________________
૧૧૪
પ્રશમરતિ વિવેચન સહિત જોરથી ધૂળથી આખું શરીર અને શરીરનાં અવયવ ભરી પાડે છે. તમે કોઈ તેલીઆ રાજાને જે હોય તે તેનું શરીર અને ખાસ કરીને તેના શરીરનાં અવયે તમને ધૂળથી ભરેલાં દેખાશે. આત્મા તે આત્મિક વસ્તુ છે તેની સાથે કર્મ જેવી પૌગલિક વસ્તુ કેમ લાગે તે પર આ દૃષ્ટાંત છે. જેમ શરીરને તેલ લગાડીને તે માણસ પોતાના શરીરને ધૂળથી લપેટી દે છે, તેમ આત્માને તેવસ્થાનીય રાગદ્વેષથી લેપી જીવ તેને કર્મ સ્થાનીય ધૂળથી ભરી દે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગે કર્મરજને આકર્ષનારા છે. રાગદ્વેષથી આત્માને કર્મબંધ થાય છે અને ધૂળની પેઠે તે કર્મો આત્મા સાથે ચૂંટી જાય છે.
રાગ અને દ્વેષની અહીં ખેંચાણ કરનાર બળ (force) સાથે સરખામણી કરી છે. જેમ વગર પ્રયત્ન તેલીઓ રાજા શરીરે ધૂળથી ભરાઈ ખરડાઈ જાય છે તેમ રાગદ્વેષરૂપ આકર્ષણેથી આત્માને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના જોરથી – આકર્ષણથી કર્મ લાગે છે. એ જેને ન હોય તેણે ડરવાનું નથી, કારણ કે આત્મા પોતે તે શુદ્ધ છે પણ રાગદ્વેષે આકર્ષક લેહચુંબકનું કામ કરી કર્મ અને આત્માને સંબંધ કરાવી આપે છે.
કમબંધ–યાદ રહે કે કર્મો તે પિતે પૌગલિક છે. તેને આત્મા સાથે બંધ આ રીતે રાગદ્વેષથી થાય છે અને તે રાગદ્વેષને ચીકણા પદાર્થ સાથે સરખાવી સમજવા ગ્ય છે. એ જે સમજે તે કર્મનું આખું રહસ્ય સમજે અને કેઈ સ્થાને પડા રાખવાની કે તે પર ન્યાય આપવાની જરૂર નથી. એકવાર રાગદ્વેષ પર વિજય થયું એટલે કમ આત્મા સાથે લાગતાં નથી, કારણ તેની ચીકાશ નથી. ચીકાશ વગર આત્મા અને કર્મને સંબંધ થતું નથી, કારણ આત્મા આત્મિક વસ્તુ છે અને કર્મ પૌગલિક વસ્તુ છે. તેને સંગ. સંબંધ કરાવનાર રાગદ્વેષ છે. આથી કમને આત્મા સાથે સંબંધ કેમ થાય છે, કેવી રીતે થાય છે. અને કેણ કરાવે છે તે સ્પષ્ટ થતાં આખા સૃષ્ટિકર્તુત્વના સવાલને ખુલાસો થઈ જાય છે. ઈશ્વર, પરમેશ્વર કે પ્રભુ જેવી કોઈ ચીજની જરૂર જ નથી. આપણાં કર્મો આપણે ભગવીએ છીએ અને તેમાં કેઈની દખલગીરી કે દરમ્યાનગીરીની જરૂરિયાત રહેતી નથી. અને જ્યાં ઈશ્વર કે પરમેશ્વર કમને જ અધીન હોય અને રાગદ્વેષ એના જુદા જુદા આકારમાં અસર કરતું હોય ત્યાં તે ઈશ્વર કે કોઈ આડતીઆની ફળ આપનાર તરીકે જરૂર જ રહેતી નથી. બાકી ઉદયકાળ પ્રાપ્ત થાય ત્યારે કર્મો જરૂર ફળ આપે છે અને તે જોગવવાં જ પડે છે. એ વખતે કકળાટ કે અફસોસ કરવામાં આવે, તે પ્રાણીનું કે તેવા ઈશ્વરનું કાંઈ ચાલતું નથી. ત્યારે ઈશ્વર પણ સ્વતંત્ર નથી, તેથી કર્મ સત્તા બળવાન છે. - એવમ–આ રીતે. ચીકણા શરીરવાળાને જેમ ધૂળ લાગે, લાગવી તે સ્વાભાવિક છે. તે લગાડનાર કે લાગી છે એમ જેનાર કોઈ નથી અને એવા વચ્ચે પડનારની કોઈ જરૂર જ નથી. કર્મ જ્યારે એને અબાધાકાળ પૂરો કરી ઉદયમાં આવે, ત્યારે એ ઈશ્વર પણ
Jain Education International
.
.
For Private & Personal Use Only
www.jainelibrary.org