________________
પ્રશમરતિ વિવેચન સહિત નથી. ગ્રંથકારે જ્યાં સંજ્ઞા બાંધી હોય ત્યાં વ્યાખ્યાને સ્થાન નથી અને એ ગ્રંથકારપૂરતી જ છે, એમ સ્પષ્ટતા ખાતર કહેવાની જરૂર છે. સંજ્ઞા અને વ્યાખ્યા (definition)માં ઘણે ફેર છે. સંજ્ઞા એ લગભગ postulate (સ્વમાન્યતા) જેવી છે, એમાં દલીલને અવકાશ નથી, એ આ ગ્રંથ પૂરતી જ છે. (૩૨). કમબંધના હેતુઓ–.
मिथ्यादृष्टयविरमणप्रमादयोगास्तयोर्बलं दृष्टम् । - तदुपगृहीतावष्टविधकर्मबन्धस्य हेतू तौ ॥३३॥
અર્થ_મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને મન વચન-કાયાના વેગો એ રાગદ્વેષનું બળ છે, તેમની મદદથી આઠ પ્રકારના કર્મબંધના એ રાગ-દ્વેષ કારણ છે. (૩૩).
વિવેચન—ધર્મ ઉપર અશ્રદ્ધાન, ત્યાગવૃત્તિને અભાવ, મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રારૂપ પ્રમાદ, મન-વચન-કાયાના ગ, એ રાગદ્વેષનું બળ છે. અને તેના ભેટવાથી આઠે પ્રકારનાં કર્મબંધન થાય છે. એટલે કર્મબંધના આ રાગદ્વેષ કારણ થાય છે. આપણે એ આઠે કર્મની પણ નીચે પિછાન કરશું
મિદષ્ટિ–કમબંધનાં ચાર કારણ બતાવ્યાં છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ. તે પૈકી આત્માને અનાત્મા કહે, અનાત્માને આત્મા કહે, ધર્મને અધર્મ માનો કે મનાવ, અધર્મને ધર્મ કહે કે મનાવે, તે સર્વને સમાવેશ મિથ્યાત્વમાં થાય છે. અવસ્તુને વસ્તુ માનવી, એ પણ મિથ્યાત્વ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રને મોક્ષનાં કારણ ન માનવાં અને બીજા જ સાધનાને મોક્ષનાં કારણ માનવા અથવા ખોટો અભિનિવેશ કરવો, તે સર્વને મિથ્યાત્વમાં સમાવેશ થાય છે. અથવા ખોટી માન્યતાને સમાવેશ મિથ્યાત્વમાં થાય છે. આ અભિનિવેશ એ અસદુગ્રહ છે. અને કર્મબંધ એટલે આત્મા સાથે કમવર્ગણાનું જોડાણ થાય, તેનું પ્રથમ કારણ આવી મિથ્યાદષ્ટિ છે. આ મિથ્યાષ્ટિ રાગદ્વેષના બળરૂપ છે. ખાસ કરીને અજ્ઞાન અથવા અવિદ્યા આ રાગદ્વેષના અને પરિણામે મિથ્યાત્વના કારણભૂત છે. એ મિથ્યાત્વના પ્રકારે આપણે વિગતવાર જાણવાનો પ્રયત્ન
કરીએ.
મિથ્યાત્વમાં આભિગ્રહિક મિથ્યાત્વ પહેલું આવે છે. કેટલાક ગ્રંથકારે મિથ્યાત્વને કષાયમાં સમાવેશ કરી કષાય અને વેગ એ બેને જ કર્મના હેતુ ગણે છે. સમ્યગદર્શન તત્વમાં શ્રદ્ધાનરૂપ છે. તેનાથી ઊલટું જે હોય તે મિથ્યાત્વ કહેવાય. એટલે સમ્યગદર્શન
જ્યાં ન હોય ત્યાં મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ છે, એમ સમજવું. યથાર્થ વસ્તુમાં શ્રદ્ધાનને અભાવ અને અયથાર્થ વસ્તુમાં શ્રદ્ધાન, તે પણ મિથ્યાત્વ છે. તદ્દન મૂઢ દશામાં પ્રાણીને હોય તેને કઈ ગ્રંથકાર અનાગિક મિથ્યાત્વ કહે છે. કીટ, પતંગ વગેરે પશુએને મિથ્યાત્વ હોય, તે વિચારદષ્ટિના અભાવથી હોય છે. કોઈએ પકડાવેલ હોય તે
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org