________________
*
૧૩
કેવા અને વિષય
૫. રાગ પિદા કરે તેવાં સ્પર્શ, રસ, ગધ, રૂપ અને શબ્દમાં ન લલચાવું અને &ષ કરે એવામાં ગુસ્સે ન થવું તે અનુક્રમે મને જ્ઞામનેઝ સ્પર્શ સમભાવ, મને જ્ઞામને રસસમભાવ આદિ પાંચ ભાવના છે. આ નેટ પ્રજ્ઞાચક્ષુ સુખલાલજીના તત્ત્વાર્થસૂત્ર અધ્યાય સાતમે, સૂત્ર ૩ પરથી કોપી કરીને લખી લીધી છે. પાંચ વ્રતની ભાવના સાધુને જ હોય અને તે ઘણી મુશ્કેલ છે. - આ ભાવનામાં ઈર્યાસમિતિ, મનગુપ્તિ, એષણસમિતિ, આદાનનિક્ષેપણસમિતિ અને આલેકિત પાનજન એ પાંચ ભાવનાઓ પ્રથમ અહિંસા વતની છે. બીજા સત્ય વ્રતની પાંચ ભાવનાઓમાં અનુવાચિભાષણ, ક્રોધપ્રત્યાખ્યાન, લેભપ્રત્યાખ્યાન, નિર્ભયતા અને હાસ્યપ્રત્યાખ્યાન આવે છે. હવે અનુક્રમે ત્રીજા અચૌર્ય વ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે: અનુવાચિઅવગ્રહયાચન, અભીષણઅવગ્રહયાચન, અવગ્રહાલધારણ, સાધર્મિક પાસેથી અવગ્રહવાચન અને અનુજ્ઞાપિત પાનભેજન. ચેથા બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે : સ્ત્રી, પશુ અને નપુંસક વડે સેવાયેલ શય્યા આદિનું વજન, રાગપૂર્વક સ્ત્રીકથાનું વર્જન, સ્ત્રીઓની મનહર ઇદ્ધિના અવકનનું વજન, પ્રથમ પિતે કરેલા રતિવિલાસ અને કામભેગેના સ્મરણનું વર્જન અને પ્રણીત (ઈસ્ટ) રસના ભજનનું વજન. આ બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ થઈ. અને પાંચમા પરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ-મનેશ કે અમનેણ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં સમભાવ રાખવો એ પરિગ્રહની પાંચ ભાવના છે.
અનિત્યાદિ બાર ભાવના સાથે મૈત્રી, પ્રમદ, કરુણા અને માધ્યશ્યનું વર્ણન આપણે શું. તે આ પુસ્તકમાં આવશે. અનિત્યાદિ બાર ભાવનાના વિસ્તાર માટે શ્રી વિનયવિજય ઉપાધ્યાયને રચેલ શાંતસુધારસ અને તે પરનું મારું વિવેચન જેવું.
શુભભાવના અધ્યવસિતસ્ય–આવી રીતે પાંચ મહાવ્રતની પચીસ ભાવના અથવા અનિત્યાદિ બાર ભાવના કે મૈત્રી, પ્રદ, કરણ અને માધ્યગ્ય ભાવના એ ચાર ભાવનાથી રંગાયેલે.
અન્યોન્ય સમયે–જિનશાસનના વિષય પરત્વે. તે એક ગુણને બીજા ગુણથી અન્ય અપેક્ષાએ વધારે લાભ કરનાર, આત્મહિત કરનાર જુએ. એને સામાયિક ચારિત્ર કરતાં છેદો પસ્થાપનીય ચારિત્ર વધારે લાભકારી લાગે, એને છેદેપસ્થાપનીય ચારિત્ર કરતાં પરિહારવિશુદ્ધિ ચારિત્ર વધારે ઉત્તમ લાગે. એટલે પરસ્પર મૂલ્ય દરેક ચારિત્રનું કેટલું છે તે દેખે અને સમજે અને જેને જેટલું મૂલ્ય આપવું યોગ્ય હોય તેટલું જ આપે. ક્રિયા અને જ્ઞાનના વિષયમાં વિશેષતા કોની છે તે જાણે અને સમજીને બેસી ન રહેતાં જેમાં વિશેષતા પિતે દેખે તેને સ્વીકાર કરે અને અમલ કરે. ઉત્તરોત્તર કેટલાક ગુણે હારમાળામાં શાસ્ત્રમાં બતાવ્યા છે, તે દરેકનું મૂલ્ય એ સમજે અને વધારે મૂલ્યવાન હોય તેને આદરવાને અને ત્યાં પહોંચવાનો નિર્ણય કરે અને ગુણસ્થાનકમાં પણ આગળના ગુણસ્થાનકની
Jain Education International
For Private & Personal use only.
www.jainelibrary.org