________________
કષાયો અને વિષય
'વિવેચન-આગલી ગાથામાં કષાયના પ્રણેતા રાગ-દ્વેષ આઠ કમને જન્મ આપે છે. તેમનાં એ જ નામ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યાં છે. તે આઠ મૂળ કર્મ પ્રત્યેક સમયે બંધાય છે. તેમાં યાદ રાખવાનું એ છે કે આંખ મીંચીને ઉઘાડવામાં આવે તેવા ટૂંકા વખતમાં તે અસંખ્ય સમય થઈ જાય છે. તમે માને કે ન માને, પણ અનંત જ્ઞાનથી જ્ઞાની મહારાજ કહે છે કે, એ સાત કે આઠ કર્મો દરેક સમયે બંધાય છે. તેથી તેની ચેતવણુરૂપે એ આઠે કર્મોનાં સ્વરૂપ બતાવ્યાં અને તેનાથી મુકાવા જેવું લાગે, તે સમજણપૂર્વક એ કર્મોને બાળી નાંખવાં. કર્મથી ડરાવવા માટે આ હકીક્ત કહી નથી, પણ કર્મ આત્મા સાથે જેડાતા હોઈ તેમની બરાબર ઓળખાણ કરાવવા માટે એમના જનયિતા રાગદ્વેષને ઓળખાવી એમના પર્યાયવાચી શબ્દોને પણ જણાવી આઠે કર્મોને બરાબર ઓળખાવ્યાં છે.
કેટલાક કે ઘણુંખરાં અંગ્રેજે ઓળખાણ (introduction) વગર વહેવાર કે વાતચીત કરતા નથી. તેને અર્થ ડર કે ગભરામણું નથી. તે એક વ્યવહાર છે. તેવી જ રીતે કર્મોથી જરાપણું ડરામણ લગાડ્યા વગર જે તેને જાણ્યા હોય તે તેઓનું ઓળખાણ થાય, એ હેતુ બરાબર ધ્યાનમાં રાખી આ સંસારની અટામણ (=અથડામણ) દૂર કરવા કર્મના આઠ પ્રકાર છે, તેમનાં નામે અહીં આપવામાં આવ્યાં છે. કર્મથી સંસાર મંડાય છે. અને સર્વ કર્મથી મોક્ષ થાય તે તેને મુક્તિસ્થાન આપવામાં આવ્યું છે. એટલે કષાયના એક મોટા વડીલ વિભાગ તરીકે આ કર્મોની ઓળખાણ, કષાયના પ્રકરણ નીચે, આપવામાં આવી છે –
આઠ પ્રકારનાં કર્મો–વાંચનાર કે ભણનારની સગવડ ખાતર આ કર્મોને આઠ. વિભાગમાં વહેંચી નાંખવામાં આવ્યાં છે. આપણે કર્મ બાંધીએ, તે વખતે તેમાં કાંઈ ભાગ પડતા નથી, પણ તે બાબત બરાબર સમજૂતી થાય માટે કર્મના આઠ વિભાગ સગવડ ખાતર આપ્યા છે. આપણે આગલી ગાથાના વિવેચનમાં કર્મના એ આઠે પ્રકાર જઈ આવ્યા છીએ, અને તે દરેક વિભાગની વિસ્તારથી સમજણ થઈ ગઈ છે. તેને અત્ર માત્ર ઉલ્લેખ કરી એટલું જ જણાવીશું કે, આ આઠ વિભાગ માત્ર સગવડ ખાતર પાડવામાં આવ્યા છે. વળી તે કર્મની ઉત્તર પ્રકૃતિ આવતી ગાથા (૩૫)માં કહેવામાં આવશે, તે પણ સગવડ ખાતરની જ વાત છે. કર્મબંધન અનુક્રમ પ્રમાણે ન થાય, ત્યાં સંખ્યા કે તેનું એક પછી એક થવાનું હોય નહિ. એ કર્મના વિષય પર કમ્મપયડી તથા કર્મગ્રંથ જેવા ખાસ ગ્રંથ રચાયેલા છે. મેં પણ કર્મસંબંધી એક સ્વતંત્ર લેખ લખ્યું છે, તે છપાઈ જવાને પૂરતું સંભવ છે. તેની સાક્ષી આપી આ આઠ પ્રકારનાં કર્મમાંથી સાત અથવા આઠ પ્રત્યેક સમયે બંધાય છે. એટલી જ વાત પ્રસ્તુત છે, એમ અત્રે જણાવી દેવું જોઈએ. એ આઠ કમમાંથી કેટલાંક તે પરસ્પરવિરોધી છે. જેમ કે દેવગતિ, દેવજાતિ હોય ત્યાં મનુષ્યગતિ કે મનુષ્યજાતિના કોઈ વિભાગ પણ હોતા નથી. એટલા માટે એમને એકબીજાથી સ્વતંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org