________________
,
2૬
પ્રશમરતિ વિવેચન સહિત બંધ વખતે મુકરર થતી બાબતો –
प्रकृतिरियमनेकविधा स्थित्यनुभावप्रदेशतस्तस्याः ।
तीव्रो मन्दो मध्य इति भवति बन्धादयविशेषः ॥३६॥ અથ–આ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ વડે કરીને અનેક પ્રકારે થાય છે અને તીવ્ર, મંદ અને મધ્યમ તેને બંધવિશેષ અને ઉદયવિશેષ હોય છે. (૩૬) . ' વિવેચન—આપણે આગલી ગાથામાં જોયું કે બંધ અને ઉદયમાં ૧૨૦ પ્રકૃતિ હોય છે. તે પ્રકૃતિ કેવા પ્રકારની તે લાડવાના દાખલાથી અગાઉ સમજાવ્યું છે. તે ઉદયમાં કયારે આવશે તે સ્થિતિ નક્કી કરે છે અને ઉદયમાં આવશે ત્યારે ફળ વધારે ઓછું કેવું આપશે તે ફેસબંધમાં જાડા-પાતળાપણું મુકરર કરે છે, અને તે પ્રકૃતિ કેટલી પુદ્ગલવર્ગની જાડી-પાતળી, લાડવાની જેમ બનેલી છે, તે પ્રદેશબંધમાં મુકરર થાય છે. આ રીતે બંધ અને ઉદય જાડા-પાતળા થવાને આધારે તેની તરતમતામાં રહે છે. આ સર્વ હકીક્ત કર્મગ્રંથની છે. અને બીજી ગાથામાં આવે છે. ત્યાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશબંધ તેમ જ ઉદયનું નીચે પ્રમાણે વર્ણન કરે છે.
* પ્રતિબંધ-જીવે ગ્રહણ કરેલાં કર્મપુદુગળમાં જે સ્વભાવની ભિન્નતા આવે છે, અને ફેર પડે છે તે પ્રકૃતિબંધ છે; જેમ કે કઈ લાડ વાયુને નાશ કરનાર હોય, કઈ પિત્તને વગેરે તે પ્રમાણે કર્મ આઠ રૂપ લે અથવા તેમાં જે વિધવિધતા આવે, તે પ્રકૃતિબંધ મુકરર કરે છે. આ કર્મના સ્વભાવ એટલે જ્ઞાનગુણને આવરણ કરનાર, દર્શનગુણને આવરણ કરનાર, સંસારમાં રખડાવનાર મેહનીય કર્મ એ વગેરે આઠ કર્મો આ પ્રકૃતિબંધમાં મુકરર થાય છે. અને તે પ્રમાણે બંધ સમયે તેને જે પ્રકૃતિબંધ કર્યો હોય તે ઉદય થાય છે, એટલે જ્ઞાનાવરણીયને આવરણ-આચ્છાદન ધર્મ છે, આવરવાનું કાર્ય પ્રકૃતિબંધમાં મુકરર થાય છે.
આ સ્થિતિબધ–જીવ કર્મ બાંધે, ત્યારે અમુક સમય-ટાઈમ સુધી તે ઉદયમાં આવે નહિ, પછી આવે. આ કાળનિર્ણય રિથતિબંધમાં થાય છે. એટલે વખત કર્મ સત્તામાં પડયા રહે છે, પણ અંતે તે વહેલાં અથવા મેડાં તેમને ભોગવવાં જરૂર પડે છે. આ સ્થિતિ કર્મબંધ વખતે જ મુકરર થાય છે. લાડવાને દષ્ટાંતમાં કેટલાક લાડવા અમુક વખત સુધી બગડતા નથી, સાત, દેશ, પંદર દિવસ સુધી ચાલે છે, એમ જુદી જુદી કાળમર્યાદા મુકરર થાય છે તેને સ્થિતિબંધ કહેવામાં આવે છે. આ સ્થિતિ પૂરી થાય ત્યારે લાડ ગળે મટી ખાટો થઈ જાય છે તે દાખલે બરાબર લાગુ પડે છે. કર્મ અમુક વખત સુધી ઉદયમાં ન આવે તે કાળમાન બતાવવામાં આવ્યું છે. પણ વાત તે આપણે એ યાદ રાખવાની છે કે સ્થિતિ-કાળમર્યાદા બંધ સમયે મુકરર થાય તે પ્રમાણે કર્મ જરૂર જોગવવાનું છે.
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org