________________
ઉપપ
કષા અને વિષય કે કેટલાક મહાન સત્ય
विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ___ ज्ञानस्य फलं विरतिविरतिफलं चाश्रवनिरोधः ॥७२॥
અથ_વિનયનું ફળ સાંભળવાની ઈચ્છા અથવા ચાકરી, ગુરુમહારાજની સેવાનું ફળ જ્ઞાન થવું તે – જ્ઞાન પ્રાપ્તિ જ્ઞાનનું ફળ વિરતિ (ત્યાગભાવ) અને વિરતિનું ફળ આવતાં કર્મોને અટકાવ તે છે. (૭૨). - વિવેચન–આટલી ગુરુમહારાજના ઉપકારની વાત કરી. હવે કેટલાંક સર્વસામાન્ય સત્ય કહે છે. એ ત્રણ કાળમાં સાચા અને લાભકારી છે, શાસ્ત્ર સમજવાની ચાવીરૂપ છે. આપણે આ શ્લોકમાં એવા ચાર સત્યે એક પછી એક જાણીશું. - વિનયફલે-આપણે વિનીત શિષ્ય ગુરુને કેટલે વિનય કરવું જોઈએ તે સાંભળ્યું, વિચાર્યું અને આપણે નિશ્ચય કર્યો કે ધર્મ બતાવનાર અને તેમાં જોડનારને વિનય કર. ગુરુમહારાજને વિનયપૂર્વક પોતાની પરિસ્થિતિ અથવા અશક્તિ જણાવવી. કેઈ દિવસ ગુરુમહારાજને વિનય ચૂકવે નહિ અને કદી તેમની સામે થવું નહિ, પણ તેમના જેવા ઉપકારી પિતાને ઠપકો આપે છે તે વચનને પણ ચંદનના સ્પર્શ જેવું ગણવું, ઠંડું ગણવું અને તે ખાતર અંતરમાં પણ તેમની આમન્યાને લેપ ન કરે અને તેમનું અશુભ ને ચિંતવવું.
શુશ્રુષા–એને અર્થ હારિભદ્રીય ટીકાનુસાર સાંભળવાની ઈચ્છા, વધારે સાંભળવાની ઈચ્છા એમ થાય છે. “શબ્દ-ચિંતામણિ તેને અર્થ સેવા-ચાકરી એમ બતાવે છે. એટલે કેઈપણ પ્રાણીમાં વિનયગુણ તે જ જામ્ય ગણાય કે એને વધારે સાંભળવાની ઈચ્છા અને બેલનાર તરફ અભાવ થવાને બદલે તેની વધારે સેવાચાકરી કરવાની હોંશ થઈ આવે. એટલે જે એ સાચે વિનયી શિષ્ય થયે છે તે વિનયનું ફળ વધારે સાંભળવાની ઈચ્છા અથવા સંભળાવનારની વૈયા–સેવાચાકરી એ કરે. એ વિનયનું ફળ છે. હવે પછીની ગાથામાં “દષ્ટમ” એ શબ્દ આવે છે તે પ્રત્યેક વાક્યને છેડે અધ્યાહાર છે એમ સમજવું. હવે એક બીજું સર્વમાન્ય સત્ય કહે છે.
ગુરુશુશ્રવાફલ–ગુરુમહારાજની સેવાચાકરીનું ફળ છે જ્ઞાનપ્રાપ્તિ, શ્રુતજ્ઞાનને લાભ. ગુરુમહારાજ જ્ઞાનને આરંભ કરાવે છે, શીખવે છે, એ કાંઈ તે લાભ નથી. ઘણા તે આજે શીખે અને કાલે ભૂલી જાય. ગુરુ કહે તે સાંભળવું અને સાંભળીને તે પ્રમાણે વતન કરવું તે અર્થ શુશ્રષાને હારિભદ્રીય ટીકાનુસાર અને આર્ટની ડિક્શનરી અનુસાર થાય છે. એટલે ગુરુ પાસે જે ભણ્યા તેને જ્ઞાનરૂપ ફળ બેસે છે. એટલે ગુરુમહારાજને સાંભળવા અને એક કાનેથી સાંભળીને બીજે કાને કાઢી ન નાંખતાં એ સાંભળ્યા પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org