________________
૧૦૧
કષાયો અને વિષયો સંસારખાડામાં કરવાનાં જ હોય છે. એમાં કડવા અનુભવ વધારે અને અનુકૂળ અનુભવ નહિ જેવા, એટલા માટે ઉપર “બહુશા–અનેક પ્રકારે શબ્દ વાંચવા ગ્ય છે, વાંચીને વિચારવા ગ્ય છે. ઈન્દ્રિય પર સંયમ રાખવાની આ કારણે બહુ જરૂર છે. (૪૭) ઇઢિયે કદી ધરાતી નથી–
न हि सोऽस्तीन्द्रियविषयो येनाभ्यस्तेन नित्यतृषितानि ।
तृप्ति प्राप्नुयुरक्षाण्यनेकमार्गप्रलीनानि ॥४८॥ અથ–“ઈન્દ્રિયને એ કઈ પણ વિષય નથી કે જેને તૃપ્ત કરવાથી ઈન્દ્રિ તૃપ્ત થાય, કારણ તે અનેક માર્ગે બહુ વિષયના માર્ગમાં લીન–આસક્ત થયેલી અને પિતાના વિષયેની વારંવાર આકાંક્ષા કરનારી છે.” (૪૮)
વિવેચન—નિત્યષિતાનિઆ ઇદ્રિ(અક્ષાણિ)નું વિશેષણ છે. એને ગમે તેટલું ખવરાવે કે તૃપ્ત કરે, પણ એ તે સર્વદા ભૂખી અને કેરીધાકોર જેવી હોય છે અને ચાલુ રહે છે. આજે તે એના વિષયે ખૂબ તૃપ્ત થયા અને એ કાલે તે ખાવા નહિ માગે, એવું ઈન્દ્રિયને વિષયના સંબંધમાં કદી બનતું જ નથી. એને તે એના વિષ જેમ જેમ પૂરા પાડે, તેમ તેમ એ ખાઉધરી ઈન્દ્રિયે વધારે વધારે માગે છે, માટે એને નિત્ય તૃષિત એટલે “હંમેશની તરસી” કહેવામાં આવી છે. એની તરસ સંયમથી ઓલાય, પણ એને જેમ તૃપ્ત કરે, એમ તે વધારે માગે અને તરસ જેમ પાણીથી છીપે નહિ તેમ ઈન્દ્રિયે કદી વિષયે એને પૂરા પાડવાથી તૃપ્ત થતી નથી. તેટલા માટે એ સદાયની તરસી ઈન્દ્રિયો માટે નિત્યષિત વિશેષણ સાવ ઉચિત છે. એને જેમ જેમ વિષયે મળે તેમ તેમ એ વધારે ભૂખી અને વિષમાં આસક્ત થતી જાય છે. એના પર સંયમ રાખવો એ જ, એ નિરંતરની તરસી ઇન્દ્રિયને ભૂખી મારવી એ જ, એને સંયમ છે. આપવાથી, વિષ પૂરા પાડવાથી, એ કદી ધરાતી જ નથી, માટે એ નિત્ય તૃષિત ઇન્દ્રિયોને સંયમથી કાબૂમાં રાખવી.
અનેકમાપલીનાનિ—આ ઈદ્રિનું બીજું વિશેષણ છે, એનું વિશેષ અક્ષાણિ છે. અનેક માગે એ દોડનારી અને મનમાં આવે તેમ કરનારી છે, પણ એના સંબંધમાં કઈ ધોરણ નથી, એને તાબે કરવાને રસ્તે કઈ નથી અને અનેક પ્રકારે એ પિતાના વિષને વારંવાર માગે છે, એને કદી ધરપત થતી નથી, અને જેને ધરપત ન હોય, તેને ખવરાવવાથી તે તે અકરાંતિયું થાય, તેની તૃષા કે ભૂખ ભાંગે નહિ અને એ વિષય પુનઃ પુનઃ ભગવતાં કદી તૃપ્તિ થાય જ નહિ. બહુ વિષયમાં ઈદ્રિ આસક્ત હોવાથી તેને
અનેકમાગમલીનાનિ' કહેવામાં આવે છે. હરિભદ્રસૂરિએ તે અસલ પાઠ જ કાયમ રાખે છે અને તેને અર્થ કર્યો છે. જે માગે તે પૂરા પાડવાનું નથી, પણ તેને વિષે જ ન આપવા અને ભૂખી રાખવા અને ઇંદ્રિયે તરફ મન જ ન જાય, તે રસ્તે છે.
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org