________________
કષાયો અને વિષયો અભિગૃહીત મિથ્યાત્વમાં આવે. મનુષ્યને અભિગૃહીત અથવા અભિગૃહીત બન્ને પ્રકારના મિથ્યાત્વ સંભવે. મૂછિત ચૈતન્યવાળા તિર્યંચોને તે અનાગિક મિથ્યાત્વને સંભવ છે. મૂછિત દશાવાળા જીવોને અભિગૃહીત મિથ્યાત્વને પ્રાયઃ સંભવ નથી. જે દશ અથવા પિતાને યોગ્ય પ્રાણને ધારણ કરે તે જીવ. પ્રાણ દશ છેઃ પાંચ ઇંદ્રિય, ત્રણ લેગ (મન, વચન અને કાયાના), શ્વાસોશ્વાસ અને આયુષ્ય.
સર્વ જીવ આ સંસારમાં વતે છે. પણ કોઈ દેવતા થાય છે, કેઈ નારકીમાં જાય છે, કોઈ રાજા થાય છે, કેઈ રાજાના જડ ઉપાડનાર થાય છે-એ વગેરે જે ફેરફાર પ્રાણીઓમાં ' જોવામાં આવે છે, તેને સર્વ ધર્મો કર્મ તરીકે જુદા જુદા નામથી સ્વીકારે છે. સગવિગ પણ એ કર્મો બનાવે છે. સેનાને માટી સાથે અનાદિ કાળથી સંબંધ છે, પણ પ્રયાસ કે પ્રયોગથી તેને નાશ થઈ જાય છે, એ સર્વ શક્ય વાત છે, એમાં કોઈની દરમ્યાનગીરી જોઈતી નથી. એટલે અનાદિ કાળથી ચાલતી સૃષ્ટિમાં આપણે તે માત્ર ખેલ ભજવનાર એક નાટકિયા જ છીએ અને ખેલ પૂરો થતાં વીસરામ થઈ જવાના છીએ. આ મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. આપણે અનાગિક અને આગિક અથવા અભિગ્રહીત, અનભિગ્રહીત ત્રણ પ્રકારના મિથ્યાત્વને વિચાર કરી ગયા. અગ્નિ ગમે તેવા સંયોગને વિગ કરાવી શકે છે, તેમ ધ્યાનાગ્નિ કર્મને અનાદિ સંબંધ આત્મા સાથે થયેલ હોય, તે દૂર કરાવી શકે છે. મિથ્યાત્વ જે કર્મો બંધાવે છે, તે આ રીતે ધ્યાનાગ્નિથી દૂર કે ક્ષય કરી શકાય છે, એટલે એને વિગ સંભવે છે.
- આ ઉપરાંત બીજા મિથ્યાત્વ કહેવાય છે. તે આપણે વિચારીએ. તેમાં અભિનિવેશને પણ મિથ્યાત્વ કહેવાય. બ્રાહ્મણને દિકરે બ્રાહ્મણ થાય અથવા ક્ષત્રિયને પુત્ર ક્ષત્રિય થાય તે અથવા ગતાનગતિક ક્રિયા અભિનિવેશ મિથ્યાત્વમાં ઘણી વખત હોય છે. એમાં પિતાની કુદરતી બુદ્ધિ કે વ્યાપારને ઉપયોગ થતું નથી, પણ બાપદાદા કે વડીલે કરતા હતા, તે ચાલુ રાખવાની બુદ્ધિ હોય છે. આ અભિનિવેશ મિથ્યાત્વ કહેવાય. પાંચમુ સશયિક મિથ્યાત્વ. એમાં વારંવાર શંકા, સંશય પડ્યા કરે; આ સત્ય હશે કે તે–આવા પ્રકારના મિથ્યાત્વને સશયિક મિથ્યાત્વ કહે છે. શંકાશીલ મનવાળાને સશયિક મિથ્યાત્વી કહેવામાં આવે છે,
" એ રીતે મિથ્યાત્વના પાંચ ભેદ થયા. આ સર્વને સમાવેશ કષાય અને વેગમાં થઈ શકે છે, કારણ કે નીચે મગની વ્યાખ્યા કરતાં પિતાની અલ ચલાવવાની વાત આવે છે. એટલે અભિનિવેશ મિથ્યાત્વને તેમાં સમાવેશ થઈ શકે અને અભિગ્રહમાં પણ મનોયોગ ચલાવવો પડે અને અનાગિક મિથ્યાત્વમાં અક્કલને અભાવ હોય છે. એટલે કેટલાક પ્રવચનકારો કષાય અને વેગને જ માત્ર બંધહેતુ ગણે છે, તે વાજબી વાત છે. આ રીતે મિથ્યાત્વના પાંચ પ્રકાર થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org