________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં પણ તે જ્ઞાનથી એકરૂપ (પૃથ્વી, જળ વગેરે રૂપ)માં થઈ જાય છે. માટે તેઓ (ક્ષણિકવાદીઓ) બાહ્ય વસ્તુઓને એક વિષય ન માનીને પણ જ્ઞાનને એકરૂપ માને છે. અને સત વસ્તુઓનો જ સ્વીકાર નથી કરતા. વ્યાસ મુનિએ તેમનું સ્પષ્ટ શબ્દોમાં ખંડન કર્યું છે. સ્વપ્ન દશાની સમાન સત વસ્તુઓનો નિષેધ નથી કરી શકતો કેમ કે સ્વપ્ન જ્ઞાનનો પણ આધાર જાગ્રત દશાના સવિષયક જ્ઞાન જ હોય છે. જેમ કે જન્મથી આંધળાને રૂપનું સ્વપ્ન કદીપણ નથી આવતું અને પ્રત્યક્ષમાં દેખાતા પદાર્થોનો નિષેધ અપ્રમાણિક વિકલ્પજ્ઞાનથી કદાપિ નથી કરી શકાતો.
ક્ષણિકવાદીઓનું એક અવયવીને ન માનીને કારણરૂપ અવયવોના સંઘાત માત્ર જ વસ્તુઓને માનવું પણ મિથ્યા છે. જે વસ્તુની સત્તાને ન માનતા હોય અને પછી સંઘાતનો સ્વીકાર કરે, પહેલાં તો આ પરસ્પર વિરોધી વાતો હોવાથી મિથ્યા છે. અવયવોનો જે સંઘાત છે, શું તે અવયવોથી વધારાનો છે? જો જુદા છે તો તેને અવયવી કહો અથવા સંઘાત એમાં કોઈ અંતર નથી અને જો અવયવોથી ભિન્ન ન હોતાં અવયવરૂપ જ માને છે, તો વિભિન્ન અવયવોમાં એકત્વનું જ્ઞાન જ ભ્રાન્ત કહેવાશે. કેમ કે અનેકમાં એકત્વનું જ્ઞાન હોવું, એ આમેય ભ્રાન્તિ છે, જેમ અંધકારવશ દોરડામાં સાપનો ભ્રમ છે જેનું પરિણામ હોય છે, તે તેનાથી કારણરૂપથી અભિન્ન (એક જ) હોવા છતાં પણ ભિન્ન હોય છે, જેમ માટીનું પરિણામ ઘડો વગેરે હોય છે. માટે કારણરૂપ અવયવોનું પરિણામ અવયવરૂપ નથી હોઈ શકતું, ફળ સ્વરૂપને પરિણામને “અવયવી માનવું જ યોગ્ય છે. ૧૪ . નોંધ- (૧) અહીં કર્મેન્દ્રિય ઉપલક્ષણમાત્ર જ છે. એમાં બીજી ઈન્દ્રિયો પણ કારણરૂપથી એક-એક પરિણામ છે. (૨) અહીં પણ રૂપ આદિ અન્ય વિષયોનું ગ્રહણ ઉપલક્ષણ માનીને કરવું જોઈએ. (૩) વિજ્ઞાનવાદી ક્ષણિકવાદી છે. તે બાહ્ય કોઈપણ વસ્તુની સત્તા પર વિશ્વાસ નથી કરતા. ચિત્ત જ જ્ઞાનરૂપ છે, જ્ઞાન નો આશ્રય નહીં. અને તેમના મનમાં પ્રતિક્ષણ ઉત્પન્ન થનારું જ વિજ્ઞાન છે. (૪) પરિણામનું સ્વરૂપ એ છે – ‘અવસ્થિતથ દ્રવ્ય પૂર્વ નિવૃત્તી ઇત્તરોત્પત્તિ પરિણામ?' (યો. ભા. ૩/૧૩). હવે આ વાત (સત્ પદાર્થોને ચિત્તની કલ્પના માનવી) માથ્ય = અયથાર્થ કેમ છે?
वस्तुसाम्ये चित्तभेदात्तयोविभक्त : पन्थाः ॥१५॥ સૂત્રાર્થ - (વસુલા) બાહ્ય વસ્તુનું એક હોવા છતાં પણ વિત્તન) ચિત્તોના ભેદ હોવાથી ત:) તે વસ્તુ અને ચિત્તના (પન્થા: વિમત્ત:) માર્ગ જુદા જુદા છે. ભાય અનુવાદ – અનેક ચિત્તોનું આશ્રયપૂત = આલંબન (વિષય) બનેલી જ એક વસ્તુ સાધાર = સમાનરૂપથી ધારણ કરેલી હોય છે. તે વસ્તુ ન તો એક ચિત્તથી
કૈવલ્યપાદ
૩૩૫
For Private and Personal Use Only