________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાપ્તિ ) પરિણામક્રમ સમાપ્ત થઈ જાય છે. અને પુરુષના ભોગ તથા અપવર્ગ રૂપ અર્થ = પ્રયોજનને સિદ્ધ કરી લેનારા તથા પરિણામ ક્રમથી રહિત સત્ત્વ આદિ ગુણ ક્ષણ માટે પણ સ્થિર રહેવામાં સમર્થ નથી થતાં. ભાવાર્થ - ધર્મમેઘ સમાધિના ઉદયથી યોગીના ક્લેશો તથા કર્ભાશયોનો સમૂળો નાશ થઈ જાય છે. પરંતુ પરિણામશીલ ગુણ (સત્ત્વ આદિ) પોતાનું કાર્ય તો કરતા જ રહેશે. તેનાથી સુક્ષ્મ દેહ વગેરે મોક્ષાર્થીના પણ બનેલા રહેશે અને પ્રકૃતિનું બંધન સમાપ્ત ન થવાથી તેનો મોક્ષ કેવી રીતે થઈ શકે છે.? તેનો ઉત્તર આ સૂત્રમાં આપવામાં આવ્યો છે. ધર્મમેઘ સમાધિથી લેશો તથા કર્મોની નિવૃત્તિ થવાથી અત્યધિક જ્ઞાન થઈ જાય છે, અને જોય ઓછું થઈ જાય છે. એનાથી પ્રકૃતિ પ્રત્યે તેના દોષોનો બોધ થવાથી પરવૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. એનાથી મોક્ષાર્થી પ્રકૃતિના સર્વવિધ આકર્ષણથી જુદો થઈ જાય છે. પુરુપની આ પૃથકતા જ ગુણોના પરિણામક્રમની સમાપ્તિ કહેવાય છે. કેમ કે સત્વ આદિ ગુણ અચેતન છે, તેમનામાં એવી સંવેદનશીલતા કયાં છે કે આ પુરુષને પરવૈરાગ્ય થઈ ગયો છે. માટે સ્વતઃ તેમની નિવૃત્તિ થઈ જાય ? અથવા સમસ્ત પ્રકૃતિમાં જે પણ ગતિ જોવામાં આવે છે, તે ઉદ્દેશ્યવાળી તથા ઈશ્વર તરફથી છે. પુરુષના ઉદેશ્યને પૂરો કર્યા પછી પ્રકૃતિજન્ય ગુણોનું પરિણામ ન હોવું એ ઈશ્વરીય વ્યવસ્થાથી જ થાય છે. એટલા માટે પ્રકૃતિના સમસ્ત પરિણામ મહત્તત્ત્વ, અહંકાર, સૂક્ષ્મભૂત, ઈદ્રિયો, ચિત્ત તથા સ્થૂળભૂતોનું જે કાર્યરત થયું છે, તે પુરુષના ભોગ-અપવર્ગરૂપ પ્રયોજન જ સિદ્ધ કરવાને માટે છે. પુરુષ જન્મ-જન્માંતરોમાં લાંબાકાળ સુધી પ્રકૃતિનાં સુખ-દુઃખને ભોગવતો ભોગવતો જયારે તેમનાથી સર્વથા વિરક્ત થઈ જાય છે, અને તેનાં બધાં જ કાયનું પરિણામ દુ:ખમય જ છે” એમ સમજી લે છે, ત્યારે તે સર્વથા ભોગોની પ્રત્યે તૃષ્ણા રહિત થઈને આત્મ તત્ત્વ તરફ વળી જાય છે, અને યોગસાધનાના નિરંતર અભ્યાસથી પરમાત્મ સાક્ષાત્કાર દ્વારા પરમાનંદને પ્રાપ્ત કરી લે છે. આવા પુરુષ પ્રત્યે ગુણ કૃત-કૃત્ય થવાથી ફરીથી પ્રવૃત્ત થતા નથી. કેમ કે મુક્તપુરુષનું ચરમ લક્ષ્ય સિદ્ધ થવાથી ગુણોનું તેના પ્રત્યે કોઈ કાર્ય બાકી રહેતું નથી. બીજા જીવોને માટે તો ગુણોની પ્રવૃત્તિ બનેલી જ રહે છે. જે ૩૨ છે હવે - ક્રમનું શું સ્વરૂપ છે?
क्षणप्रतियोगी परिणामापरान्तनियाह्यः क्रमः ॥३३॥ સૂત્રાર્થ - (ક્ષણ-પ્રતિયો) જે ક્ષણની પાછળ રહેનારો છે (થનારો) છે (રિણામપત્તનિહ) અને પરિણામના પાછળના ભાગથી જેના સ્વરૂપનો નિશ્ચય થાય છે. તે (મ:) ક્રમ છે. ભાષ્ય અનુવાદ – ક્ષિ-યોજ) ક્ષણ પછી થનારા પરિણામની પાછળના ભાગ અથવા સમાપ્તિથી જે ગ્રહણ કરી શકાય (કરવામાં આવે) તે ક્રમ છે. ક્રમને આશ્રિત
કૈવલ્યપાદ
૩પ૯
For Private and Personal Use Only