________________
૧૧
પ્રશમરતિ વિવેચન સહિત શુભાશુભ વિષયના ભોગ વખતે રાગ
यस्मिनिन्द्रियविषये शुभमशुभं वा निवेशयति भावम् ।
रक्तो वा द्विष्टो वा स बन्धहेतुर्भवति तस्य ॥५४॥ અથ–બજે કઈ ઇંદ્રિયના વિષયમાં સારે અથવા ખરાબ ભાવ ધારણ કરવામાં આવે છે તે રાગયુક્ત અથવા શ્રેષયુક્ત હેવાથી તે પ્રાણીને બંધહેતુ થાય છે.” (૫) - વિવેચન—ઇંદ્રિયના વિષય ઉપર સારે ભાવ રાખે છે તે રાગથી તેમાં આસક્ત થાય છે અને ખરાબ ભાવ રાખે તે શ્રેષથી તેમાં તિરસ્કારભાવ જાગે છે; રાગદ્વેષથી કર્મબંધ થાય છે. એટલે ઈદ્રિયના વિષયેનું કારણ રાગદ્વેષ છે. તે રાગદ્વેષ સર્વ બંધહેતુકર્મબંધનું કારણ થાય છે. આપણે જોયું કે વિષયે પિતે ખરાબ કરનારા કે સારું કરનારા નથી, પણ તેના ઉપર જે પ્રકારની નજર આસકિત-અનાસકિત અથવા રાગદ્વેષ રાખવામાં આવે છે તે સંસારનું–કર્મબંધનું કારણ થાય છે. શ્રીસિદ્ધર્ષિ મહારાજની બનાવેલ કથામાં કેઈપણ ઇંદ્રિયને વિષય પિતે રખડાવનાર નથી એમ આપણે જોઈ ગયા છીએ, પણ એમાં આસક્તિભાવ જ દુનિયામાં રખડાવનાર છે તે આપણે ત્રીજાથી માંડીને સાતમા પ્રસ્તાવ સુધી જોયું છે. એ સર્વ સારી રીતે વાંચવાની અને એને આશય સમજવાની જરૂર છે.
નદિવર્ધન સંસારમાં રખડ્યો, તે વૈશ્વાનરની સેબતે બગડથો એમ આપણે ત્રીજા પ્રસ્તાવમાં જોયું. અને ચેથા પ્રસ્તાવમાં રિપુદારણ તરીકે સંસારી જીવ થાય છે, ત્યાં પણ તેની રસનાલેલુપતા આડી આવે છે. પાંચમા પ્રસ્તાવમાં સંસારી જીવ વામદેવ થાય છે, ત્યાં પણ રસનાઆસતિનાં ફળે તે અનુભવે છે. અને છઠ્ઠા પ્રસ્તાવમાં ધનશેખર ઘાણમાં આસકિત બતાવે છે અને સાતમાં પ્રસ્તાવમાં અમૃતદર સંસારી જીવ છે ત્યાં પણ ચક્ષુરિંદ્રિયને વશ એ પડી જાય છે અને છેવટે આઠમા પ્રસ્તાવમાં એ ગુણધારણ થાય છે, ત્યાં પણ એ શ્રોત્રમાં આસકિત બતાવે છે. એટલે વિષમાં આસકિત અથવા એમાં રસ લે તે કર્મબંધનું કારણ છે અને દ્વેષ ધરે તે પણ કર્મબંધનું કારણ છે.
શુભમશુભ એટલે વસ્તુ પર સારે અથવા ખરાબ ભાવ રાખ તે. રાગદ્વેષ એનું કારણ છે. રાગથી અમુક વિષય તરફ ખેંચાણ-આકર્ષણ થાય છે અને શ્રેષથી એ વસ્તુનો કે વિષયને પ્રતિકાર થાય છે અને તેના તરફ તિરસ્કાર છૂટે છે. રાગને વ્યવહારથી અત્ર શુભ ભાવમાં ગણુ અને શ્રેષતે અશુભ ભાવમાં જ છે એટલે એને અશુભ ખરાબ ગણવો.
રક્ત વા દ્વિચ્છે વા–રાગયુક્ત અથવા શ્રેષયુક્ત. ખરી રીતે વિષયે પિતે સારા કે ખરાબ નથી, પણ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે રાગદ્વેષ આપણી આસક્તિ કે અનાસક્તિનાં કારણ હોવાથી તે અનુકૂળ અથવા પ્રતિકૂળ–સારા અથવા ખરાબ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org