________________
કષા અને વિષય
૧૫૯ અથ–ગનિરોધથી સંસારને મૂળથી ક્ષય છે અને આખા સંસારને મૂળથી ક્ષય થયે મોક્ષ થાય છે, તેટલા માટે સર્વ કલ્યાણને આધાર વિનય છે. (૭)
વિવેચન—આવી રીતે આપણે પરંપરા જતાં અગિત સુધી પહોંચ્યા. આ ગાથામાં બે મહાન સત્ય જણાવે છે. મન, વચન, કાયાના ત્રણ ગમે અથવા પંદર યેગને નિરોધ થવાથી સંસારસંતતિ-ભવની રખડામણ-જે અનંતકાળથી ચાલે છે તેને નાશ થાય છે. આ સંસારસંતતિથી, ભવપરંપરાથી પ્રાણી એક ખાડામાંથી બીજા ખાડામાં પડે છે અને બીજામાંથી ત્રીજા ખાડામાં પડે છે અને એમ ઉત્તરોત્તર ચાલ્યા કરે છે. સંસારી જીવને આ સંસારની ભવપદ્ધતિ કેવી રીતે લાગે છે અને વગર થાક્ય એ એક ખાડામાંથી બીજા ખાડામાં કેવી રીતે પડે છે તે માટે જુઓ “ઉપમિતિભવપ્રપંચામાં વર્ણવેલ સંસારી જીવનું ચરિત્ર. આ ભવસંતતિ તે પરંપરા ચાલ્યા જ કરે છે, અને પ્રાણી અનેક ભવાં. તરમાં ભટક્યા કરે છે, એક નિમાંથી બીજી એનિમાં જાય છે અને કેઈ કોઈ વાર તેની તે નીમાં પડ્યો રહે છે. તીર્થકરના વખતમાં કદાચ આ જીવે તેમને સાંભળ્યા હશે તે તે ગપ્પાં મારનાર છે એમ ગણી તેની ભવસંતતિ વધારી હશે, પણ તેનામાં સદ્હણ નહિ જ આવી હોય. આ ભવસંતતિને ક્ષય ગનિધનું ફળ છે અને એ ફળ ખાવાગ્ય અને સ્વાદે મધુર છે અને ખુશીથી ખવાય તેમ છે.
મોક્ષ–મૂકાવું છે. આ સંસારથી સર્વદા નાસી જવું અને સાતમા તત્વ મોક્ષની પ્રાપ્તિ કરવી એ ભવસંતતિક્ષયનું પરિણામ છે. ત્યાં કાંઈ ખાટલા ઢાળેલા નથી. ત્યાં તે આત્મા એના અસલ રૂપે રહી જોઈ જાણી શકે છે અને તે સર્વ ભવસંતતિ જે અત્યાર સુધી ચાલુ છે તેની સાંકળ તૂટી જાય છે અને ભવસંતતિક્ષયરૂપ ઝાડને મોક્ષનું ફળ બેસે છે. આ ફળ સમજવું. અને મેક્ષ ગયા પછી પુનઃ પાછા અહીં આવવાનું થતું નથી. માટે નિશ્ચિત મને આ સાતમા તત્વ મોક્ષને મેળવવાનું અત્ર પરંપરાથી જે કારણ આપ્યું છે તેને મોક્ષ મેળવેવા ખાતર સેવવું અને આ અત્યારના આંટાફેરા અટકાવવા.
ભાજન–આધાર. ભાજનને અથ અસલ તે પાત્ર થાય છે. સર્વ વસ્તુને આધાર એટલે સર્વ વસ્તુને રહેવાનું પાત્ર, ઠામ, વાસણ વિનય છે તે આપણે હવે પછી શું. એ સર્વ વસ્તુનું મૂળ કારણ વિનય છે. વિનય તે ધરી રાખવાનું-ઉપાડવાનું મૂળ પાત્ર છે. એટલે તેની બાબતમાં શિષ્ય બહુ ચીવટ રાખવી અને પિતાને જરા અગવડ પડે, વધારે અગવડ પડે, તે પણ વિનેય થવું. - વિનય–સર્વ વસ્તુને ધારણ કરનાર વિનય છે. મનુષ્યપણું મહામુશ્કેલીમાં મળે છે, તે મળ્યું ! દેવરાજને કે ખુદ તીર્થકરને એ મનુષ્યભવ મળી જાય તે ત્યાં આયુષ્ય-આયખું મળવું એ ઘણું મુશ્કેલ છે. એ પણ મળી ગયું! ત્રીજી વાત આરોગ્યની છે. તે પણ મળવું મુશ્કેલ છે. તે પણ મળી ગયું. એથી વાત બળસમુદાયની, તે પણ મળે! પાંચમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org