________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ રહે છે. એટલા માટે શાસ્ત્રોની એ માન્યતા છે કે ચિત્ત સૂક્ષ્મ-શરીરનું એક ઘટક છે અને જીવાત્મા સૂક્ષ્મ શરીરથી પરિવેષ્ટિત (ઘેરાયેલો) રહે છે. માટે જીવાત્મા તથા ચિત્ત બંનેનું નિવાસસ્થાન શરીરમાં હૃદય છે. આ હૃદયમાં સંયમ કરવાથી યોગીને ચિત્તનું જ્ઞાન થઈ જાય છે. અર્થાત્ ચિત્તમાં સમસ્ત કર્ભાશય તથા વાસનાઓ રહે છે. જેમના અનુરૂપ જીવાત્મા ફળ પ્રાપ્ત કરે છે. યોગીને આ ચિત્તસ્થ વાસનાઓનો, ભલે તે પ્રસુખરૂપ હોય, અર્થાત્ કાર્યરત ન હોય અથવા અવસર (નિમિત્ત) મળતાં જાગ્રત થનારી હોય બધાનું જ્ઞાન થઈ જાય છે.
આ ભૌતિક શરીરમાં આ હૃદય કયાં છે? વિદ્વાનોમાં એ વિવાદાસ્પદ છે? કેટલાક વિદ્વાનો મસ્તિષ્કમાં હદય - સ્થાન માને છે અને કેટલાક રક્ત શોધક યંત્રથી બંને સ્તનોની મધ્ય, પેટ (ઉદર)થી ઉપર જે ગર્તાકાર સ્થાન છે, તેને હૃદય-સ્થાન માને છે. જો કે તેનો નિર્ણય યોગીજન જ કરી શકે છે, કેમ કે તે સાક્ષાત દ્રષ્ટા હોય છે. એટલે આપણી સમક્ષ વર્તમાન સમયના યોગીરાજ મહર્ષિ દયાનંદનો લેખ પરમ-પ્રમાણ છે, એનાથી સુગમ સ્પષ્ટીકરણ બીજું નથી હોઈ શકતું. પરંતુ શાસ્ત્રોના સમ્યગાલોચનથી પણ નિષ્પક્ષ વિદ્વાનો નિર્ણય કરી શકે છે.
યોગદર્શનકારે મૂર્ધજ્યોતિ તથા હૃદયને જુદાં જુદાં માનીને (૩ ૩૨ અને ૩ ૩૪માં) સંયમજન્ય સિદ્ધિઓને માની છે અને વ્યાસમુનિએ મૂર્ધજ્યોતિને માથાના કપાળની મધ્યમાં રહેલું સ્પષ્ટ કર્યું છે. જો તે આત્માનું સ્થાન હોત, તો તેમાં સંયમ કરવાથી હૃદયસ્થ ચિત્તનું જ્ઞાન પણ થઈ જાત. પરંતુ એ વ્યાસમુનિને અભીષ્ટ નથી. હૃદય-સ્થાન કયાં છે ? તેની વ્યાખ્યામાં વ્યાસમુનિએ મૂર્ધજ્યોતિની જેમ માથામાં હૃદયને માન્યું નથી પરંતુ “હૃદય' ની વ્યાખ્યામાં બ્રહ્મપુર દર પંદરી વે$ શબ્દ લખ્યા છે. જો આ હૃદય માથામાં જ હોત તો વ્યાસમુનિ મૂજ્યોતિની જેમ તેનો પણ નિર્દેશ અવશ્ય કરતા, હૃદય અને મૂર્ધજ્યોતિ એક જ સ્થાન પર હોત તો સૂત્રકાર તથા ભાગ્યકાર જુદો જુદો નિર્દેશ શું કામ કરતે? અને જો માથામાં જ બે જુદાં જુદાં સ્થાન માનીને વ્યાખ્યા કરવામાં આવે, તો પણ સંગત નથી. કેમ કે જીવાત્મા ચિત્તથી કાર્ય કેવી રીતે કરી શકે? સાથે જ જીવાત્મા સૂક્ષ્મ શરીરથી પરિવેષ્ટિત રહે છે, એ માન્યતા પણ આ પક્ષમાં મિથ્યા થઈ જાય છે. માટે સૂત્રકાર અને ભાગ્યકારના જુદાં જુદાં સ્થાન નિર્દેશથી સ્પષ્ટ છે કે હૃદય - સ્થાન શિર (માથા)થી જુદા સ્થાન પર છે કે જે બીજા પક્ષની પુષ્ટિ કરે છે.
| ઋષિનો અભિપ્રાય સાક્ષાત દર્શનથી હોય છે. આ સાક્ષાત-દષ્ટા ઋપિઓની વાતોમાં વિરોધ માનવો એટલે તેમને ઋષિ પદથી ખસેડવાથી જ છે. આ ઋષિ પદ પ્રમાણે પતંજલિ, વ્યાસ અને દયાનંદ, ત્રણેયની હૃદયની વ્યાખ્યા અભિન્ન (એકજ) જણાય છે. સાથે જ પાદ - ટિપ્પણીમાં આપેલાં વેદાન્ત - સૂત્રો (૧/૩/૨૫-૨૬)થી પણ આ પક્ષની જ પુષ્ટિ થઈ રહી છે. કેમ કે વેદાન્ત - દર્શનમાં ઈશ્વરની ઉપાસના હૃદયસ્થાનમાં માનીને તેનાથી ઉપર પણ માની છે. જો હૃદયનું સ્થાન ઉદર (પેટ)થી ઉપર ન
યોગદર્શન
For Private and Personal Use Only