________________
પ્રશમરતિ વિવેચન સહિત વ્યકિતગત માયાના પરિણામે : અનર્થપરંપરાमायाशीलः पुरुषो यद्यपि न करोति कंचिदपराधम् । सपे इवाविश्वास्यो भवति तथाप्यात्मदोषहतः ॥२८॥
અથ–માયાવી માણસ કઈ પણ અપરાધ ન કરે તે પણ સપની પેકે, તે પિતાના દોષથી હણાય હોઈને, કેઈને ભરોસે મૂકવાલાયક થતું નથી. (૨૮).
વિવેચન–આ ગાથામાં માયા કેવી અનર્થ પરંપરા કરે છે, તે પર વિવરણ કરે છે.
માયાવી, ઢેગી, દંભી, ધુતારે માણસ કઈ વખત કોઈ પીડા, ઉપાધિ કે અપરાધ ન કરે, તે પણ તેના દોષથી તે સામા માણસ માટે સર્પની માફક ભરોસો મૂકવાલાયક કે વિશ્વાસને પાત્ર બની શકતું નથી. જેમ વ્યવહારમાં કહ્યું છે કે, સપને વિશ્વાસ ન કરે, તેમ માયાવી માણસ કદાચ અપરાધ ન કરે તે પણ તે કયારે દગો દેશે તેમ આપણે જાણતા ન હોવાથી તેના ઉપર વિશ્વાસ મૂકી શકતા નથી, અને નામી વાણુઓ રળી ખાય અને નામીચે ચાર માર્યો જાય, તેમ તેવા માયા-કૂડકપટ કરનારા માણસ ઉપર કઈ વિશ્વાસ મૂકતું નથી. - a gવ વિશ્વા:–એટલે સપની પેઠે તેના પર કોઈ વિશ્વાસ મૂકતું નથી. અને તેના ઉપર વિશ્વાસ મુકાય તે માટે તે લાયક પણ રહી શકતું નથી. એ માયાવી રહેવાને કારણે, કેને કયારે દગો દેશે તેની ખબર પડતી નથી પણ તેને પડખે ચઢનારને એ ગમે ત્યારે દગો દેશે, એવી એને માટે શંકા રહ્યા કરે છે. એટલે એ પિતાના આપ્તજન વગેરે સર્વને ભરે ગુમાવી બેસે છે. અને લેકેને વિશ્વાસ ગુમાવનાર તે પછી કેટલી નુકસાની સહન કરે અને તેની અનર્થપરંપરા થાય, તે ગણતરી તમે સમજી શકે તેમ છે. આ ભરે ગુમાવવાની અને પરિણામે અનર્થ પરંપરા સહન કરવાની વાત ખૂબ વિચારવા લાયક છે. એ અનર્થ પરંપરાને આણનાર છે, એમાં તે શક નથી, અને વિશ્વાસ ગુમાવેલ માણસ કાંઈ નફે કરતું નથી, હેરાન થાય છે અને હેરાન કરે છે. વિશ્વાસ ગુમાવનારને ત્યાં ઘરાક આવતા નથી અને તે માણસ હરીફાઈમાં ટકી શકતું નથી. તેને ઘેર કેઈનું મરણ થાય અથવા તેનું પિતાનું મરણ થાય, ત્યારે પણ તે લેકોની સહાનુભૂતિ ઈ બેસે છે. આ વખતે લેકે જાણતા હોય છે કે તેને કોઈ વાંક-ગુને નથી, પણ સાથે જાણે છે કે એ ક્યારે ફરી બેસશે તે કહેવાય નહિ, કારણ કે તેણે લેકને વિશ્વાસ બેઈ દીધેલ હોય છે.
જન્મોત– આ વાક્યને કેઈ સર્પ સાથે લગાડે છે. પિતાના દેષથી હણાયેલા– માયાવી માણસને મેં ઉપરને અર્થ કરતાં લગાડેલ છે, પણ સપ પોતાના દોષથી હણાએલે જ છે, એટલે એ વિશેષણ તેને પણ લગાડવામાં આવે છે તેમાં મારે કાંઈ વાંધો નથી.
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org