________________
કયા અને વિષે
સંપૂર્ણ જ્ઞાનને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. એમાં ભેદ કાંઈ નથી. સર્વેમાં કોઈ જાતને અપવાદ ન જ હોય, સર્વ જાણવું એટલે સર્વ જાણવું. એવું કેવળજ્ઞાન ન થવા દે, તે કેવળજ્ઞાનાવરણીય કર્મ આચ્છાદન કરનાર તરીકે કામ કરે છે. આ રીતે જ્ઞાનાવરણીય કર્મ નામના પ્રથમ ભેદના પાંચ પિટા ભેદ થયા. તેના અનુક્રમે નામ આ પ્રમાણે છે : મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને પાંચમું કેવળજ્ઞાનાવરણીય કર્મ. આ પ્રમાણે “પંચ શબ્દ” પર વિવેચન થયું. - નવ-હવે આપણે “નવ” શબ્દ પર વિવેચન કરીએ છીએ. દર્શનના નવા પ્રકાર છે. દર્શન એટલે દેખવું, એમાં આવરણ એટલે અંતરાય થાય છે, પણ સર્વથા પ્રકાશને અભાવ થતું નથી. એટલે દરેક આત્મા ડુંઘણું તે જરૂર જાણે છે, કારણ કે છેવટે અક્ષરને અનંત ભાગ સર્વ જીવને માટે જાણવા પૂરતે ખુલે છે, જેમ આંખ આડી કાપડની પટ્ટી લગાવી હોય તે તેથી દેખાતું તે નથી, પણ તદ્દન અંધકાર નથી થતો, કાંઈક ઝાંખા પ્રકાશ જેવું પણ સહજસાજ રહે છે. આ આવરણ વધારે ઓછું હોય છે, પણ તદ્દન અંધકાર થતું નથી, એમ સમજવું. પિતાની ચક્ષુથી જેવું તે ચક્ષુદર્શન કહેવાય છે અને ચક્ષુ સિવાયની કોઈ પણ ઇદ્રિય દ્વારા જેવું તે અચક્ષુદર્શન કહેવાય છે. દર રહેલ પદાર્થોને જાણવા કે દેખવા નહિ તે અવધિદર્શનાવરણ કહેવાય છે અને સંપૂર્ણ વસ્તુ વસ્તુ સ્વરૂપ જણાયદેખાય નહિ તે કેવળદર્શનાવરણ. આવી રીતે ૧. ચક્ષુદર્શનાવરણ, ૨. અચક્ષુદર્શનાવરણ, ૩. અવધિદર્શનાવરણ અને ૪. કેવળદર્શનાવરણ એમ દર્શનાવરણના ચાર પ્રકાર થયા. મન:પર્યવ તે વસ્તુઓના વિશેષ ધર્મોને જાણે છે, તેથી તેનું દર્શનાવરણ બતાવ્યું નથી. અને દર્શનાવરણ કર્મમાં પાંચ પ્રકારની નિદ્રા આવે છે, તેને આપણે અનુક્રમે સમજી લઈએ. કારણ કે નિદ્રા વગેરે પાંચ પ્રકારના કર્મના ઉદયથી પણ તે ચાલે તેટલે વખત દર્શન બંધ થઈ જાય છે. આમાં સમસ્ત દર્શનનું આવરણ થાય છે, તેથી પાંચ પ્રકારની નિદ્રાને દર્શનાવરણીય કર્મમાં ગણવામાં આવે છે. આદમી ભરઊંઘમાં સૂતેલ હોય, પણ જરા અવાજ આવતાં સુખેથી જાગી જાય તેને “નિદ્રા” નામની પ્રથમ પ્રકારની નિદ્રા કહે છે. આ કર્મપ્રકૃતિ સર્વાઘાતિની છે. એટલે એને દર્શનાવરણમાં સમાવેશ થાય છે. આમાં કારણમાં કાર્યને ઉપચાર છે. ખૂબ મહેનત આપીને, ઘાંટા પડાવીને દુખે જાગે. તે નિદ્રાને બીજે પ્રકાર નિદ્રાનિદ્રા નામને છે. જેમાં ઊભા ઊભા કે બેઠા બેઠા નિદ્રા આવે, તે નિદ્રાને “પ્રચલા” નામની નિદ્રા કહેવામાં આવે છે. ચાલતા-ફરતા ફરતા જે નિદ્રા આવે તે નિદ્રાને “પ્રચલપ્રચલા” નામ આપવામાં આવ્યું છે. ઘડાને ઘણુ વખત આવી ઊંઘ આવે છે. તે ચાલતે દેખાય, પણ ઊંઘતે હેાય છે. તેને ચીમકી વાગે અથવા તેના ખોરાકમાં કાંકરે આવે ત્યારે તે ઍકી જાગી જાય છે. આ ચેથા પ્રકારની નિદ્રા થઈ. દિવસે ચિંતવેલ કાર્ય રાતના ઊંઘમાં કરે તે થીણુદ્ધિ નિદ્રા કહેવાય. એમાં માણસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org