________________
૧૫૮
પ્રશમરતિ વિવેચન સહિત વર્તન કરવું એ એ શુશ્રષાને ભાવ છે. શુશ્રષારૂપ વૃક્ષને ફળ તે જ આવ્યું ગણાય
જ્યારે તેનાથી બરાબર જ્ઞાન થઈ જાય અને તદનુસાર વર્તન થાય. આ શુશ્રષાનું ફળ છે એ બીજુ મહાન સત્ય સર્વમાન્ય છે. ગુરુમહારાજ સાથે ઉપદેશ આપનાર હોય તે શ્રાવકની દેશવિરતિ અને સાધુની સર્વવિરતિરૂપ ચારિત્રગુણ આડકતરી રીતે જરૂર ખીલે છે.
સાન ફેલ વિરતિ-જાણવાનું ફળ ત્યાગભાવમાં આવે છે. આ ત્રીજું સાર્વત્રિક સત્ય કહ્યું. એક્યું જાણવાથી મા લાભ નથી, પણ જાણીને તે પ્રમાણે ત્યાગભાવ કરે તે ખરે જાણકાર છે, સાચે જાણકાર છે. ઘણું ચારિત્ર વગરના માણસો મેટી મોટી વાત કરે છે, ગજનાં ગજ માપે છે, પણ તસ્ વધેરતા નથી, ચારિત્ર-ચર્યામાં મીંડા હોય છે, તે તેમનું જ્ઞાન ફળ વગરનું છે અર્થાત્ તેઓનું જ્ઞાન નિષ્ફળ-નકામું છે એમ સમજવું. જે ખરે ત્યાગભાવ આવ્યો હોય તે જ જાણપણનું, વાંચ્યા-વિચાર્યાનું, ભણ્યાનું ફળ બેઠું છે એમ સમજવું. જ્ઞાનનું ફળ ત્યાગભાવપ્રાપ્તિમાં છે. આ ઝાડ નકામું, જગ્યા રોકનારું નથી, પણ એ ફળવતું ઝાડ છે અને એ ફળવાન ઝાડ ફળના જેરથી લચી રહ્યું છે. આંબાને કેરીટાણે ફળ આવે તે વખતે એની ઘટા જોઈ હોય તે તે પ્રફુલ થતું દેખાય છે અને કેરી પાકે ત્યારે તેને છાંયડે પણ ફળવાન વૃક્ષને દીપાવે તે લાગે છે. જ્ઞાનરૂપ ઝાડને વિરતિરૂપ ફળ આવે ત્યારે તે દીપે છે અને ખરું ફળવાન થયું છે એમ દેખાય છે."
આશ્રવ–આ ત્રીજુ તત્વ છે. જે ગરનાળાને રસ્તે તળાવમાં પાણી આવે તે આશ્રવ કહેવાય છે. આશ્રવ એટલે માર્ગો અને આશ્રવ દ્વારા જ કર્મબંધ થાય છે. આપણે
ગ્ય પ્રસંગે પચીશ ક્રિયા વિચારશું ત્યારે આશ્રને બરાબર ઓળખાશે. ગરનાળાથી તળાવ ભરાઈ જાય છે, એમ કર્મરૂપ આવક જેનાથી થાય તેને આશ્રવ કહેવામાં આવે છે.
આશ્રવનિરોધ–આશવની અટકાયત એ જ સંવરપ્રાપ્તિ. સંવર એ પાંચમું તત્ત્વ છે. નવાં કર્મોને આવતાં અટકાવવા એનું નામ જ સંવર. ત્યાગનું ફળ સંવર છે. ભાવના, યતિ ધર્મો વગેરેનું આચરણ કરતાં કુદસ્તી રીતે નવાં આવતાં કર્મો અટકે છે, અને કર્મો આવતાં અટકે તે જ સંવર થયે. નવાં આવતાં કર્મોથી ભારે થતું અને સંસારમાં રખડતે આત્મા અટક્યો અને તેટલા પૂરતે સંવર થયે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ યતિધર્મ વગેરે સંવરે છે. આશ્રવ થતું અટકે એ જાણપણાનું ફળ છે. એટલે માણસને સાચું જ્ઞાન કયારે થાય કે તેને નવાં લાગતાં કર્મો અટકે અને કર્મ આવવાનું ગરનાળું બંધ થઈ જાય. આ આશ્રવનિરાય બરાબર સમજવા ગ્યા છે અને સમાજને આચરવા ગ્ય છે. આ ત્રીજુ અને ચોથું સર્વમાન્ય મહાન સત્ય જણાવ્યું. (૭૨) થોડાં વધારે સત્ય
संवरफलं तपोबलमथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥७३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org