________________
પ્રશમરતિ વિવેચન સહિત જ્ઞાન ભવક્ષયે ચાલ્યું જાય અથવા કાજે કાઢતાં શિષ્યને થયું, તેણે ઈંદ્રાણીને પગે લાગતાં ઈન્દ્રને જોતાં ચાલ્યું ગયું, તે પ્રતિપાતિ અવધિજ્ઞાન પાંચમું થયું. હાસ્ય નામના મેહનીયનું પરિણામ હતું. પણ ગુણક્ષયે તેને મશ્કરી-ઠેકડી સૂઝતાં કાજે કાઢવાનું ગુણપ્રત્યયી ઉત્પન્ન થતું અવધિજ્ઞાન ગયું, તે પાંચમું “પ્રતિપાતિ', અવધિજ્ઞાનને પાંચ પ્રકાર જણ. દીવાની માફક આવેલે પ્રકાશ એ જ્ઞાનમાં ચાલ્યા જાય છે, લબે અથવા જરા વખત પણ તે નથી, તે આ પાંચમા પ્રકારના પ્રતિપાતી અવધિજ્ઞાનમાં આવે છે, અને જે અવધિજ્ઞાન કેવળજ્ઞાનની અંતર્મુહૂત પહેલાં પ્રકટે અને આવેલું જાય નહિ, તે છો પ્રકાર અવધિજ્ઞાનને “અપ્રતિપાતી” વિભાગમાં આવે છે. અવધિજ્ઞાન છદ્મસ્થ જીવને પણ હોય છે. આવા છ પ્રકારમાંથી કોઈપણ પ્રકારનું અવધિજ્ઞાન ન થાય, એનું આવરણ થાય, તે અવધિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. મિથ્યાત્વીનું અવધિજ્ઞાન – વિર્ભાગજ્ઞાન કહેવાય છે. તે દ્રવ્યથી રૂપી દ્રવ્યને જાણે છે અને ક્ષેત્રથી એક અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે છે, અને અલકમાં કઈ પદાર્થ નથી તે પણ એના જ્ઞાનને વિષય થઈ શકે. આ અસત્કલ્પના અવધિજ્ઞાનના સ્વરૂપને સમજાવવા માટે કરવામાં આવી છે. કાળથી અવધિ આવલિકાના અસંખ્યાતમા ભાગને જાણે અને ઉત્કૃષ્ટ ઉત્સર્પિણી અવસર્પિણીના સર્વ રૂપી પદાર્થોને દેખે. ભાવથી સ્વરૂપ દર્શાવતાં રૂપીદ્રવ્યના ભાવોને અવધિજ્ઞાની દેખે અને અનંતભાને દેખે. અનંતન અનંત ભેદ છે. પણ આ ઉત્કૃષ્ટ નવમે અનેતે રહેલ છે. આવા અવધિજ્ઞાનનું આવરણ થવું, તે અવધિઆવરણ કર્મ કહેવાય છે.
- હવે ચોથા મન પર્યવજ્ઞાનની વાત ક્રમપ્રાપ્ત આવે છે. મનના વિચારે પણ પૌગિલક છે અને પૌદ્ગલિક આકારને ધારણ કરનારા છે, તેને જાણવા-દેખવા તે મનઃ પર્યાવજ્ઞાનને વિષય છે. બીજાના મનના વિચારને સામાન્ય પ્રકારે દેખવા તે બાજુમતિ મનઃ પર્યાવજ્ઞાન કહેવાય છે. આવા અનેક પર્યાય – વિચારે બીજાના મનમાં થાય, તે દેખવા તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. જુમતિ અનંત વિચારકને જાણે, એનાથી વધારે પ્રદેશ દેખે તે દ્રવ્યથી વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. ક્ષેત્રથી અઢીદ્વીપમાં રહેલ પ્રાણના વિચારને જાણે અને ઊંચે તિષ્યક્ર પર્વતમાં રહેલા પ્રાણીના વિચારે દેખે તે ક્ષેત્રથી મન:પર્યવજ્ઞાન અને નીચે ક્ષેત્રથી તેને વિષય પહેલી નારકી સુધીને છે. કાળથી જુમતિ મનઃપર્યવવાળા પ૫મને અસંખ્યાતમ ભાવ દેખે છે. તે ભૂતકાળમાં પણ તે કાળ લાભે અને ભવિષ્ય કાળમાં પણ લાભે, એનાથી કાંઈક વધારે સ્પષ્ટતાથી અને વધારે સમય માટે વિચારને દેખે, ત્યારે તેને કાળથી વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. ભાવથી મનઃપર્યવજ્ઞાની અસંખ્ય પર્યાને જાણે, તે ભાવથી ત્રાજુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. કાંઈક વધારે પર્યાને દેખે ત્યારે તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. આવા ભેદ – પ્રકારવાળું મન:પર્યવજ્ઞાન ન થાય તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ આત્મા સામે આચ્છાદન – અંતરાય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org