________________
૧૬૫
કલા અને વિષે સર્વ મેરમાં હોય જ. એને સંસ્કૃતમાં સાક્ષે સર્વ કહે છે, એટલે પિતાના પક્ષમાં તેનું હોવાપણું--હાજરી જરૂર હોય છે. વિપક્ષ એટલે વિરુદ્ધ પક્ષમાં તેની (હેતુની ગેરહાજરી હોય છે. અને વિપક્ષે ચાવૃત્ત' કહેવામાં આવે છે. આમ ન્યાયની પરિભાષામાં જણાવવામાં આવે છે.
તે હેતુ–નિર્દોષ હેતુમાં આ લક્ષણે હોય છે. અંગ્રેજી લેજીકમાં એને middle term કહેવામાં આવે છે.
દષ્ટાંત-દાખલે. દાખલે આપવાથી પરિણામ લાવી શકાય છે. એટલે એક પરિણામ લાવવું હોય તે તેને દાબલે આપવો. આ રીતે જ પરિણામ લાવી શકાય છે. તેમાં કઈ જાતને દોષ ન રહે તે જાત્ય હેતુપૂર્વકનું દાખલા દલીલ સાથેનું અવ્યભિચારી સત્ય કહેવાય છે અને તે સર્વ વખત કામ આપે છે. આવું મહાન સત્ય જેને કોઈક હેતુ (middle term) હોય અને દાખલાઓથી સિદ્ધ થયેલ હોય તે એટલે જે વચન સર્વકાળમાં સર્વ સંગમાં સત્ય હોય, જેના વિરુદ્ધનું એક પણ વચન ન હોય અને જે સર્વમાન્ય હોય તેવું. - અવિરુદ્ધ–જેની વિરુદ્ધ કઈ વચન કે દાખલ ન હોઈ શકે એવું સાદુ પણ સર્વમાન્ય સત્ય. દાખલા દલીલથી બેસી જાય તેવું સાર્વજનીન સત્ય, Universal Truth. એટલે એ અસત્ય છે એમ સાબિત કરવાનું ન્યાયસરનું કેઈપણ કારણ ન રહે તેવું સત્ય.
અજર-જે ઘરડું ન થાય તેવું અખૂટ વચન. સર્વદા યુવાન, વૃદ્ધ ન થાય તેવું, અજર વચન. પરબ્રહ્મને પણ અજર કહેવામાં આવે છે એમ શબ્દચિંતામણિકોષ કહે છે. અહીં સર્વજ્ઞ વચન એવું મજબૂત અને આગળ પાછળથી દલીલયુક્ત હોય કે તે સદા નવપલ્લવિત યુવાન જેવું અને ઘડપણ વગરનું લાગે છે. દેવતા ઘરડા થતા નથી, તેથી તેમને અજર કહેવામાં આવે છે. અહીં તે ઘરડા ન થાય તેવા અખૂટ, સદા નવીન અને સદા યુવાન વચનને અજરવચન કહ્યું છે.
અભયકર—કઈ પ્રકારને ભય ન કરનાર વચન. તીર્થકર મહારાજ કહે તેમાં કઈ જાતને ભય ન હોય. અગાઉ કહ્યા છે તે આજીવિકા કે અકસ્માતના સાત પ્રકારના ભયમાંથી કોઈ જાતને ભય એને અનુસરવામાં પ્રાણીને રહેતું નથી.' | સર્વજ્ઞવા–સર્વજ્ઞની વાણીરૂપ વચન. એ તે સર્વ વસ્તુ દેખે છે અને જુએ છે, એટલે એ વચન કોઈ જાતની વિરુદ્ધતાને ખમતું નથી. ત્યાં તે સર્વમાન્ય સત્ય હોય છે, ત્રિકાળાબાધિત હોય છે અને એકાંત હિત કરનારું હોય છે.
રસાયન–શોધેલ રસ, રસૌષધિવાળી દવા, સાયણું. મારેલ પારે અથવા ગજવેલ બરાબર ખાવામાં આવે તે તે શરીરને ઘણું મજબૂત બનાવે છે અને રસાયણ લેવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org