________________
ટ
પ્રશમરતિ વિવેચન સહિત ધારવા, અને તેમનું ખરાખર એળખાણુ પાડયું. એ સબંધી વિશેષ ધણી હકીકત જાણવા જેવી છે; કયા ગુણસ્થાનકે કેવાં કર્મો અને કેટલાં કર્મો 'ધ, ઉદય, ઉદ્દીરા તથા સત્તામાં હાય, વેશ્યા સાથે કર્મોના સબંધ કેવા પ્રકારના અથવા કેટલાના હાય, એવી અનેક વાત જણાવવા આખા કના વિષય શાસ્ત્રકારે વૈજ્ઞાનિક રીતે ચર્ચ્યા છે. તેનું જ્ઞાન તે તે ગ્રંથાથી કરવું, એ જ્ઞાનદૃષ્ટિએ અને સમજણુ-વિવેકદૃષ્ટિએ ઘણું જરૂરી છે. એ ષ્ટિ પામવા માટે અને રહસ્યભૂત કના ગ્રંથા સમજવા માટે તમને બુદ્ધિ પ્રાપ્ત થાએ અને કમનું ખરામર ઓળખાણ કરી તમે ક્રમ પર સામ્રાજ્ય મેળવવા ભાગ્યશાળી થાઓ, તેથી તે ગ્રંથેાના નામ અહી લખ્યાં છે, તે જૂજમાત્ર છે, શાસ્ત્ર તા ગભીર દરિયા છે અને અપરપાર છે. તેનાથી ડરી જવા જેવું નથી, કારણ કે કર્મના કરનાર તેા પોતે જ છે, પણ પ્રયત્નથી મુક્તિ સાધ્ય છે. તે માટે તમે કને ખરાબર ઓળખી લે તે સારું. કર્માંના વિષય પર ધ્યાન આપશે અને વિષયના ગ્રંથા વાંચો, વિચારશે અને કમનું ખળ જોશે. તેથી તે ઉપર સામ્રાજ્ય પણ મેળવી શકાય તેમ છે એટલી વાત તમારી નિગાહમાં આવશે. (૩૪) કૅના ઉત્તર ભેદા
पञ्चनवद्वयष्टाविंशतिकञ्चतुः षट्कसप्तगुणभेदः ।
द्विपञ्चभेद इति सप्तनवति भेदास्तथोत्तरतः ॥३५॥
અથ—પાંચ, નવ, એ, અઠ્ઠાવીસ, ચાર, બેતાળીશ, એ અને પાંચ ભેદો (પ્રકાર) એકઠા કરતાં, તેના ઉત્તર ભેદો સત્તાણું થાય. (૩૫)
વિવેચન—એ રીતે આ આઠ કર્મો આપણે આઠમી ગાથામાં જોઈ ગયા. તેના ઉત્તરભેદે સત્તાણું નીચેની રીતે થાય છે, તે સમજી લેવું. આ સંબંધમાં કમ ગ્રંથાર્દિ ગ્રંથાના અભ્યાસની જરૂર જણાય તે તે વિષયના પ્રથાથી જાણી લેવું. તેના મૂળ આઠ પ્રકાર ઉપર વિગતવાર જોયા છે. (જુ, તેત્રીશમી તથા ચાત્રીશમી ગાથાનું વિવેચન). હવે તેમના ઉત્તરભેદો સમજી લઇએ, તે નીચે પ્રમાણે થાય છે.
૧. જ્ઞાનાવરણીય ક્રમના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે ઃ ૧. મતિજ્ઞાનાવરણીય કમ એટલે દીવાની પેઠે આડું કપડું, ધરવામાં આવે અને જે પ્રકાશને રેકે, તેની પેઠે મતિજ્ઞાનનું આવરણ કરનાર હાવાથી મતિજ્ઞાનાવરણીય કમ કહેવામાં આવે છે. મતિજ્ઞાન એ પેાતાની બુદ્ધિા વિષય છે, તેનાં ઘણાં ભેદભેદ છે. ભેદોપલેદ એટલે ભેદ અને તેના પેટાભેદો, તે આ પ્રમાણે છે : મતિ એટલે બુદ્ધિ. મતિજ્ઞાનના ૨૮ પ્રકાર છે. આ કાંઇક છે' એવી બુદ્ધિ થાય તે વ્યંજનાવગ્રહ. એમાં વસ્તુને સન્નિક (=સંબંધ) થાય છે; ચક્ષુ અને મન વસ્તુના સનિક વગર જાણે છે. એટલે ચક્ષુને તથા મનને વ્યંજનાવગ્રહ ન હાય, બાકીની ચારે ઇંદ્રિયને (સ્પર્શી, જિહ્વા, ઘ્રાણુ અને કાનને) વ્ય’જનાવગ્રહ
4
Jain Education International
For Private & Personal Use Only. -
www.jainelibrary.org