________________
કરા અને વિષય
૮૧ એનાથી ઊલટું શરીર રૂ જેવું હળવું થાય તે “લઘુસ્પર્શનામકમ' કહેવાય છે. માખણ જેવા મુલાયમ શરીરને સ્પર્શ થાય, તે “મૃદસ્પર્શનામ” કહેવાય છે. એનાથી ઉલટું શરીર ગાયની જીભ જેવું ખરબચડું થાય, તેને પરસ્પર્શનામકર્મ ” કહેવામાં આવે છે. જે કર્મના ઉદયથી બરફ જે કંડે શરીરસ્પર્શ થાય, તેને “શીતસ્પર્શનામકર્મ” કહેવામાં આવે છે. અને તેનાથી ઊલટું અગ્નિ સમાન ધમધમાટવાળા શરીરની પ્રાપ્તિ થાય અને શરીર ગરમ રહે, તેને “ઉષ્ણસ્પર્શનામકર્મ' કહેવામાં આવે છે. તેલ જે સ્નિગ્ધ પશે શરીરને જે કર્મના ઉદયથી થાય તે સ્નિગ્ધસ્પર્શનામકર્મ અને તેનાથી ઊલટો શબની સમાન રક્ષ શરીરપર્શ થાય, તેને “રુક્ષસ્પર્શનામકર્મ' કહેવામાં આવે છે. આવી રીતે વર્ણ-ધરસ-સ્પર્શના પેટા વિભાગ કહ્યા. એ પૈકી નીલવણું અને કાળવણું, કુગધી, કડવું અને ગુરુકમ પાપથી ભરેલું છે અને પાપપ્રકૃતિમાં ગણાય છે. અને ખરસ્પર્શ, લુખો સ્પર્શ, અને ઠંડે તથા શીત સ્પર્શ પણ એ રીતે પાપપ્રકૃતિને ગણાય છે. અને બાકીની શુભ ગણાય છે. - હવે આપણે તેરમી પિંડપ્રકૃતિ-આનુપૂવી નામની છે, તે સમજી લઈએ. એ પ્રાણીને તવોગ્ય ગતિમાં ખેંચી લાવનાર છે અને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારી, એમ ચારે પતિ તત્ તત્ ચે૫ કર્માનુસાર જીવને પ્રાપ્ત થાય છે. આ તે જન્માંતરે જ પ્રાણી આઅવળે થઈ જાય, તે તેને કર્માનુસાર ઠેકાણે લઈ આવનાર તેરમી પિંડ પ્રકૃતિ છે. ચૌદમી પિડપ્રકૃતિ “વિહાગતિ' નામકર્મની છે. તે સારી અથવા ખરાબ બે પ્રકારની હેય છે. તેમાં ઊંટ કે ગધેડા જેવી અશુભ વિહાગતિ–ચાલવાની રીત-કેટલાંક પ્રાણુને પ્રાપ્ત થાય છે, તે અશુભ છે અને હંસ અથવા હાથી જેવી હાલવા ચાલવાની રીત કેટલાક પ્રાણીને પ્રાપ્ત થાય છે, તે શુભ છે. આ ચૌદમી પિંડપ્રકૃતિ થઈ. એમાં બંધનને પંદર પ્રકારનું ગણવામાં આવે, તે પિંડ પ્રકૃતિના પ ર (૭૫) પેટાવિભાગ થાય છે.
હવે આપણે પ્રત્યેક પ્રકૃતિએ વિચારીએ. પ્રત્યેક એટલે પિંડ વગરની, દરેક જુદી પ્રકૃતિ, એમાં પેટા ભાગ પાડવાના રહેતા નથી. શરણું કે પેટભેદ ન લેવાથી જ તે પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. અન્ય બળવાન પ્રાણીને પણ દુર્ણ થાય, તે પરાઘાત” નામકર્મને ઉદય સમજ, તે પ્રથમ પ્રત્યેક પ્રકૃતિ સમજવી. શ્વાસ લેવામૂકવાની શક્તિનું નિયામક કર્મ તે શ્વાસેપ્શવાસનામ, તે બીજી પ્રત્યેક પ્રકૃતિ છે. સૂર્યના બિંબમાં જે તેજ છે, તે એવું છે કે તેની સામે કોઈ જોઈ શકે નહિ, પણ અગ્નિના ભડકા સામે ન જોવાય તેવું નથી. તેથી સૂર્યવિમાનમાં ઉત્પન્ન થનાર જીવને “આતનામકર્મ ને ઉદય હોય છે અથવા આગિયાને આતપનામકર્મને ઉદય હેતું નથી, પણું સૂર્યમંડળના વિમાનના એકેન્દ્રિય
ને આ આતપનામકમને ઉદય હોય છે. એ રીતે ત્રીજી પ્રત્યેક નામકર્મની પ્રકૃતિ આપણે વિચારી. ચંદ્રના વિમાનના જીવોને “ઉદ્યોત નામકર્મ નામની પ્રકૃતિ ઉદયમાં આવેલી પ્ર. ૧૧ :
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org