________________
કષાયા અને વિષયા
૧૩૫
હોય છે તથા પોતાના શુદ્ધ સંકલ્પમાત્રથી અતિશુદ્ધ વિષયાને ભાગવે છે. આ ત્રણે પદાર્થો આનુશ્રવિક વિષય છે. તેથી એ સવ દોષવાળા જ છે. એમાં ક્ષય, અતિશય અને વિનાશ વગેરે દોષો છે. સ્વર્ગાઢિ લેાકથી તેમ જ વૈદેહ્વસ્થિતિથી પણ પુનઃ આવૃત્તિ થાય છે. તેથી એ સ ક્ષયદોષવાળા છે. તેમ જ સ્વર્ગાદિ લેક કરતાં વિદેહનું સામર્થ્ય અધિક છે અને પ્રકૃતિલય કરતાં પણ ઇશ્વરનું અધિક સામર્થ્ય છે. તેથી એ પદાર્થોમાં અતિશયરૂપ દોષ છે. તેમ જ પુનઃ આવૃત્તિ હાવાથી અંતે વિનાશ તે છે જ. તેથી એ સર્વ પદાર્થો પણ ક્ષયાદિ દોષવાળા છે. શ્રી સાંખ્યકારિકામાં પણ દષ્ટવવાનુવિદ્રઃ સ વિશુદ્ધિશ્ચયાતિશયચ્યુતઃ એ કારિકાથી એ ત્રણે પદાર્થોને ક્ષાદિ દોષવાળા કહ્યા છે, તેથી એ સિદ્ધ થાય છે કે દેષ્ટ અને આનુશ્રવિક પદાર્થો બંધનના હેતુરૂપ તથા દુઃખદ છે.
આ સર્વ વિષયાના આ પ્રકારના તથા અન્ય અનેક દોષો જે છે તે જાણીને તેના પુનઃ પુનઃ વિચાર કરવાથી, એ વિષયે પ્રતિ વિતૃષ્ણા થાય છે, અર્થાત્ એ પ્રતિના પ્રેમ ક્રમે ક્રમે એ થઈ અંતે નાશ પામે છે. એ વિતૃષ્ણાને જ સાધારણ રીતે વિરાગ કહે છે. એ વૈરાગ્ય એ પ્રકારના હેાય છે : (૧) સાધ્ય અને (૨) સિદ્ધ. ત્યાં સાધ્યુ વૈતૃણ્ય વા વૈરાગ્ય ભૂમિકાક્રમથી ત્રણ પ્રકારના છે: (૧) યતમનસંજ્ઞા (૨) વ્યતિરેભંજ્ઞા અને (૩) "દ્રિયસંજ્ઞા, રાગદ્વેષાદિના જ્ઞાનપૂર્વક વૈરાગ્યના સાધનરૂપ દોષદશનાદિનું જે અનુષ્ઠાન કરવામાં આવે છે, અર્થાત્ ચિત્તમાં રહેનારા રાગાદિને પકવ કરવા માટે દોષદશનાદિમાં કરાતે આરંભ્રયત્ન તે યતમાનસંજ્ઞા વૈરાગ્ય કહેવાય છે. તથા વૈરાગ્યની આ ભૂમિકાને પણ્ યતમાનસંજ્ઞા કહેવાય છે. એ ભૂમિકાની સિદ્ધિ અનંતર આ ઇંદ્રિયના જય થયા છે અને આટલી ઇંદ્રિયાના જય બાકી છે, અથવા આટલા કષાય પકવ થયા છે અને આટલા પકવ થવાના બાકી છે, એ પ્રકારના વિભાગરૂપ વ્યતિરેકનું અવધારણ કરવું તે વ્યતિરેકસંજ્ઞા ભૂમિકા છે. રૂપ, રસ વગેરે ખાઘેન્દ્રિયના વિષય વિષે રાગાદિકના ક્ષય થયા પછી માત્ર મનરૂપ એક જ ઇંદ્રિયના માનાપમાનાદિ વિષય વિશે રહેલા · રાગદ્વેષાદિના જ્ઞાનપૂર્વક કરાતા ક્ષય તે એકેદ્રિય સંજ્ઞા ભૂમિકા છે; અથવા ઇંદ્રિયાની મહિસુ`ખ પ્રવૃત્તિ કરાવનાર કષાય પક્વ થયા પછી તે મનરૂપ એક ઇંદ્રિયને વિશે જે ઔત્સુકય રહે છે, તેના પકવ કરી ક્ષય કરવા તે એકેન્દ્રિય સંજ્ઞા ભૂમિકા છે. આ ત્રણ પ્રકારની ભૂમિકાવાળા વૈરાગ્યની સિદ્ધિ થયાથી પરિણામે સિદ્ધા વસ્થાવાળી વિતૃષ્ણા થાય છે, જે શીકારસંજ્ઞા વિતૃષ્ણા કહેવાય છે. જ્યારે વિષયમાત્ર પેાતાને અધીન થાય અને પેાતાની છે કે આનુશ્રવિક કોર્ટ પણ વિષય પ્રતિ અધીનતાં ન રહે ત્યારે એવી વિસ્તૃષ્ણાને વશીકારસંજ્ઞા કહેવાય છે.
આરંભના વિષયનું સાન્નિધ્યે થયે સાધકની ઇંદ્રિયા ક્ષેાભ પામી તે પ્રતિ પ્રવૃત્તિ કરવા જાય છે, તેમને દોષદશનાદેિથી વિરક્તિ ઉત્પન્ન કરી તેમ કરતી અટકાવાય છે. એ અવસ્થાનું પ્રતિપાદન કરતાં શાસ્ત્રમાં વિવિત્તવેષીનાન‘ વિષયમાં દોષ દર્શીનથી વિરક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org