________________
કષાયો અને વિષયો
૧૧૯
વિવેચન~~આ રાગદ્વેષથી થયેલા દોષને દૂર કરવા હોય તે તે થઈ શકે તેમ છે. તેમને અપ્રમત્ત એટલે અપ્રમાદી માણસે (સાતમે ગુણુસ્થાનકે) અને પ્રશમરસમાં નિમગ્ન થયેલા માણસા દૂર કરી શકે. આ દોષના સંચયને [એકઠા થતાં જોઈને ગભરાવાનું નથી, પણ] તે અપ્રમાદી માણસા-સવ મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રાના પરિહાર કરનાર માણસા—અને પ્રશમમાં સ્થિત એટલે રહેલા માણસો જ દૂરી કરી શકે તેમ છે. એટલે આટલા મહાન દોષાના સર્ચય થયા. કરે છે, તેથી ગભરાવાનું કારણુ નથી. જે માણસે અપ્રમાદી હાય અને પ્રશમભાવમાં રહેલા હાય તે આ સવ દોષના જાળાને કાપી શકે છે, પશુ તે અપ્રમત્ત અવસ્થામાં વર્તનાર, સંસારના ત્યાગી, સર્વ વિરતિભાવને આદરનાર અને પ્રશમભાવમાં, રહેલા મુનિ અથવા એવા પ્રકારના માણસે જોઇએ. અપ્રમાદી રહીને અને પ્રશમભાવમાં આવીને આ કષાયો પર અને રાગદ્વેષના જે અનેક પ્રાદુર્ભાવા છે તે પર વિજય મેળવવાના છે અને મેળવી શકાય તેવું હાથમાં જ છે. એટલે દાષાની સંખ્યા, અને વિવિધતા જોઈને ગભરાઈ જવા જેવું નથી, પણ તે પર વિજય મળે તેના રસ્તા શેાધવાનું કાર્ય કરવાનું છે. એમને એમ એસી રહેવાથી દોષસંચય પર વિજય થતા નથી. આમ દોષસંચયને તદ્ન દૂર કરવાની મુખ્ય વાત કરી અને તેને દૂર કરનાર માણસ કેવા હાય તે બતાવ્યું. આપણે પશુ દોષસ'ચય નિવારવા માટે તેવા—તેમાં વણુ વેલા માણસ જેવા થવાની જરૂર છે.
અપ્રમત્ત—અપ્રમાદી. પ્રમાદના પાંચ વિભાગ છે : મદ્ય, વિષય, કષાય, વિકથા અને યાગ. આ પાંચે પ્રકારના પ્રમાદના ત્યાગ કરનાર એટલે દારૂ ન પીનાર હાય, વિષયકષાયમાં આસક્ત ન હેાય, વિકથા ન કરનાર હાય અને મન-વચન-કાયાના યોગા પર સંચમ રાખી શકતા હાય, તેવા માણુસ આકરામાં આકરી દોષાની જાળને પણ વીંધી શકે છે. એટલે આપણું કામ અત્ર વધુ વેલા સાતમે ગુણસ્થાનકે રહેલા અપ્રમત્ત યતિ જેવું હોવું જોઈએ. અપ્રમત્ત યંત્ર કેવું હાય અને કેવી રીતે ગતિ કરે તે માટે જુએ ઉપમિતિભવપ્રપંચા કથા, ત્યાં અપ્રમાદ યંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રશમસ્થિત—એટલે પ્રશમરસમાં ભગવાન પેઠે જામી ગયેલા. ભગવાનનું વર્ણન આપણે વાંચીએ છીએ કે તે પ્રશમરસમાં નિમગ્ન છે. એવી શાંતિ જોઈએ. જેને ઉકળાટ, ઉચાટ કાંઈ ન હેાય તે દોષસ ચયને મૂળથી કાઢી નાંખવા હિં...મત ધરી શકે. આપણે તેવા અપ્રમાદી અને પ્રશમસ્થિત થવું જોઇએ અને મનાવિકારને માર્ગ આપવે! ન જોઇએ.
ઘનસ્—આવી ગહન જાળ જે કર્મની છે તેને મૂળથી ઉકેલવા અને તેને નાશ કરવા આવા પ્રકારના અપ્રમત્ત અથવા પ્રશમસ્થિત માણસા શક્તિમાન થાય છે. એટલે દોષસ ચય ઉપર નજર ન રાખવી, પણ તેના નાશ કરનારા જગતમાં પડ્યા છે અને આપણે તેવા યાગ્ય પ્રયત્નથી થઈ શકીએ છીએ અને નીચે બતાવેલી વિચારણા કરી શકીએ છીએ તેમ ધારવું. આ સત્યવાર્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org