________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અવયંભાવી અપરિહાર્ય) ચક્રને જોઈને મૃત્યુ વગેરે દુઃખોથી છૂટવાને માટે સત્યની ગવેષણા (શોધ) કરે છે...સંસાર શું છે? તેનો સ્વામી કોણ છે? વગેરે પ્રશ્નોના સમાધાનને માટે દિવસ રાત એક બનાવી દે છે. જેનું પરિણામ એ હોય છે કે તે પ્રકૃતિ, જીવ અને ઈશ્વરનું યથાર્થશાન કરી લે છે. સંસારમાં (આ ત્રણેયના) વાસ્તવિક સ્વરૂપનું પરિજ્ઞાન થવાથી જે સમાધિની સિદ્ધિ થાય છે, તેનું નામ “ભવપ્રત્યય' છે, અર્થાત્
વાત પ્રત્યો પવિત્યયઃ = ભવ (સંસાર)નું જ્ઞાન તેની પ્રાપ્તિમાં મુખ્ય કારણ છે. માટે તેનું નામ “ભવપ્રત્યય' છે.
વિદેહ શબ્દનો અર્થ છે - દેહમાં રહેતા હોવા છતાં પણ એવી સ્થિતિમાં રહેવું કે જાણે તેનો દેહ છે જ નથી. જયારે મનુષ્ય શરીરથી આત્માને જુદો જાણી લે છે, અને શરીરને નાશવાનું સમજી લે છે, ત્યારે દેહના રહેતા હોવા છતાં પણ એવી સ્થિતિમાં રહે છે કે જાણે તેનો દેહ છે જ નહી. આ પણ વિદેહ અવસ્થાનું કારણ છે....તે શરીરને ઈશ્વરનું સમજવા લાગે છે, અને દેહમાં રહેતો હોવા છતાં પણ વિદેહ' કહેવાય છે.” " “પ્રકૃતિલયનો અર્થ - પ્રકૃતિની સૂક્ષ્મતમ અવસ્થાઓને પણ જાણનારા યોગી. ઈશ્વર, જીવ અને પ્રકૃતિના યથાર્થ સ્વરૂપને જાણવાને માટે મહાન પરિશ્રમ (મોટી સાધના) લાંબાકાળસુધી કરવો પડે છે. જ્યાં સુધી મનુષ્ય પ્રકૃતિના સત્ય સ્વરૂપને સારી રીતે નથી જાણતો, ત્યાં સુધી પ્રકૃતિને ત્યાજ્ય ન સમજવાને કારણે ઈશ્વરની સાચી ઉપાસના નથી કરી શકતો. જે યોગી પ્રકૃતિની વાસ્તવિકતાને જાણવાને માટે તન, મન, ધન લગાવી દે છે, તેના સૂક્ષ્મ-સ્થળવિકાને સમજવામાં તલ્લીન રહે છે, તે “પ્રકૃતિલય' કહેવાય છે. જેમ કે કપિલાચાર્યજીએ “સત્વરચંતન' (સાંખ્ય. ૧/૬૧)માં અને
પૂત : (સાંખ્ય. ૧/૬૨) થી લઈને, તત પ્રવાસે (સાંખ્ય. ૧/૬૫) પર્યત સૂત્રોમાં વર્ણિત કર્યું છે કે સૂક્ષ્મથી સ્થૂળની તરફ અને સ્થૂળથી સૂક્ષ્મતાની તરફ ચાલો. આનાથી વિવેક પ્રાપ્ત થશે.” (યોગમિમાંસા પાન ૧૫૪-૧૬ર. આ પુસ્તકમાં યોગનું યથાર્થ સ્વરૂપ તથા યોગ વિષયની ભ્રાન્તિઓ પર સપ્રમાણ વિચાર કરવામાં આવ્યો છે) શું યોગી નવાં શરીરો તથા ચિત્તોનું નિર્માણ કરી શકે છે? (પ્રશ્ન) યોગદર્શનમાં (૪૪)
જિળ શબ્દોથી શું એ સ્પષ્ટ નથી થતું કે યોગી શરીરો તથા નવોચિત્તોની રચના કરી શકે છે? આનું સમાધાન કરતા પ્રસિદ્ધયોગ સાધક શ્રીયુત સત્યપતિજી પરિવ્રાજક “યોગમીમાંસા' પુસ્તકમાં લખે છે કે -
“(યોગદર્શનમાં) નવાં શરીર અને નવાં ચિત્ત બનાવવાનો એ અભિપ્રાય નથી કે ભૂમિ આદિનાં પરમાણુઓને લઈને પરમાત્માની જેમ નવું શરીર તથા નવું ચિત્ત બનાવવું. તેનું તાત્પર્ય એ છે કે યોગનાં અંગોના અનુષ્ઠાનથી શરીર, ચિત્ત વગેરેમાં પરિવર્તન કરી દેવું...જેમકે યોગના (તત્રણનગમનારાય-યો. ૪/૬) સૂત્ર પર આપેલું વ્યાસ ભાષ્ય આ પ્રકારે છે - "વિક
નિવત્ત વનૌષધમતિપ: અવિના: પરિશિષ્ટ
- ૩૭૯
For Private and Personal Use Only