________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતાં તો અસપ્રજ્ઞાત-સમાધિ થાય છે. ભાવાર્થ-વ્યાસ ભાષ્યમાં ચિત્તની પાંચ દશાઓનું વર્ણન કર્યું છે - ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર તથા નિરુદ્ધ. તેમાં પહેલી બે દશાઓમાં યોગ સંભવ નથી. એટલે વ્યાસ ભાપ્યમાં ચિત્તની વિક્ષિપ્ત દશાથી યોગ સંબંધી વર્ણન કર્યું છે. તેનું કારણ એ છે કે ક્ષિપ્ત દશામાં રજોગુણની અને મૂઢ દશામાં તમોગુણની પ્રધાનતા (મુખ્ય) હોવાથી યોગ સંભવ નથી અને વિક્ષિપ્ત દશામાં સત્ત્વ ગુણની પ્રધાનતા હોવા છતાં પણ રજોગુણથી અનુવિદ્ધ (ભળેલું) હોવાથી ચિત્ત અન્યત્ર (બીજા) વિષય તરફ થઈ જાય છે અને ચિત્તની એકાગ્ર દશા ધ્યેય પદાર્થનો પૂર્ણ રૂપથી સાક્ષાત્કાર કરાવે છે, અવિદ્યા આદિ લેશોને ક્ષીણ કરી દેછે, કર્મ-બંધન=કર્ભાશયનકર્મસંસ્કારોનાં બંધનોને કર્મોને દઢ બનાવનારી વાસનાઓને ઢીલી કરી દે છે અને નિરોધ રૂપ ચિત્તની અંતિમ દશા પ્રાપ્ત કરાવવામાં વૈરાગ્યને ઉત્પન્ન કરી સહાયક થાય છે. આને સમ્પ્રજ્ઞાત યોગ કહે છે. આના વિતર્કનુગાદિ ચાર ભેદ હોય છે. અને નિરોધ દશામાં સાત્ત્વિક વૃત્તિનો પણ નિરોધ થવાથી અસમ્પ્રજ્ઞાત નામનો યોગ કહેવાય છે. ૧ છે હવે - તે દ્વિવિધયોગનાં લક્ષણ કહેવાની ઈચ્છાથી આ સૂત્ર પ્રવૃત્ત થાય છે.
યોત્તિવૃત્તિનિરોધ: ર II સૂત્રાર્થ – ચિત્તની વૃત્તિઓને બધી બૂરાઈઓ (દોપો)થી હટાવીને શુભ ગુણોમાં સ્થિર કરીને પરમેશ્વરની સમીપમાં, મોક્ષને પ્રાપ્ત કરવો તેને યોગ કહે છે અને વિયોગ તેને કહે છે કે પરમેશ્વર અને તેમની આજ્ઞાની વિરુદ્ધ બૂરાઈઓમાં ફસાઈને તેમનાથી દૂર જવું.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્યાનુવાદ - (યોગ :) સૂત્રમાં યોગની પરિભાષામાં “સર્વ પદનું ગ્રહણ ન કરવાથી સમ્રજ્ઞાત યોગ (એકાગ્ર-સમાધિ) પણ યોગ કહેવાય છે. () ચિત્ત, પ્રરાકસત્ત્વગુણ(પ્રકાશશીલ), પ્રવૃત્તિ=રજોગુણ (ક્રિયાશીલ) અને સ્થિતિ = તમોગુણ (જડતા) સ્વભાવવાળું હોવાથી (ચિત્ત) ત્રિગુણી છે. જયારે ચિત્ત સત્ત્વગુણ પ્રધાન હોવા છતાં પણ રજોગુણ અને તમોગુણથી મળેલું હોય છે, ત્યારે તે (ચિત્ત) એશ્વર્ય અને વિષયો તરફ વળેલું હોય છે. તે જ ચિત્ત જયારે તમોગુણથી યુક્ત હોય છે, ત્યારે અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય તરફ વળેલું રહે છે અને તે જ ચિત્ત જયારે મોહના આવરણ રહિત, બધી બાજુથી પ્રકાશમાન રજોગુણ પ્રધાન હોય છે. ત્યારે તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય તરફ વળેલું હોય છે. અને જયારે તે જ ચિત્ત રજોગુણના મળથી રહિત, પોતાના સ્વરૂપ માત્રમાં સ્થિત તથા સર્વ=ચિત્તતત્ત્વ અને પુરુપન ચેતન તત્ત્વની ભિન્નતાના વિવેક જ્ઞાનથી યુક્ત હોય છે, ત્યારે ધર્મધ્યાનક વિશુદ્ધ આત્મધર્મરૂપ અમૃતતત્ત્વનું સિંચન કરનારી ધર્મમેઘ સમાધિની અવસ્થાને પ્રાપ્ત થાય છે. ધ્યાની=યોગી લોક તે ઉત્કૃષ્ટ સ્વરૂપને પ્રસંથાન ઉત્કૃષ્ટજ્ઞાન નામથી કહે છે.
સમાધિ પાદ
૪૫
For Private and Personal Use Only