ઓળખતા નથી અને અંધ પુરુષની માફક વર્તન કરે છે. આંધળો જેમ વસ્તુ થવાના ફાંફાં મારે તેમ તેને પિતાને પરમ અને આખરે હિતકારી શું છે તે શોધી ના શક્તા નથી. આપણે આઠ મદ બિચારશું ત્યારે એક એક અથવા વધારે મદથી પ્રાણુ કેટલે અંધ થાય છે તે જણાશે. અને તેવા માણસે અશક્ત તેમ જ નપુંસકની પેઠે ફાંફાં મારે તે વાત તદ્દન યંગ્ય છે.
0 પરત્ર–પરભવના વિષયમાં આવા લેકે આ ભવના વિષયમાં અને પરભવના સંબંધમાં આંધળા તેમ જ અશક્તની પેઠે વતે છે અને જ્યારે ત્યારે પિતાના મદને આધીન થઈ આંધળાની જેમ દશ દિશાએ આ ભવ સંબંધમાં અને પરભવ સંબંધમાં શંકા મારે છે. અભિમાની માણસે પિતાની જ વાત કરે છે અને જાણે સામા માણસો આંધળા હશે એમ ધારી બેઠું વર્તન કરે છે, પણ અંતે ફસાઈ જાય છે. પણ ખરી સમજણ એમને એટલી મોડી પ્રાપ્ત થાય છે કે તે દરમ્યાન તે તેઓ આંધળા માફક જ વતે છે. - બુદ્ધિઆમાં હારીભદ્રીય ટીકાનુસાર ચાર પ્રકારની બુદ્ધિ છે. ઔત્પાતિકી બુદ્ધિ (કુદરતી બુદ્ધિ), નચિકી બુદ્ધિ એટલે કોઈ મોટા પુરુષને વિનય કર્યો હોય તેથી આ થયેલી બુદ્ધિ, ત્રીજી કામણી બુદ્ધિ એટલે એકનું એક કામ વારંવાર કરવામાં આવે તેથી - થતી બુદ્ધિને કામણ બુદ્ધિ કહેવામાં આવે છે, પરિણામિકી બુદ્ધિ એ જેથી બુદ્ધિ વયના પરિપાકપણાથી–અનુભવથી પ્રાપ્ત થાય છે. આ ચાર બુદ્ધિ અથવા એકબે પિતાને પ્રાપ્ત થઈ હોય તેનું અભિમાન કરવું તે આઠ સદસ્થાનમાં એક છે. આપણે એ બુદ્ધિમદ પર. હવે પછી વિવેચન વિચારીશું. (જુઓ ગાથા ૯૧ અને ૯૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org