________________
૧૪
પ્રશમરતિ વિવેચન સહિત નહિ, ભળતું પણ ન બેલે. તેથી સર્વથા અસત્યથી વિરત થયેલ તેવા મોટા માણસને અને સંસારભયથી બીધેલાને માટે આ સ્વરૂપકથન છે એમ સંબંધ ઉપરથી જણાય છે.
પરધન–પારકું ધન. જેને હવે બ્લેક માકેટીગ કહે છે તે પડાવી લીધેલ સર્વ પ્રકારના અદત્તની અત્રે વાત છે. એમાં રાજ કે કસ્ટમ્સને અંગે તે એ અસત્ય ન જ બેલે, સાચી વાત છુપાવે નહિ, પણ કઈ બાબતમાં અસત્યને અવકાશ ન આપે. કાળા બજાર પિોતે કરે નહિ અને કરનારને સારા માને નહિ, ઇન્કમટેક્ષ સંબંધી ગોટા ન વાળતાં સાચેસાચી વાત પોતાની આવકને અંગે કરી દે અને દારૂ–એક્સાઈઝ જેવી બાબતમાં પૈસા રાખવા કે પારકા પડાવી લેવાને સંકલ્પ પણ ન કરે, તે સાધુ પુરુષથી જ બને તેવું ત્રીજુ મહાવ્રત છે. શ્રાવક તે અણુવતી છે, પ્રમાણમાં તેને ત્યાગ મર્યાદિત છે અને તેથી જ શ્રાવકોને અણુવ્રતધારી કહેવામાં આવે છે. પણ જે માણસનું અહીં વર્ણન કરીએ છીએ તે પારકા ધનનો સર્વથા ત્યાગ કરનાર છે.
મિથન–સંગ કરવાની પુરુષને અને પુરુષસંગ કરવાની સ્ત્રીને ઇચછા, અને નપુંસકને તે બંનેને ભેગવવાની ઈચ્છા તે મૈથુન અથવા મેહણ. “gorો વેમ એ શું વ્રત છે, બ્રહ્મચર્ય છે. આમ તિર્યંચ સાથે મૈથુન ભોગવવાને અથવા હસ્તદેવને અને સૃષ્ટિવિરુદ્ધ કૃત્ય એમ સર્વ પ્રકારના મૈથુનને સમાવેશ થાય છે. આ સર્વને ત્યાગ કર અને અખલિત બ્રહ્મચર્ય પાળવું તે શું વ્રત છે. એ સાધુપુરુષને હોય છે. શ્રાવકને સ્વદારાસંતેષ એટલે પિતાની સ્ત્રીમાં સંતેષ રાખવો એ એક ગુણ છે, અણુવ્રત છે; ચોથું અણુવ્રત આ રીતે સંભવે છે. પાંચમું પરિગ્રહવ્રત તે ઈચછાને નિરોધ અને આ કાળમાં છ રાત્રિભેજનવ્રત એમ છ વ્રત મૂળ-મહાવ્રતની વાત કરી. આ પુરુષને જે વિચારણું થાય તે આગળ બાસઠમા અને ત્રેસઠમાં લેકમાં કહેવામાં આવશે. તેવી યોગ્ય પ્રકારની મનુષ્યભવને સફળ કરનારી ચિંતા કરવા પહેલાં તે વિચારણા કરનાર કેવા ગ્ય પુરુષે હોય છે તેની હાલ વિચારણા ચાલે છે. હવે આપણે ઉત્તર ગુણે તરફ વળી જઈએ.
નવકેટિઉદ્દગમશુદ્ધઉછમાત્રયાત્રા–અહીં આહાર વિશુદ્ધ લેવાની વાત છે. નવકેટિનું અન્ન વર્ણન કરીએ. કેટિ એટલે અસ્રાની ધાર, આવી નવ પ્રકારની કેટિથી વિશુદ્ધ થયેલ આહાર લે, તે, યાત્રાએને સંસ્કૃતમાં શરીરયાત્રા કહે છે. ઉછ એટલે “વીણવું તે.”
આ સંસ્કૃત શબ્દ છે. નવકેટિવિશુદ્ધ એટલે નવપ્રકારે શુદ્ધ આહાર. એ નવ પ્રકાર પ્રથમ વિચારીએ. પિતે અન્ય જીવને ન મારવા, અન્ય પાસે ન મરાવવા અને મરનાર કે મરાવનારની અનુમોદના ન કરવી–તે પ્રથમની ત્રણ કટિ સમજવી. પિતે ખરીદ કરવું નહિ, બીજા પાસે ખરીદ કરાવવું નહિ અને ખરીદનાર કે ખરીદાવનારની પ્રશંસા ન કરવી તે બીજી ત્રણ કટ થઈ. એટલે છ કટિ (વિભાગ) થયા. પિતે રાંધવું નહિ, બીજા પાસે રંધાવવું નહિ અને રાંધનારને સારા જાણવા, પ્રશંસવા, અનુમોદવા નહિ એ ત્રીજી કોટિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org