________________
પ્રશમરતિ વિવેચન સહિત ખરાબ પણ નથી, પણ માણસ કે પ્રાણી તેને પિતાની મતિકપના અનુસાર સારા અથવા ખરાબ ધારે છે, શુભ અથવા અશુભ ગણે છે.
મતિક૯પના પ્રમાણે અમુક માણસો એક વિષય તરફ રાગના આકર્ષણથી રાચે છે, તે જ વિષયને બીજા કેટલાક માણસે દ્વેષથી ખરાબ-અશુભ ધારે છે, એટલે મતિકલ્પના જ વિષયને સારે અથવા ખરાબ બનાવે છે, એને સારા કે ખરાબ, શુભ કે અશુભ બનવાનું કારણ મતિકલ્પના જ છે. વિષય તે પૌગલિક હોઈ, તે પિતે સારા કે ખરાબ હેતું નથી, પણ જેવા સંયોગોમાં પ્રાણી મૂકાયેલું હોય, તે પ્રમાણે તેને સારી કે ખરાબ કપે છે. આ પાંચે ઇંદ્રિયના વિષે માટે સમજવું અને આ નિયમ સર્વકાળ માટે લાગતું નથી. આજે જે વિષય સારે લાગે તે જ વિષય પાંચ દિવસ પછી કે કોઈ પણ કાળે અશુભ કલ્પાય. વિષયે અશાશ્વત છે અને તે પિતે અજીવ હોઈ સારા કે ખરાબ શુભ વા અશુભ જાતે સ્વતઃ સ્વયં છે જ નહિ, આપણી કલ્પના જ તેને સારા કે ખરાબ અમુક કાળે અને અમુક કાળ માટે બનાવે છે.
તમેવ—તે જ વિષયને બીજી પ્રાણીઓ દ્વેષથી અશુભ ધારે છે અથવા તેના તરફ દ્વેષ કરે છે. વિષયે પૌદૂગલિક છે અને આજે સારા લાગે, તે જ થેડા વખત પછી ખરાબ લાગે એવું પણ બને છે. અને વર્તમાનકાળે થોડાએક મનુષ્ય અથવા મનુષ્યનો વિભાગ જેને સારા માને, બીજો વિભાગ અત્યારે તે ઉપર દ્વેષ કલ્પે એ પણ બને તેવી વાત છે. આ બધી કલપના પર વાત છે અને કલ્પના સંયેગાનુસાર ફર્યા જ કરે છે. (૧) કઈ વસ્તુ ખરી રીતે ઈષ્ટ નથી કે અનિષ્ટ નથી–
तानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य ।
निश्चयतोऽस्यानिष्टं न विद्यते किञ्चिदिष्टं वा ॥५२॥ અથ_“તે જ વસ્તુઓન–અર્થોને દ્વેષ થાય છે, તે જ પદાર્થોને આશ્રય કરીને તે સારા લાગે છે, તેથી નિશ્ચય કરીને (આ દુનિયામાં) પાકે પાયે કઈ વસ્તુ આપણને હંમેશને માટે ન ગમે તેવી અને કઈ વસ્તુ વહાલી–પોતાને સારી હોય એવું નથી.”(૫૨)
વિવેચન-તાવ-તે જ અર્થો. એટલે ઇન્દ્રિયના વિષયે જેને આજે છેષ કરવામાં આવે છે, તે જ અર્થો-પદાર્થો વસ્તુઓ. આમાં વિષયે બદલાતા નથી. પણ પિતાના સંયોગો બદલાય છે, તેથી પ્રાણુ જે વિષયે તરફ આજે દ્વેષ કરે છે તેને જ આવતી કાલે વખાણે છે. એટલે પાકે પાયે (નિશ્ચયથી) તે વસ્તુ જાતે ખરાબ કે સારી – શુભ કે અશુભ નથી, પણ શુભ-અશુભપણાની આપણી કલ્પના જ છે. આપણે આ વિનશ્વર વિષને જેવા કલ્પીએ તેવા તે થાય છે. એ તે પૌગલિક હેવાથી અજીવ છે એટલે એ સ્વતઃ સારા કે ખરાબ હોતા નથી, પણ આપણી મતિકલ્પનાથી આપણે તેને સારા કે ખરાબ ધારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org