________________
કવાયો અને વિષયો
૧૫ આચારાંગ, સૂયગડાંગ, ઠાણુગ, ભગવતીસૂત્ર વગેરે મૂળ આગણે છે. તેમના અથવા મધ્યમરુચિએ હાલમાં પ્રગટ થયેલાં તેમનાં ભાષાંતરના જ્ઞાનની અતિ આવશ્યક્તા છે. જે આત્માનું સ્થાથી હિત સાધવું હોય તે શાસ્ત્ર અને આગમના જ્ઞાન વગર માત્ર વ્યાવહારિક જ્ઞાનથી તે થઈ શકે તેમ નથી. માટે ધર્મશાસ્ત્રોમાં બતાવેલા વિધિ પ્રમાણે શાસ્ત્ર અને આગમને અભ્યાસ કરે. શ્રાવકે આગમ ન વાંચી શકે તે તેમણે પોતાનું સ્થાયી હિત સાધવા માટે તેમનાં ભાષાંતરને અભ્યાસ કરે અથવા સાધુ પાસે તેમનું શ્રવણ કરવું, પણ સ્થાયી હિત સાધવા માટે તેમના જ્ઞાનની જરૂર છે. સાધુએ પણ શાસ્ત્રમાં બતાવેલ
દ્વહનની વિધિ કરવાની બહુ જરૂર છે, કારણ કે તેથી જ સ્થાયી હિત થઈ શકે તેમ છે. નહિ તે, આવા મનુષ્યને તબિયતની અનુકૂળતા, બળ, બુદ્ધિ અને શક્તિ મળવાને અર્થ કાંઈ રહેતું નથી.
ઋતે વિનયાત—વિનય વિના. વિનય વગર શાસ્ત્રને અભ્યાસ થઈ શકતો નથી. જે વિનય-વિવેક ન હોય તે અભ્યાસ ટકો નથી અથવા પિતાની યાદશક્તિ જે એક જાતનું બળ છે તેમાં ટકતું નથી, રહેતું નથી, સ્થાયી થતું નથી. વિનય એટલે જેની પાસે અભ્યાસ કર્યો હોય તેને વિનયવિવેક કરવો, તેને બદલે બીજાને ગુરુ કહે નહિ અને શુરુ મહારાજના હુકમને અધીન રહેવું. તે વિનય વગર શિવા ચડે નહિ અને ચઢે તે ટકે નહિ. જ્યારે શ્રેણિક રાજાએ હરિજનન વિનય કર્યો અને તેને આસન પર બેસાડ્યો, ત્યારે જ તેને કેચ વિનય થવાથી, વિદ્યા પિતાને અડી. - વિનીત-નમ્રતાવાળ, શિષ્ય, એગ્ય વિવેક જાળવનાર, નાનામોટાને ઓળખનાર અને ઓળખીને ગ્યને વડીલને મેગ્ય માન આપનાર અને શિષ્યભાવને ફેલાવનાર અને તેમાં જ અંતે પરમહિત–પિતાનું અને પારકું–રહેલું છે તે સમજનાર. વિનીતને બીજે અર્થ ઠંડા સ્વભાવનું” એમ થાય છે. હળના બળદને પણ વિનીત કહેવામાં આવે છે. શિષ્ય એવા નમ્ર સ્વભાવના થવું જોઈએ. જે ભણેલ માણસ શિષ્યભાવે વર્તતે હવે છે તેને અને કહ્યામાં રહેનારને વિનીત શિષ્ય કહેવામાં આવે છે. આવી રીતે પિતાનું ખર. ખરું અને ચિરકાળપયત ટકે તેવું સ્થાયી હિત કરવું હોય તે વિનયવાન નમ્ર શિષ્ય બનવું જોઈએ. વિદ્યા કાકા થઈને લેવાતી નથી, પણ ભત્રીજા થઈને જ પિતાની કરી શકાય છે. એટલે એણે ખૂબ નમ્ર અને ગુરુને વહાલા થઈ તેમની પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ. આપણે મનુષ્યપણાથી તે છેવટે આ વિનય સુધી આવ્યા. જેઓ પિતાનું સ્થાયી હિત કરવા ઈચ્છતા હોય તેમણે વિનયી થવું. સહુને મહાલાશ કરનાર, દુર્ગતિ ઉચછેદનાર અને પડતાને ધારણ કરનાર ધર્મનું જ્ઞાન શાસ્ત્ર અને આગમ વગર થતું નથી, અને આગમના જ્ઞાન માટે વિનીત શિષ્ય થવાની પિતાના સ્થાયી હિત માટે જરૂર છે. શાસ્ત્ર પ્ર. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org