________________
કષાયો અને વિષય હેય. એ ચાર પિટાદ, મતિજ્ઞાનના થયા. પદાર્થના અધ્યક્ત જ્ઞાનને “અર્થાવગ્રહ” કહેવામાં આવે છે. તેમાં તે વસ્તુનું અવ્યક્તજ્ઞાન થાય, એટલે અર્થાવગ્રહ મતિજ્ઞાન પાંચે ઈદ્રિ અને છઠ્ઠા મનને લાગે છે. એ રીતે મતિજ્ઞાનના ૧૦ ભેદ થયા. એના આડું આવરણ આવે તે મતિજ્ઞાનાવરણીય. જેમ સૂર્ય અને આપણી વચ્ચે વાદળ આવે તે પ્રકાશ સ્વયં આવતું નથી. એ રીતે મતિજ્ઞાનાવરણના દશ ભેદ થયા.
જે પદાર્થ પિતાની નજીક આવે, તેનું જ્ઞાન થાય તે ઈહા નામનું મતિજ્ઞાન છે. અર્થાવગ્રહમાં જે અવ્યક્ત જ્ઞાન થયું હતું, તેમાંવિકલ્પ કરનારું ઈહા મતિજ્ઞાન કહેવાય છે. તેનું આવરણ થાય, તે મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એમાં પણ વસ્તુ અને ઇંદ્રિય નજીક આવતાંહેવાથી અને મન દ્વારા પણ ઈહા થતી હોવાથી મતિજ્ઞાનના છ ભેદ થાય છે. તેનું આવરણ થવું, તે મતિજ્ઞાનાવરણીય કર્મ. “આ સ્તંભે છે, મનુષ્ય નથી”, એવું સંદેહ વગરનું જ્ઞાન થાય, એને “અપાયમતિજ્ઞાન” કહેવામાં આવે છે. એમાં હજુ જરા શંકા રહે છે, પણ હા’ કરતાં સ્પષ્ટતર જ્ઞાન હોવાથી એ મતિજ્ઞાનને વિષય છે. એમાં પણ એ પાંચે ઇંદ્રિયેથી થતું જ્ઞાન હોવાથી અને મન સહકારી હોવાથી એ અપાયના છ ભેદ પડે છે. અને ધારણમાં એ “સ્તંભ કે થાંભલે નથી, પણ નિશ્ચય મનુષ્ય છે એ ચેકસ જ્ઞાનને ધારણા વિભાગમાં ગયું છે. એમાં પણ પાંચે ઈદ્રિ અને મન દ્વારા એ જ્ઞાન થતું હોવાથી એના છ વિભાગ પડે. એ રીતે મતિજ્ઞાનાવરણીયના ૨૮ પ્રકાર થાય છે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ પાંચમાં પ્રથમ-વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર હેવાથી, એમાં આંખ અને મનને વસ્તુ અને ઇન્દ્રિયને સક્નિકર્ષ થતું ન હોવાથી તેમાં ચાર પ્રકાર પ્રકટ થાય છે અને અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણામાં છ છ પ્રકાર થાય છે. આવી રીતે મતિજ્ઞાનાવરણીય કર્મના અઠ્ઠાવીશ (૨૮) પ્રકાર થાય છે એનું બીજું નામ આમિનિબેધિક જ્ઞાન પણ કહેવાય છે.
- શ્રુતજ્ઞાન–શાસ્ત્રના વાંચનથી કે સાંભળવાથી જે જ્ઞાન થાય તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. એનું આવરણ જે કરે તે કૃતજ્ઞાનાવરણીય કર્મ બીજું છે. તેમાં વૈયિકી-વિનય કરીને મેળવેલ જ્ઞાન, કાર્મિકી (by constant practice-સતત અભ્યાસથી) જે વિદ્યા મેળવી હોય તે, ત્રીજી ઔત્પાતિકો બુદ્ધિ, કામ પડે તે વખતે બુદ્ધિ ઉત્પન્ન થાય તે પારિણુમિકી બુદ્ધિ-અનુભવથી થયેલી બુદ્ધિ, એમ ચાર પ્રકારની બુદ્ધિનો સમાવેશ થાય છે. એ બુદ્ધિ સાથે શ્રુતજ્ઞાનના ૩૩૬ ભેદ થાય છે, તેનું આવરણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કરે છે. એ રીતે પિટાભેદ બીજે થયે. આ શ્રુતજ્ઞાનના ૩૩૬ ભેદની વિગત માટે મારે કર્મને નિબંધ વાંચો.
આ શ્રુતજ્ઞાનાવરણીયના ૧૪ (ચૌદ) ભેદ તથા ૨૦ (વીશ) ભેદ થાય છે. તે આ પ્રમાણે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org