Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 397
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરોક્ત દર્શનોને ભણાવવાની યોગ્યતા પ્રાપ્ત કરનારાઓને દર્શનાચાર્ય', “દર્શન વિશારદ' તથા “દર્શને પ્રાજ્ઞ'ની ઉપાધિઓ પ્રદાન કરવામાં આવી. તે જ રીતે ક્રિયાત્મક યોગનું પ્રશિક્ષણ આપવામાં સમર્થ બ્રહ્મચારીઓને “યોગ વિશારદ' તથા “યોગ પ્રાણ'ની ઉપાધિ પ્રદાન કરવામાં આવી. બ્રહ્મચારીઓને વૈદિક ગંભીર દાર્શનિક સિદ્ધાંતોનું ઊહાપોહ સહિત જ્ઞાન કરાવવામાં આવ્યું, જેના ફળસ્વરૂપે અનેક બ્રહ્મચારીઓએ સૂક્ષ્મ વિષયો સંબંધી શંકાઓનું સમાધાન કરવામાં, ગંભીર સૂક્ષ્મ, આધ્યાત્મિક દાર્શનિક વિષયો પર વ્યાખ્યાન આપવામાં તથા નિબંધ લખવામાં નિપુણતા મેળવી. યમ-નિયમોનો વ્યવહારમાં પ્રયોગ કેવી રીતે કરવો તથા નિષ્કામ કર્મ શી રીતે સંપાદિત કરવાં તે વિષયમાં પણ વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું. બ્રહ્મચારીઓએ પૂરતી માત્રામાં આ વિષયોને સમજી તેમને યથાશક્તિ જીવનમાં ઉતાર્યા. વર્તમાનમાં આ વિદ્યાલયના સ્નાતકો ભારતભરમાં વિવિધ પ્રાંતોમાં સંસ્કૃત ભાષા, વ્યાકરણ, દર્શન-અધ્યાપન, યોગ-પ્રશિક્ષણ તથા સાહિત્ય નિર્માણ દ્વારા વૈદિક ધર્મના પ્રચારમાં સંલગ્ન છે. વૈદિક ધર્મના પ્રચારના ભાગ રૂપે વિદ્યાલય દ્વારા અધ્યાપનના મુખ્ય કાર્યની સાથે સાથે ગૌણ રૂપે વર્ષમાં બે વાર “યોગ-પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવે છે. જેમાં અત્યાર સુધી દેશભરના હજારો લોકોને સૂક્ષ્મ દાર્શનિક સિદ્ધાંતો તથા ક્રિયાત્મક યોગનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. ઉપરાંત વિગત ૧૩ વર્ષોમાં લાખો રૂપિયાની કિંમતનું ઉપરોક્ત વિષયોને આવરી લેતું સાહિત્ય પુસ્તક, પુસ્તિકા, પત્રક, કેલેન્ડર વગેરે સ્વરૂપે પ્રકાશિત કરી દેશ વિદેશમાં નિઃશુલ્ક વિતરિત કરી બહોળા જનસમુદાયની જ્ઞાનપિપાસને તૃપ્ત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવેલ છે. પ્રાચીન સમયનાં આશ્રમ જેવું સ્વચ્છ, શાંત વાતાવરણ ધરાવતા આ આદર્શ વિદ્યાલયની મુલાકાત લેવા તથા યોગ, ઈશ્વર, ધર્મ, વૈદિક સાહિત્ય-સંસ્કૃતિ સંબંધિત કોઈપણ પ્રકારની શંકાઓના સમાધાન માટે રૂબરૂ અથવા પત્રવ્યવહાર દ્વારા સંપર્ક કરવા સૌને હાર્દિક નિમંત્રણ છે. સંક્ષિપ્ત પરિચય ૩૯૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401