________________
૧૫૦
પ્રશમરતિ વિવેચન સહિત | વિવેચનઆપણે હિત કેનું નામ કહેવાય અને તે ક્યારે મળે અને કેને મળે તે વિચારીએ છીએ. હવે કોઈપણ શાસ્ત્રને આરંભ કરે, તેની શરૂઆત ગુરુ મહારાજ કરે તે જ શક્ય બને છે, નહિ તે શાસ્ત્રને આરંભ થાય જ નહિ. ગુરુ પાસે તે તેને અર્થ જરૂર ધારે જોઈએ. એટલે કે ઈપણ વસ્તુનું અધ્યયન કરવું હોય તે ગુરુમહારાજ તમારી ગ્યતા અને અધિકાર જોઈને ગ્રંથની શરૂઆત કરાવે છે. હવે આપણે જોઈ આવ્યા કે આપણું આ ભવનું અને પરભવનું હિત થાય, આપણે દરજજો ગ્ય થાય તેવું કાર્ય આ દુર્લભ મનુષ્યભવ પામીને કરવું જ જોઈએ. આપણુ હિતને આધાર ગમે તે ગતિમાંથી તારે તેવા શાસ્ત્રના અધ્યયન પર છે, એટલે જે આપણે આ મનુષ્યદેહ પામ્યા તેને લાભ લે હોય તે બધે આધાર ગુરુ ઉપર છે. ચેપડીઓ વાંચવાથી કાંઈ વળે તેવું નથી, એનું નામ અભ્યાસ કહેવાય નહિ, સૂત્રસિદ્ધાંતની શિલીએ લખેલા ગ્રંથ ગુરુના આપેલા જ્ઞાન વગર સમજાતાં નથી અને તેટલા માટે ગુરુ ઉપરની પરાધીનતા જરૂરી છે. અને તેમની પાસેથી વિનીત શિષ્યની જેમ જ્ઞાન મેળવવું ઘટે. ગુરુમહારાજ પણ આપણી લાયકાત જોઈને જ્ઞાન આપે છે. તેને એમ થાય કે જાણવાની રુચિવાળો શિષ્ય વિનયી છે તે જ્ઞાન તેને જરૂર આપે જ, એટલે કે પ્રાણી પિતાનું હિત સાધવા ઈચ્છતે હેય તેણે ગુરુઆરાધનપરાયણ અથવા વિનયી થવું જરૂરી છે.
આમાં ગુરુની ઉપરની પરાધીનતા ન સમજવી. આપણે નજર હિતસાધના તરફ છે અને શાસ્ત્રનું બધું જ્ઞાન લખાયેલું હેતું નથી. એ તે શિષ્યને સામે બેસાડી ગુરુ મહારાજ શીખવે તે ભવનું કામ થઈ જાય અને ખરું સ્થાયી આત્મહિત સધાય અને એક વખત મેળવેલ તે લાભ દરજને માટે બને રહે. વળી, કાળગ્રહણ વગેરે તદ્દન ગુર્વાધીન છે, એટલે ગુરુને વિનય કરી વિદ્યાનું અધ્યયન કરવું જરૂરી છે. એમાં આપણે પિતાને લાભ છે અને તે લાભ ગુરુને આધીન છે. અહીં સવાલ એ થાય છે કે ગુરુમહારાજ વિનયની શા માટે અપેક્ષા રાખે? “એ તે શીખવવા ખાતર જ શીખવે. પણ એ ગુરુમહારાજે સમજવાનું છે. એમને શિષ્યને વિનય તેના લાભ ખાતર, તેની લાયકાત જેવા-તળવા ખાતર ઈષ્ટ છે. એથી આપણું જે ખરેખરું હિત આ દુર્લભ મનુષ્યભવ પામીને સાધી લેવું હોય તે સારા શિષ્ય પેઠે વર્તવું અને અભ્યાસને લાયક થવું. વિદ્યા વિનય વગર ચઢતી નથી, તે પર આપણે શ્રેણિક રાજાને દાખલે વાંચી વિચારી ગયા. તમારે તમારું સ્થાયી પરમહિત સાધવું હોય તે ગુરુમહારાજની વિનયી થઈ આરાધના કરવી ઘટે અને તે દ્વારા જ તમારું હિત રહેલું છે. આ વિનયગુણ એક ઘરેણા સમાન છે. અને આપણે તે આપણું હિત સાધવું છે તેથી જે રીતે દુનિયાદારીને કમ હોય તે રીતે કામ લેવું અને આપણું હિત સાધી લેવું. એમાં આપણે પરાધીન થતા નથી કે મેળા બાપના થતા નથી. જે ગુરુ પાસેથી જ્ઞાન લેવું હોય તે તેમની સેવા શુશ્રુષા કરવી જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org