________________
કષાયા અને વિષા
૧૦૩
ન્યાયની સ્થિતિનું સ્ફોટન કરે છે, વળી નહિ કરવા યાગ્ય અનાચાર તેને વિશે બુદ્ધિને ધારણ કરે છે, વળી અવિરતિને વિશે સ્નેહને વિસ્તારે છે. વળી આ કરવા યેગ્ય (કૃત્ય ) અને ન કરવાયાગ્ય ( અકૃત્ય) આ કામ છે, એવા વિચારના ઉન્નતપણાના નાશ કરે છે, વળી વિપત્તિને આપે છે. માટે ઇન્દ્રિયસમૂહ પાતાને વશ રાખવે, કારણ તે ઇન્દ્રિયસમૂહ સ` દોષાનું સ્થાન છે. આ રીતે સિ ́દૂષ્પ્રકરના ૬૯-૭૨ ચારે શ્લોકો ઇન્દ્રિયક્રમનના વિષયને મજબૂત કરે છે. તમે જૈન વૈરાગ્યશતક કે ઇન્દ્રિયપરાજયશતક વાંચે તે તે એકમતે ઇન્દ્રિયાને નિગ્રહ કરવાની અને, કાંઇ નßિ તે છેવટે તેના ઉપર ચાંપ રાખવાની એને અંગે શ્રાવકને પણ ભલામણ કરે છે.
આપણે ઉપર પાંચ દાખલાથી જોયું કે એક એક ઇન્દ્રિયને વશ પડી જીવ કેટલે દુ:ખી થાય છે. સ્પર્શે°ન્દ્રિયથી હાથી, રસેન્દ્રિયથી માછલું, ધ્રાણે દ્રિય(નાસિકા)થી ભ્રમર, ચક્ષુરિંદ્રિયપરવશતાથી પતંગ અને શ્રોત્ર'દ્રિયપરવશતાથી હેરાન થતાં અને ત્રાસ પામતા હરણના દાખલાએ જોયા. આ તા એક એક ઇન્દ્રિયને પરવશ પડી, આવું દુઃખ પામે છે, તે આપણે મનુષ્ય તા પાંચે ઇન્દ્રિયાને મેકળી મૂકીએ છીએ, તેા આપણા શા હાલ થાય, તે સમજી લેવું. ઇન્દ્રિય સારા વિષયને પણ અશુભ બનાવી દે છે તે હવે પછી જોવામાં આવશે. આવી ઇન્દ્રિયા વડે કામ લેવું, પણ એમને મોકળી મૂકવી નહિ, તેમના પર અકુશ રાખવા અને તેમને નિયમમાં રાખવી. આપણે તેમની મારફત કામ લેવાનું છે, તેટલા ખાતર તેમની સાથે સહાનુભૂતિ રાખવી, પણ તેમને માગ આપવા નહિ અને તે કહે તેમ કરવું નહિ અને સવથી અગત્યનું કારણ મૂળ લેાકમાં આપ્યું છે તે એ છે કે ઇન્દ્રિયવિષયાને જેમ મા અપાય, અથવા સેવાય તેમ તે પુષ્ટ થતા જાય છે અને કદી ધરાતા નથી. આને તેા ઢાખી દેવાના એક જ માગ છે. એને દૃમાવવા અને એને ભૂખ્યા રાખી લાંઘણે ચઢાવવા અને તેમના પર બનતા સયમ કરવેા. સંયમ કરવાથી તે વશ થાય છે, નહિ તે આપણી બુદ્ધિને મહેર મારે, આપણુને ન્યાયમાગ વીસરાવે અને અનેક પીડા કરે તેવી ઇન્દ્રિયા છે, તેની આ લાકમાં ચેતવણી છે. એ નિત્યતરસી ઇન્દ્રિયે તે કઈ કઈ મિલન કામે કરી પ્રાણીને સપડાવે છે. (૪૮) વિષયા ઠેકાણા વગરના છે—
कश्चिच्छुभोsपि विषयः परिणामवशात्पुनर्भवत्यशुभः ।
कश्चिदशुभोsपि भूत्वा कालेन पुनः शुभीभवति ॥ ४९ ॥
અથ કોઈ શુભ વિષય હાય તે પરિણામવશ હાવાથી અશુભ થઈ જાય છે અને કોઈ વખત અશુભ થયેલા વિષય, કાળ ગયા પછી, અમુક વખત પછી, ફરીવાર શુભ થઈ જાય છે.” (૪૯)
વિવેચન—-વિષય પોતે અથવા વિષયથી થયેલું સુખ અનિત્ય છે. આજે વાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org