________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसव :
कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति ||३४||
સૂત્રાર્થ – "(પુરુષrર્થ) અર્થાત્ કારણના સત્ત્વ, રજસ, તમસ ગુણો તથા તેમનાં બધાં જ કાર્યો પુરુષાર્થથી નષ્ટ થઈને આત્મામાં વિજ્ઞાન અને શુદ્ધિયથાવત્ થઈને સ્વરૂપપ્રતિષ્ઠાજેવું જીવનું તત્ત્વ છે, તેવું જ સ્વાભાવિક શક્તિ અને ગુણોથી યુક્ત થઈને શુદ્ધ સ્વરૂપ પરમેશ્વરના સ્વરૂપ, વિજ્ઞાન, પ્રકાશ અને નિત્ય આનંદમાં જે રહેવાનું છે, તેને જ જૈવત્વ = મોક્ષ કહે છે” (ઋ.ભૂ. મુક્તિવિષય) ભાષ્ય અનુવાદ – પુરુષના ભોગ અને અપવર્ગરૂપ પ્રયોજનને સંપાદિત કરી દેનારા અને એટલા માટે પુરુષાર્થ-શુન્ય પુરુષના પ્રયોજનથી વિમુખ થયેલા કાર્ય-કારણરૂપ (અહંકાર-ચિત્ત વગેરે પ્રકૃતિ-વિકૃતિરૂપ) સત્ત્વાદિ ગુણોનો જે પ્રતિપ્રસવ - પોતાના કારણમાં લય થવો, તે પુરુષનું જૈવર્ત્ય = મોક્ષ છે. અને પુરુષ તત્ત્વનું પોતાના સ્વરૂપમાં રહેવું, ફરીથી બુદ્ધિ સત્ત્વથી જોડાયેલું ન હોવાથી જે કેવળ ચિતિશક્તિ “ ચેતન સ્વરૂપ જ રહી જવું છે અને તેનું સવા = નિરંતર તેવું બની રહેવું છે, તે ‘કૈવલ્ય’ છે. ભાવાર્થ-સત્ત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણોની પ્રવૃત્તિ પુરુષના ભોગ તથા અપવર્ગને માટે હોય છે. એટલા માટે ભોગ તથા અપવર્ગ જ પુરુષાર્થ કહેવાય છે. આજ પુરુષાર્થની સિદ્ધિને માટે સત્ત્વ આદિ ગુણોનું કાર્ય-કારણરૂપમાં (મહત્તત્ત્વ, અહંકાર વગેરે રૂપમાં) પરિણામ થાય છે. જે પુરુષનું ભોગ-અપવર્ગરૂપ પ્રયોજન સિદ્ધ થઈ જાય છે, તેના પ્રત્યે ગુણોનું કોઈ કાર્ય બાકી નથી રહેતું. ગુણોએ જે કાર્ય કરવાનું હતું તે તેઓ કરી ચુકયા માટે પુરુષાર્થ-શૂન્ય અને પુરુષાર્થના સંપાદનથી કૃતકૃત્ય થયેલા ગુણો પોતાના કારણમાં વિલીન થઈ જાય છે, અર્થાત્ વ્યુત્થાન વગેરે સમયના સંસ્કાર દગ્ધબીજ જેવા થઈ જઈને ચિત્તમાં લીન થઈ જાય છે, ચિત્ત અહંકારમાં, અહંકા૨ મહત્ તત્ત્વમાં અને મહત્તત્ત્વ મૂળ પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. આ પ્રકારે ગુણોનું કારણમાં લીન થવાથી પુરુષ તત્ત્વથી જે અલગ થવાનું છે, એ જ મોક્ષ છે. અથવા આ જ વાતને આ પ્રકારે પણ કહી શકાય છે -ચિત્તના પરિણામક્રમને બનાવનારા ગુણોનો પોતાના કારણમાં લય થવાથી પુરુષનો તેમની સાથે કોઈ સંબંધ નથી રહેતો, અને પુરુષને પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાનું નામ મોક્ષ છે. આજ વાતને સૂત્રકારે પહેલાં પણ કહી છે. -
તવા છ્: સ્વરૂપેવસ્થાનમ્ ।। (યો. ૧/૩)
અર્થાત્ તે વખતે દ્રષ્ટા પરમાત્માના સ્વરૂપમાં અથવા પોતાના સ્વરૂપમાં મુક્ત જીવાત્માની સ્થિતિ થાય છે. અર્થાત્ પુરુષ પોતાની સ્વાભાવિક શક્તિઓથી આનંદ સ્વરૂપ પરમાત્મા સાથે જોડાઈને અલૌકિક આનંદનો અનુભવ કરવા લાગે છે. સૂત્રમાં ‘કૃતિ’ શબ્દ આ શાસ્ત્રની સમાપ્તિનું દ્યોતક છે.
અહીં વ્યાસ ભાષ્યમાં પઠિત ‘સદા’ શબ્દથી કેટલીક ભ્રાન્તિ જરૂર થાય છે. કે શું
કૈવલ્યપાદ
૩૬૩
For Private and Personal Use Only