________________
૧૧૮
પ્રશમરતિ વિવેચનસહિત ગમ્યું હોય, જે સંસાર પર પ્રેમ આવતો હોય તે આ રાગદ્વેષને પંપાળવા, નહિ તે એના પર સંયમ કરો, એના પર અંકુશ રાખો અને તેમને માર્ગ ન આપે, કારણ કે સંસાર વિસ્તારનું એ પરંપરાકારણ છે. જેમ સંતતિ ચાલે, જેમ વંશવેલે વધે તેમ સંસારનો વંશવેલે રાગદ્વેષથી વધે છે. એટલે આ રાગદ્વેષને બરાબર ઓળખવા અને સમજવા જ રહ્યા; એમને વિજય કેમ થાય તે આ જ ગ્રંથમાં આગળ સુરતમાં બતાવવામાં આવશે. આપણે આ હેતુઓને પ્રાપ્ત કરીને જે બાંધીએ તે કર્મ, એને ઓળખવાને આ સર્વ પ્રયાસ છે. - કમ–આપણે જે કાંઈ ક્રિયા કરીએ, વચન બેલીએ અથવા કાયાને હલાવીએ ચલાવીએ તે વખતે કર્મબંધન થાય છે. કર્મ શું છે, કેવાં છે? પગલિક છે. તે માટે મારે કર્મસંબંધી લેખ જુઓ. આ સંસાર કર્મમય છે, કર્મથી ભરેલ છે, કર્મ સ્વરૂપ છે અને સંસાર અને કર્મને કાંઈ તફાવત નથી. આ રીતે સંસાર એટલે કર્મમયતા જ છે એમ સમજવું. એ સંસારને છેડે લાવ હોય તે કર્મ ઉપર સામ્રાજ્ય મેળવવું, એટલે કર્મ ન કરવાં, ન થવા દેવાં, હોય તેને જોગવી લેવાં અને કર્મથી મુક્ત થવું. અહીં સંગ, વિયેગ, મરણ, પૈસાની આક્ત વગેરે અનેક પ્રકારનાં દુખે થાય છે તે સંસારને - કારણે થાય છે, તેથી રાગદ્વેષ ઉપર તેમને આધાર રહે છે. કારણ કે વિષયે પિતે સારા
કે ખરાબ નથી, પણ તેને અંગેને રાગ અથવા હેવ તેમને સારા અથવા ખરાબ બનાવે છે. અને વિયેગ, ધનનું વાવું, મરણ, શેક વગેરે જે આ સંસારમાં દુઃખ થાય છે તેનું કારણ કર્મ છે અને કર્મો રાગદ્વેષથી બંધાય છે.
ભવસંતતિ–સંસારવિસ્તાર, સંસારપરંપરા. એનું મૂળ કારણ રાગદ્વેષ છે, કારણ કે રાગદ્વેષથી કર્મ ચીકણું થાય છે. એટલે કારણનાં કારણ તરીકે જોતાં આ સંસારની પરંપરા જે ચાલે છે તે સર્વનું મૂળ રાગદ્વેષ છે. રાગદ્વેષ પર વિજય થાય એટલે આ આખી સંસારપરંપરા નકામી થઈ જાય છે, એ રીતે ભવસંતતિને છેડે આવી જાય છે અને પ્રાણી મુક્તિમાં જાય છે. મુક્ત પ્રાણને કઈ કમ રહેતું નથી અને લાગતું પણ નથી. તેથી આ સંસારપરંપરાનું મૂળ રાગદ્વેષ છે તે બરાબર સમજી લઈએ. રાગદ્વેષ ન કરવા અને તે કરવાને પ્રસંગ આવે તે સંયમ રાખ. આને માટે શો ભાગ લે તે આ ગ્રંથમાં બતાવવામાં આવશે. 1 ઉપાય
एतदोषमहासञ्चयजालं शक्यमप्रमत्तेन ।
प्रशमस्थितेन घनप्युद्वेष्टयितु निरवशेषम् ॥५८॥ અથ–આ દોષના મોટા સંચય (એકઠા કરવા)રૂપ જાળાને અપ્રમત્ત તથા પ્રથમ રસમાં સ્થિત થયેલે મૂળથી ઉછેરી શકે છે, નાશ કરી કાપી નાખે છે. (૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org