________________
પ૮
પ્રશમરતિ વિવેચન સહિત અથ–આ કષાનું મૂળ “મમકાર” અને “અહંકાર ” એ બે શબ્દમાં સમાવેશ પામે છે. રાગ દ્વેષ તેનાં જ બીજાં પર્યાયવાચી નામ છે. (૩૧).. - વિવેચન – મતિ મંત્રોડવં પોસ્ટ કરિશ્ચા.એટલે “હું” અને “મારું” એ આખા જગતને આંધળું બનાવનાર મંત્ર છે. આ મેહ છે, વ્યાહ છે, ખૂબ નષ્ટ પદાર્થ છે અને એ માણસને આંધળો બનાવનાર અને સંસાર સમુખ રાખનાર છે. ઉપરનું જ્ઞાનસમાં ઉચ્ચારાયેલું અને શ્રીમદ્ યવિજયજીએ સ્વીકારેલું વાકય અત્રે પ્રસ્તુત છે. બે પદ “મમકાર” અને “અહંકાર' એ સર્વ કષાયોનું મૂળ છે. “આ વસ્તુ મારી છે' એવું મમત્વ તે મમકાર છે. અને નીચે આઠ મંદસ્થાન બતાવશે. આ પ્રકરણમાં તે પર વિસ્તારથી વિવેચન થવાનું છે. મમકાર અને અહંકાર એ બને આ કષાયના ઉત્તેજક પદાર્થો છે. એમને બરાબર બાળી નાખવા જોઈએ, જેને પરિણામે આ સંસાર કપાઈ જાય.
સાધુઓને કોઈ વસ્તુ પિતાની હોતી નથી, અને જ્યાં મમત્વભાવ નથી ત્યાં, એ વસ્તુ પર માલિકી હક કે કોઈ પ્રકારને હક્ક રહેતું નથી. આ મમકાર તે કબજા હકક કે માલિકી હકક બતાવનાર છે. અને આખા સંસારનું તે એક કારણ છે. કોઈ પણ વસ્તુ જેની સાથે પણોસ વર્ષ સંબંધ રહેવાને છે, જે મૂકીને ચાલ્યા જવાનું છે, તે પિતાની વસ્તુ છે એ માન્યતામાં અંધતા રહેલી છે, એ અંધતા જાય એટલે મમતા–પિતાપણું જાય. અને એ જાય એટલે સંસાર–ભવ જાય એ સ્વાભાવિક છે; કારણ, સંસારમાં રખડાવનાર એ અંધતા છે. અને મારું કાંઈ નથી, હું કઈ નથી, મારું છે તે મારી પાસે જ રહેનાર છે, એવી
જ્યારે બુદ્ધિ થાય, ત્યારે મોહ પર વિજય પ્રાપ્ત થાય છે. આ મેમકાર તથા અહંકાર કષાયને ઉત્પન્ન કરે છે, એટલે કઈ વસ્તુને અંતઃકરણથી પિતાની ન મનાય, ત્યારે મેહ, ઊડી જાય છે અને પ્રાણીને સંસાર તૂટી જાય છે. આ રીતે મમકાર અને મમત્વને એક જાણવા અને અહંકાર પર આગળ ઉપર આ પ્રકરણમાં વિગત આપવાની છે. , અહંકાર-હું કાંઈક છું અને સર્વને ઉપરી છું, એવી બુદ્ધિ થાય અને બળ, તપ કે લાભ, ઐશ્વર્થ, વિદ્યા અથવા પિતાની કોઈ પ્રકારની વિશિષ્ટતા પોતામાં હોય, તેને ગર્વ થઈ જાય તે અહંવાર છે. આ મમત્વ અને અહંકાર કષાયનાં ઘર છે, કષાયને ઉત્પન્ન કરનાર અને કષાયને પ્રેરનાર છે, એટલા માટે આત્મા સિવાયની સર્વ પર વસ્તુને પિતાની ન માનવી, અને તેની પ્રાપ્તિને સારા-સમજુ માણસે ગર્વ ન કરવો. એટલે તમે જોશે કે મહરાજા આ મમકાર અને અહંકાર ઉપર પિતાનું સામ્રાજ્ય ચલાવે છે. તમે જે તે, ક્રોધ અને લેભ શ્રેષથી થાય છે જ્યારે માન અને માયા તે ચેખા રાગના જ પરિવારના માણસે છે. ડાહ્યા માણસ એમને વશ ના પડે. કાળાબજાર માયાના પુત્રો છે અથવા લેભથી થાય છે, તેને ધીરજ રહેતી નથી અને લાખ લેખાં લખાય છે. એ રીતે આ કષાયને પૂરતે અવકાશ આપનાર આ મમકાર અને અહંકાર છે, તે બરાબર સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org