________________
કષાયો અને વિષયો જ થાય છે, બીજે કઈ પ્રકારને લાભ નથી. ઇંદ્રિયના વિષયે ભેગવવાના નફામાં કર્મબંધ માત્ર જ થાય છે. તે કર્મબંધ ઉપર માદકનું દૃષ્ટાંત ત્યાં કર્મગ્રંથમાં આપ્યું છે તે ગુરુગમથી સમજી લેવું. અત્રે પ્રસ્તુત વાત એ છે કે ઇન્દ્રિયના વિષયેથી કાંઈ લાભ થતું હોય તે તે માત્ર કર્મબંધને જ છે. આપણે વિષય સેવીને માત્ર વિષયનું ક્ષણિક સુખ જોગવીએ છીએ. પણ કર્મબંધ જરૂર થાય છે, એ પણ સાદી નજરે સમજી લેવું જોઈએ.
' - સ્વ .પિ–જરા પણ, એ વિષયથી જરા પણ લાભ થતું નથી, પણ કર્મબંધ થાય છે અને તે કર્મ ભેગવવાં જ પડે છે. પ્રાણએ કર્મ બાંધેલા હોય તે ભગવે જ છૂટકે છે. એમાં જરા પણ ગેટ ચાલે તેમ નથી. માટે ઇંદ્રિયના વિષયથી જરૂર કર્મબંધ થાય છે. કર્મબંધ બાંધતી વખતે ચેતવું નહિ અને કર્મના ઉદય વખતે કકળાટ કરવો કે શરમાવું કે વિચારમાં પડી જવું, એ ડહાપણને માર્ગ નથી. કરેલાં કર્મ ઉદયમાં આવે ત્યારે માણસ ગમે તે સ્થિતિમાં હોય તેમને જરૂર જોગવવાં જ પડે છે.
પરહ–પરભવમાં કે આ ભવમાં એની કઈ બીજી સારવાર થતી નથી. માણસ કામ કરે તે લાભ માટે કરે છે, પણ ઇંદ્રિયના વિષયોમાં લાભને સવાલ જ નથી. ત્યાં તે આ ભવમાં કે પરભવ માટે કર્મ બંધ થાય છે. એ જ માત્ર વિષયસેવનનું પરિણામ છે. આ કર્મબંધ નિબિડ એટલે આકરે થાય છે અને કર્મ ઉદયમાં આવે ત્યારે તેમને ભેગવવાં જ પડે છે. આ કર્મબંધ કઈ માણસની કે વસ્તુની શરમ રાખતું નથી, એ તે કર્માનુસાર ફળ આપે છે. આ રાગદ્વેષનું પરિણામ છે. તમારે સંસારમાં રખડવું હોય તે વિષને સેવે, બાકી એનાં ફળ ભેગવવાને વખત આવે, ત્યારે ગ્લાનિ કે દુઃખ દેખાડવું એ તે અર્થ વગરની વાત છે. કર્મરાજા કેઈની શરમ રાખતા હોય એમ જાણ્યું નથી. ખુદ તીર્થંકર જેવાને પણ કમ તે ભોગવવાં જ પડે. માત્ર પ્રદેશદયથી કોઈ કોઈ કર્મ જોગવાઈ જાય, પણ કર્મનાં ફળે તે ભેગવવા જ પડે, અને ભગવતી વખતે નિઃસાસા નખાવે. એટલા માટે, આ સંસારમાં, આ ભવમાં અને પરભવમાં એ વિષયે શ્રેયકારી થતા નથી, એટલે એ ભેગવવા જ પડે છે અને પછી તે પર વિચાર કરે તે ઘણું મોડું થઈ પડે છે અને ભેગાવળી કર્મના ઉદય વખતે રડાવે તો તેથી ગભરાવું ન ઘટે, કારણ કે કર્મ કઈ (અગાઉને) વખતે આપણે પિતે જ બાંધેલ હોય છે. - ગુણે-અહીં લાભના અર્થમાં વપરાયેલ છે. એનાથી કાંઈ લાભ નથી, અને કર્મ બંધને લાભ ગણવે એના જેવી એકે ભૂલ નથી. એ તે સંસારમાં રખડાવનાર છે અને હેરાન કરી દુઃખી કરનાર છે, એમાં કઈ પ્રકારને મહત્વને લાભ નથી. કર્મબંધ જરૂર થાય છે અને સંસારમાં આંટા મરાય છે. એ જે ન કરવું હોય, અથવા એમ જ ન થવા દેવું હોય તે શું કરવું યોગ્ય છે તે આગળ પર બતાવાશે. (૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org