________________
ચા
કપાયે અને વિષય કે પિપૂડીને સ્વર સાંભળે. ક્ષપશમ પ્રમાણે સર્વ સાંભળે તે બહુ ભેદ અને કઈ છવ છેડા જ શબ્દ ગ્રહણ કરે તે અબહુ. કઈ જીવ તારના અવાજ સાંભળે તેમાં કોઈ તીવ્ર સ્વર હોય અને કઈ મંદ, આવી રીતે ઘણું વિશેષ જાણે તે ત્રીજું “બહુવિધ” મતિજ્ઞાન કહેવાય છે; અને એક, બે કે ત્રણ સ્વર જાણે યાવત્ સર્વથી એકાદ પણ એ સ્વર જાણે તે “અબહુવિધ” નામને એથે મતિજ્ઞાનને પ્રકાર થાય છે. કેઈક તુરત ગ્રહે તે પાંચ ક્ષિપ્ર ભેદ જાણ, પણ કઈ હળવે હળવે રહે તે છો “અક્ષિપ્ર” ભેદ જાણ. કઈ ધુમાદિક લિગે કરી અગ્નિને અનુમાનથી જાણે તે સાતમા “સલિંગ” ભેદ કહેવાય છે. અને લિંગ વગર અનુમાન કરી તે અગ્નિને જાણે, તે આઠમે “અલિંગ' મતિજ્ઞાનને ભેદ જાણ. કોઈ સંદેહસહિત તે વસ્તુને જાણે તે નવમે “સંદિગ્ધ” ભેદ જાણ અને એમાં જરા પણ સંદેહ, શંકા કે કુશંકા ન રહે તે દશમે “અસંદિગ્ધ” ભેદ જાણ. કઈ એક વાર કહેલી ચીજ તુક્ત જાણે, તે “ધ્રુવ” નામને અગિયારમે ભેદ અને કોઈ વારંવાર કહ્યા જ્યાં ન જાણે અથવા જાણે તે બારમે “અધુવ” મતિજ્ઞાનને લે. આ રીતે બાર ભેદ મતિજ્ઞાનના થયા. તેને ઉપરના અઠ્ઠાવી ભેદે (વ્યંજનાવગ્રહના ચાર, અર્થાવગ્રહના છ, ઇહાના છ, અપાયના છે અને ધારણાના છ - કુલ ર૮) ગુણતાં ૩૩૬ પ્રકાર થયા. તેમાં ઉપર જણાવેલ ઔત્પાતિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિ મેળવતાં ત્રણસે ને ચાળીશ ભેદ મતિજ્ઞાનના થાય. તેના પૈકી કેઈનું આવરણ થવું તેટલા પૂરતું મતિજ્ઞાનાવરણીય કર્મ છે.
a આત્માને સ્વભાવ જ્ઞાનને છે, તે સ્વભાવ અડો વિભાવ આવી બેસી જાય છે. શ્રતજ્ઞાનના આ રીતે, ક્ષયે પશમની વિચિત્રતાથી, અનેક ભેદ થાય છે.
અવધિજ્ઞાનના છ પ્રકાર છે તે આપણે હવે વિચારીએ ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવા અવધિ (૯) જ્ઞાનના બે પ્રકાર પડી શકે. સર્વ દેવે અને નારકેને ભવપ્રત્યયી અવધિજ્ઞાન હોય છે, જ્યારે કેઈક કેઈક મનુષ્ય અને તિર્યંચને ગુણપ્રત્યય અવધિજ્ઞાન હોય છે અથવા થાય છે. એના છ પ્રકાર આ રીતે પાડવામાં આવ્યા છે. જે ક્ષેત્ર દેખાતું હોય તે, લચનની પેકે, જ્યાં પ્રાણી જાય ત્યાં તેટલું ક્ષેત્ર દેખાય તેને “અનુગામી” અવધિજ્ઞાન કહેવામાં આવે છે. એને આંખ-ચક્ષુ-લેચનની ઉપમા એગ્ય રીતે અપાઈ છે, કારણ કે લેચન પણ માણસની સાથે જ જાય છે. એનાથી ઊલટા અવધિજ્ઞાનને “અનુગામી” અવધિજ્ઞાન કહે છે. આ બીજા પ્રકારનું અવધિજ્ઞાન બીજ સથાન પર જવાથી થતું અટકી જાય છે. તેને આત્મા સાથે સંબંધ બંધ થઈ જાય છે અને તેથી તેને અનનુગામિ અવધિજ્ઞાન કહેવામાં આવે છે. જે અવધિજ્ઞાન થયા પછી વ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની અપેક્ષાએ વધતું જાય, તે વર્ધમાન નામનું ત્રીજુ અવધિજ્ઞાન કહેવાય છે. અને પરિણામની અશુદ્ધિને લઈને એક વખત થયા પછી ઘટતું જાય, તે હીયમાન અવધિજ્ઞાનના પ્રકારમાં આવે છે. જે અવધિ
પ્ર. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org