________________
કષા અને વિષય છે. ભવ એટલે સંસાર જે પ્રપંચથી ભરેલે છે, તે આ સંસાર શ્રી સિદ્ધર્ષિગણિએ. વર્ણવ્યું છે. તે આખા સંસારનું મૂળ આઠ પ્રકારનાં કર્મો છે. આ રીતે વાત મવતિ શબ્દો પર વિવેચન થયું.
આપણે મેહરાજાનું કે વિષયનું સામ્રાજ્ય માનીએ તે તે સર્વ કર્મના ઉદય ઉપર આધાર રાખે છે એમ સમજવું. કર્મના ઉદય પ્રમાણે ગતિમાં આંટા મરાય છે. અને આપણે આ અગાઉ જોઈ ગયા છીએ કે, ર સા ના ન સા કોળી તે કાળે ન તું કહ્યું કાચા ન મુક : ગરથ ન નીવાડજંતરો . આ જીવ બધે સ્થાને, બધી યોનિમાં જઈ આવ્યું છે અને એવું એક પણ સ્થાન નથી કે કુળ નથી કે જ્યાં આ જીવ અનંતવાર ઉત્પન્ન થયે અને મર્યો ન હોય. એ લેકમાં જે ભાવ બતાવ્યું છે એનું કારણ કર્મ છે એમ જાણી લેવું. આ ભવગતિમૂલા શરીરનિવૃત્તિ ચારે ગતિમાં જે શરીર (બીજી પર્યાપ્તિ) પ્રાપ્ત થાય છે, તે સંસારગતિને અનુસારે થાય છે. એટલે નારકી વૈક્રિય દેહ મળે કે તિર્યંચ ગતિનાં ગમે તે સંઘયણ કે સંસ્થાન મળે, તે સર્વ શરીર બીજી પર્યાપ્તિ) ભવ પ્રમાણે થાય છે. તદ્યોગ્ય શરીરનું સંઘયણ તથા સંસ્થાન જીવને મળે છે. આ રીતે આપણી છ પર્યાપ્તિ પૈકી બીજી શરીરપર્યાપ્તિ આપણને મળે છે. પર્યાપ્તિ છ છેઃ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસેવાસ, ભાષા અને મન. આમાં એકે દ્રિયને પ્રથમની ચાર પર્યાપ્તિ છે, વિકપ્રિય અને અસંસી મનુષ્યને પ્રથમની પાંચ પર્યાપ્તિ હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હોય છે. એ પર્યાપ્તિ બાંધવી અને પર્યાપ્ત અવસ્થામાં કાળ ન કરે, તે સર્વને આધાર શરીરપર્યાપ્તિ અને શરીરપર્યાપ્તિને આધાર કર્મ ઉપર, ઉદય કાળમાં રહે છે. એટલે શરીરપર્યાયનું કારણ તે કર્મ જ આવે છે. એટલે હવે દેહાદિકના અંતિમ કારણ તે કર્મ જ થયાં, આ વાત લક્ષ પર રહે. - દેહાદિન્દ્રિયવિષયા –શરીર સંસારગતિ અનુસાર મળ્યું અને બીજી શરીરપર્યાપ્તિ પૂરી થઈ અને ભવિષ્ય શરીર મળ્યું. આ રીતે બીજી પર્યાપ્તિ થઈ અને પ્રાણી કરણઅપર્યાપ્ત થયું. આ શરીરથી ઇંદ્રિયના વિષયે થાય છે. સ્પેશવાળા એકેદ્રિયને એકલે પશેન્દ્રિય વિષય અને સ્પર્શ-રસવાળા દ્વીંદ્રિયને બે પ્રકારને વિષય; તેમ જ સ્પર્શ, રસના અને બ્રાણુઇંદ્રિયવાળા ત્રિક્રિયાને આ ત્રણે વિષયે; તેમ જ પશ, રેસ, ઘાણ અને ચક્ષુરિંદ્રિય એવી ચાર ઇંદ્રિયવાળાને એ ચારે ઇંદ્રિયના વિષયે અને સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રવાળા પદ્રિય છે (તિર્યંચ, દે, નારકો અને મનુષ્ય)ને પાંચે ઇન્દ્રિયના વિષયે આ શરીર વડે ઉત્પન્ન થાય છે. સર્વનું મૂળ કારણ કર્મો અને કમથી શરીર અને શરીરથી ઇન્દ્રિય વિષયે આ પ્રમાણે ક્રમસર થયા.
વિષયનિમિત્તે ચ સુખદુખે–અને પ્રાણને સુખ અને દુઃખ થાય છે, તેનું નિમિત્ત ઉપર જણાવેલા વિષયે છે. સુખ એટલે વ્યવહાર નજરે શુભ અનુભવ અને દુષ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org