________________
કષાયો અને વિષયો કરી શકે છે તેનું અત્ર વર્ણન છે. તેને સાધનારા માણસે કેવા છે એનું પ્રથમ ઓળખાણ કરાવીએ..
- નિબંધકારણ. કર્મનું મૂળ કયાં છે તે પ્રથમ શોધવું જોઈએ. આપણે જાણીએ છીએ કે કર્મ પિતે તે પૌગલિક છે, વિષયે અજીવ છે અને આપણે તે પર રાગદ્વેષ જ આ સંસારનું કારણ છે. આ વસ્તુને જે પ્રાણીઓ સમજ્યા છે તેઓ કર્મને સમજી ગયેલા છે. તેવા માણસનું અહીં ઓળખાણ કરાવે છે. આપણે જે સારી સોબતમાં હેઈએ તે બધાં વાનાં સારાં થાય; આવા માણસે આપણને કર્તા ઓળખાવે છે. એવાની સોબત થાય તે વધારે સારું. એમની પાસેથી જાણવા-સમજવાનું ઘણું મળે અને તેમને અનુસરવાનું આપણને મન થાય.
- છેદન-ઘાત, નાશ. આપણે રાગદ્વેષાદિ મને વિકારને ઓળખ્યા. તે (કર્મ) સુખ આપે, તે તે પણ અસ્થાયી અને ટૂંક વખતનું છે અને તેનું મૂળ રાગદ્વેષમાં છે એટલે આપણે વિચાર જરૂર એને નાશ કરવાનું થાય. આવા મને વિકાર કરવા યોગ્ય નથી એટલે બુદ્ધિશાળી, વિચક્ષણ માણસ એમને આશ્રય ન જ કરે, પણ એમને નાશ કરવાને વિચાર કરે અને તેમનાથી દૂર નાસે. અહીં પ્રથમ તે એમને ઘાત કરનાર માણસે કેવા હોય તે બતાવે છે. પછી તેને ઉપાય આપણે વિચારશું. કોઈ કામ કરવું હોય તે કેવા માણસે તે કરી શકે, તે પ્રથમ જાણવું જોઈએ. એ રાગદ્વેષ કાંઈ કાચાપોચા કે જેવાતેવા નથી. એ વિકારે પણ પૌગલિક હોઈ, આપણા પર બરાબર સામ્રાજ્ય કરનારા છે. તેથી સંભાળપૂર્વક અહીં તેમને નાશ કરનારા માણસના સંબંધમાં વિવેચન કર્યું છે તે આપણે જાણી લેવું જોઈએ.
દર્શનચારિત્રતપસ્વાધ્યાયધ્યાનયુક્તઃ–આ માણસ અર્થાત તેને રાગદ્વેષને નાશ કરનાર પ્રથમ તે દર્શન, ચારિત્ર, તપ અને સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત હોય. એ કામ કાંઈ રંજીપંછથી થઈ શકે નહિ. એની પહેલી શરત એ છે કે એને નાશ કરવા ઉક્ત થયેલે માણસ દર્શન, ચારિત્ર, તપ અને સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત હોય. એટલે જે આ કામ કરવા તૈયાર થયા હોય તેમણે આ પાંચે બાબતમાં જોડાવું ઘટે. - દશનચારિત્ર–તત્વશ્રદ્ધાની રાખનાર માણસ દર્શનયુક્ત કહેવાય છે અને તેને તત્વને) બરાબર યથાસ્વરૂપે ઓળખનાર માણસ જ્ઞાનયુક્ત અથવા જ્ઞાનવાન ગણાય છે. ચારિત્રના અનેક પ્રકાર છે. હરિભદ્રસૂરિ પિતાની આ લેક પરની ટીકામાં કહે છે કે પાંચ પ્રકારના ચારિત્રવાન પ્રાણુ આમાં વર્ણવેલ છે. એ પાંચ પ્રકારના ચારિત્રમાં સામાયિક પ્રથમ, પછી છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસંહરાય અને પાંચમું યથાખ્યાત ચારિત્ર, એમ પાંચ પ્રકારના ચારિત્ર સમજવા, સમતાને લાભ થાય તે પ્રથમ સામાયિક ચારિત્ર. એ સાધુને પ્ર. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org