________________
પ્રશમરતિવિવેચન સહિત ઉચ્ચગોત્ર, મનુષ્યદ્રિક (ગતિ અને આનુપૂર્વી ), સુરદ્રિક ( દેવગતિ અને બળદને નાથે તે રીતે કામ કરે તે દેશ આનુપૂર્વી), ૫'ચંદ્રિયતિ, પાંચે શરીર ( ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ ). પ્રથમના ત્રણ શરીરના (ઔદ્યારિક, વૈક્રિય અને આહારક), અંબેપાંગા, પ્રથમ ઋષભનારાચ સહનન, અને પ્રથમ સંસ્થાન, એ સર્વ ૧૭ પુણ્યસુખના અનુભવ કરાવે તેવી પ્રકૃતિ છે.
તે (સત્તર) પછી પુણ્ય પ્રકૃતિ ખાકી રહી તે કહીએ છીએ. વધુ ચતુષ્કમાં સાર વણુ, સારી ગંધ, સારા રસ અને સારો સ્પર્શી એમ એક જ ગણવા. અગુરુલઘુ નામની ખાવીશમી પુણ્ય પ્રકૃતિથી મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ સમજવી. પરાઘાત ' નામકમ', વાસાવાસ, આતપનામકમ, ઉદ્યત નામક –એ ચાર પ્રત્યેક પ્રકૃતિ છે. એનુ* ણુન ઉપર થઇ ગયું. આ રીતે ૨૬ પ્રકૃતિ સારો અનુભવ કરાવી સુખ આપે તેવી પુણ્ય પ્રકૃતિ થઈ અને શુભ વિહાયેાગતિ–જવા-આવવાની ચાલ, તે શુભ-પુણ્ય પ્રકૃતિ થઈ, નિર્માણુ નામકમ એ અઠ્ઠાવીશમી પુણ્યપ્રકૃતિ છે. ત્રણ દશકાની દશે પ્રકૃતિ (ત્રપણું, બાદરપણું, પર્યાપ્તપણું', પ્રત્યેકપણુ, સ્થિર નામાઁ, શુભનામકમ, સૌભાગ્ય નામકમ, સુસ્વર નામકમ, અદેય નામક અને જસનામકર્મ ) -આ પુણ્યપ્રકૃતિ છે. દેવતાનું આયુષ્ય અને મનુષ્યનું આયુષ્ય, તેમ જ તિયંચનું આયુષ્ય મળે તે પુણ્યપ્રકૃતિ સમજવી. પ્રત્યેકમાં તી કર નામકર્મ એ મેતાળીશમી પુણ્યપ્રકૃતિ છે.
હવે આપણે પાના ૮૨ ભેદો તપાસીએ. જ્ઞાનાવરણીયની પાંચે પાપ પ્રકૃતિ છે, પાંચ પ્રકારના અતરાયા પાપકર્મ છે અને દર્શનાવરણીયના નવે પ્રકારો પાપપ્રકૃતિ છે. નીચ ગોત્ર પણ પાપ પ્રકૃતિ છે. અર્થાતાવેદનીય એ પશુ પાપ પ્રકૃતિના પ્રકાર છે. મિથ્યાત્વમાહનીય પાપપ્રકૃતિ છે, જ્યારે સમકિત કે મિશ્ર માહનીય તેમ નથી. નારકી ગતિનું ત્રિક (ગતિ, આયુષ્ય અને આનુપૂર્વી) મળે, તે પાપના ઉદય જાણવે. પચ્ચીશ કષાયે અને નેથાય પણ પાપના ઉદ્દય સૂચવનાર છે. આ રીતે ૬૨ પ્રકૃતિ (પાંચ જ્ઞાનાવરણીયની, નવ દર્શનાવરણીયની, એક વેદનીય કર્મની, છવીશ માડુનીયની અને એક આયુષ્યની અને પાંચે અંતરાયાની તથા આકીની [૧૫] નામકર્મ મળી ૬૨ પાપની પ્રકૃતિએ થઇ. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇંદ્રિય અને ચૌ દ્રિય ચારે જાત પાપકર્મનાં ઉદયથી મળે છે. અશુવિહાયાગતિ, એ એના સડસઠમે પાપપ્રકૃતિના પ્રકાર છે. ઉપઘાત નામકર્મ, જેનું વર્ણન ઉપર થઇ ગયું છે, તે અડસઠમાં પાપપ્રકૃતિના પ્રકાર છે. ખરાબ વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ચારભેદ, પાપ પ્રકૃતિના ગણતાં આંતર પ્રકૃતિ પાપની થાય છે. અને પાંચે સંઘયણા ( પ્રથમ સિવાયના ) પાપપ્રકૃતિના પરિણામે છે, અને પાંચે સંસ્થાના (પ્રથમ સિવાયના) પણ પાપ પ્રકૃતિના હ્રદય ખતાવે છે. એ રીતે ૮૨ પાપ પ્રકૃતિ સમજવી. થાવરપણું, સૂક્ષ્મપણું, અપર્યાપ્ત અવસ્થા, સાધારણુ શરીર, અસ્થિર નામકર્મ, અશુભનામકર્મ, દુવર નામકર્મ, દુર્ભાગ્યત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org