________________
પ્રશમરતિ વિવેચન સહિત એમાં શેઠ ભૂલ નથી કરતાં એમ ભાગ્યે જ કહેવાય, પણ અસલ એને નેકરને) ઘેર અવસર આવે ત્યારે શેઠે પિતાની પુંજી લઈને જતા હતા અને નેકરની આબરૂ સાથે, પિતાની આબરૂ છે એમ માનતા હતા તેવી ભાવના આજ રહે તેવું નથી. શાસ્ત્રકાર કહે છે કે આ ઉપકારને બદલે આ ભવમાં વળી શકે તેવું નથી.
- માતાપિતરી-માબાપ. એમણે તે પોતાના વખતને અને સગવડને ભેગે દીકરાનું નાની વયે ઠીક કરવામાં બાકી રાખ્યું હતું નથી. “ડગમગ પગ ટકતું ન હોય તેવે વખતે માબાપ શીખવે અને દુનિયામાં સ્થિર કરે તે ઉપકારને બદલે વાળ ઘણું મુશ્કેલ છે. માબાપને બદલે વળી શકે તેવું આ ભવમાં કાંઈ નથી. માબાપને ધર્મ પમાડનાર પુત્ર કદાચ બદલે વાળી શકે છે, પણ સામાન્ય રીતે તે મૂળમાં વાત કહી છે તે ઘણે ભાગે બરાબર છે. આ
ગુરુ-વિદ્યાભ્યાસને આરંભ કરાવનાર અને ધર્મ સમજાવનાર અને કઈ વખતે થપ્પડ મારનાર તાડનાતજન કરનાર ગુરુને બદલે આ ભવમાં અને પરભવમાં કઈ રીતે વળી શકતું નથી. માબાપ અને શેઠને આ ભવમાં બદલે ન વળી શકે, પણ ગુરુને બદલે તે ભવાંતરમાં કેઈ કાળે વળી શકે તેમ નથી. ગુરુમહારાજ રેકે, ટોકે કે સજા કરે તે સર્વ શિષ્યના હિત માટે જ હોય છે. તેઓને ઠપકે કઈ વખત આકરે લાગે તે વિચારવું કે તેમને સ્વાર્થ શિષ્યના સ્થાયી હિત, પરમ હિતમાં જ છે, અને તે ખાતર જ તેઓ ઠપકો આપે છે. તેઓને અંગત સ્વાર્થ કાંઈ હોતું નથી. અને ગુરુમહારાજને અવિનય કરતાં વિચારવું કે તેમને બદલે તે આ ભવમાં અને ભવભવમાં વળી શકે તેવું નથી. જે અક્ષરને આપનાર ગુરુને ઉવેખે તે શ્વાન નિમાં સેંકડો વાર જઈ, ચાંડાલ પણ થાય છે, એમ અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે. એટલે ગુરુમહારાજ કદાચ વિચિત્ર હોય, તે પણ તે ચલાવી લેવા જેવા છે અને તેમણે ધર્મમાર્ગ બતાવ્યું તેથી આપણું સ્થાયી કલ્યાણ થનારું હોવાથી, તેમને ઉપકાર તે અમાપ છે અને તેને બદલે આ ભવે અને પરભવે આપી શકાતે નથી. ઉપદેશમલામાં ધર્મદાસગણિએ ૯મી ગાથામાં ગુરુને પરાભવ કરનારનું પરભવમાં અને આ ભવમાં કેટલું ખરાબ થાય છે તે બતાવ્યું છે. તેઓ પણ ગુરુને બદલે કઈ રીતે વાળી શકાય નહિ એમ જણાવે છે.
વ્યવહારમાં એક જગ્યાએ કહ્યું છે કે ભગવંત અને ગુરુ બંને એક જ વખતે મળ્યા હોય તે તે બેમાં મારે વંદન કેને કરવું? ત્યાં જવાબ આપે છે કે ભગવાનને ઓળખાવનાર ગુરમહારાજને પ્રથમ નમસ્કાર કરો, એ એક દષ્ટિબિંદુથી યેગ્ય છે. ગુરુને બદલે આ ભવે અને પરભવે ને વળી શકે તે છે, કારણ કે તેમણે આપણું સ્થાયી હિત જે માગે થાય તે રસ્તાને બતાવ્યું છે અને તેઓ કદાચ માની હોય, તે પણ તે કહે તે કરવું અને તેમની વૃદ્ધ ઉંમરે તેમની બરાબર વૈયાવચ્ચ વિનયપૂર્વક કરી આપણું વિનીત શિષ્ય તરીકે નામ કાઢવું અને ગુરુ ઠપકો આપે તે ખમી ખાવો. (૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org