________________
૧૦.
પ્રશમરતિ વિવેચન સહિત સ્થાયી–સ્થિર ન હોવાથી આપણું પ્રેમને લાયક પણ નથી. જે આજે તિરસ્કારને યોગ્ય હેય, અને થોડા વખતમાં વહાલી લાગે, તેના ઉપર કે ડાહ્યો માણસ પ્રેમ કરે, કે તિરકાર કરે? કે ઈ મેલ જેવી વસ્તુ હોય, જે સર્વ કાળ એકસરખી રહે, તેની વાત જુદી છે. આ તે ઇન્દ્રિયના વિષયે રહ્યા! તે નક્કીપણે વહાલા હેય, તે વહાલા રહેતા નથી, કોઈ કાળે અથવા ઉંમર થતાં તે તરફ પ્રેમ થતું નથી અથવા ટકો નથી. માટે એવા વિષયે વહાલા કે દવલા છે એમ હંમેશને માટે માનવાગ્યા નથી અને આપણા પ્રેમ કે દ્વેષને તે પાત્ર નથી. (૫૨) પરવિષયોથી થતે કમબંધ
रागद्वेषोपहतस्य केवलं कर्मबन्ध एवास्य ।
नान्यः स्वल्पोऽपि गुणोऽस्ति यः परत्रेह च श्रेयान् ॥५३॥ અથ–“રાગદ્વેષથી તિરસ્કારાયેલા એને (એ પ્રાણીને) માત્ર કર્મબંધ જ થાય છે. તેને એનું કામ સુધરે એ આ ભવમાં કે પરભવમાં જરાસરખે પણ ગુણ થતું નથી.” (૫૩)
વિવેચન—ઉપહત-એને શબ્દાર્થ તિરસ્કારાયેલે એ થાય છે. રાગદ્વેષથી આ ઉપર વર્ણવેલા સર્વ વિષયે જાગે છે અને રાગદ્વેષને લીધે આ પ્રાણી તિરસ્કારને પામે છે, હેરાન પરેશાન થઈ જાય છે અને દુઃખનાં પોટલાં થઈ જાય છે. ઉપહત એટલે તિરસ્કારાયેલે અથવા તેનાથી ઈજા પામેલે આ પ્રાણી વિષયે તરફ વારંવાર જાય છે. આ રાગદ્વેષ પ્રાણુને મારીને એને હેરાન પરેશાન કરે છે અને એને હેરાન હેરાન કરી તેને ઈજા કરે છે, એટલે રાગદ્વેષથી આ પ્રાણ ઈજા પામેલ છે. એ અર્થમાં રાગદ્વેષ એના મિત્ર થઈ, સાથે રહી, શત્રુનું કામ કરે છે. તેથી રાગદ્વેષ જેનાં કારણે છે, તેવા ઇંદ્રિયના વિષયને ભોગવી છૂટા થવા કરતાં, તેને તાબે જ ન થવું અને તેના પર સંયમ રાખે એ લાભકારક વસ્તુ છે.
કમબંધ–રાગદ્વેષથી કર્મ બંધાય છે, અને તે જરૂર ભેગવવા પડે છે, તે વખતે હજારે વિચાર આવે અને મનમાં ખેદ થાય, તે નકામે છે. રાગદ્વેષ કર્મબંધનાં કારણે છે. આપણે શું તે જણાશે કે દેવેન્દ્રસૂરિ પિતાના કર્મગ્રંથની શરૂઆતમાં જ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર કર્મબંધનાં કારણો કહે છે. રાગદ્વેષ એ ચારેમાં ભરેલા હોય છે અને કર્મોદય વખતે તે જેવા કર્મો બાંધ્યા હોય તેવાં ઉદયમાં આવે છે. એટલે આ રાગદ્વેષથી તે નકામે કર્મબંધ જ થાય છે. કર્મબંધ વખતે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર બાબત મુકરર થાય છે, પણ કર્મબંધનાં કારણેમાં રાગદ્વેષને ગણાવ્યાં છે. રાગદ્વેષ જે શત્રુભાવે કામ કરી રહ્યા છે, તે નફામાં આ કર્મબંધ મૂકી જાય છે, એટલે રાગદ્વેષ એ કર્મબંધનું ખરું કારણ છે અને તેનાથી લાભ થતું હોય તે સંસારમાં ભટકવાને
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org