________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિજીવી વર્ગ સમક્ષ પ્રભાવપૂર્ણ શૈલીથી પ્રતિપાદન કરી તેઓની નાસ્તિકતાને
મીટાવી તેઓને વૈદિક ધર્માનુયાયી બનાવી શકે. ૩. નિષ્કામ ભાવનાથી યુક્ત, મન-વચન-કર્મથી એક રહી તન, મન, ધનથી
સંપૂર્ણ જીવનની આહુતી આપવાવાળી વ્યક્તિઓનું નિર્માણ કરવું, કે જે પોતાના અને સંસારના અવિદ્યા, અધર્મ તથા દુઃખોનો નાશ કરી તેમના સ્થાન પર વિદ્યા, ધર્મ તથા આનંદની સ્થાપના કરી શકે.
( પ્રવેશ માટેની યોગ્યતા )
કેવળ બ્રહ્મચારિઓને પ્રવેશ અપાય છે. (આજીવન બ્રહ્મચારીને પ્રાથમિકતા) સમર્પિત ભાવનાથી યુક્ત થઈ પૂર્ણ અનુશાસનમાં રહેવું. વેદિક સિદ્ધાંતોમાં નિષ્ઠા હોવી. યોગાભ્યાસ તથા દર્શનોનાં અધ્યયનમાં રુચિ હોવી. સંસ્કૃત ભાષા વાંચવા, લખવા, બોલવામાં સમર્થ હોવું. (વ્યાકરણાચાર્ય, શાસ્ત્રી અથવા સમકક્ષ યોગ્યતાવાળાને પ્રાથમિકતા). યમ-નિયમોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું. નિષ્કામ ભાવથી સમાજ-રાષ્ટ્રની સેવાનો સંકલ્પ હોવો. ત્યાગી, તપસ્વી, સદાચારી હોવું. અધ્યયનકાળમાં ઘર કે સ્વજનો સાથે સાંસારિક સંબંધ ન હોવો.
અવસ્થા ૧૮ વર્ષથી અધિક હોવી. વિશેષ :- પ્રવેશ લેનાર બ્રહ્મચારીઓનું ત્રણ માસ સુધી બૌદ્ધિક આધ્યાત્મિક તથા વ્યાવહારિક પરીક્ષણ કરવામાં આવે છે. તેમને યોગ્ય સિદ્ધ થયા બાદ જ સ્થાયી પ્રવેશ આપવામાં આવે છે.
( વિધાલયની વિશેષતાઓ)
૧. પ્રત્યેક બ્રહ્મચારીને પક્ષપાતરહિત (સમાનરૂપે) ભોજન, વરસ, દૂધ, ઘી,
ફળ, પુસ્તકો, આસન આદિ બધી જ વસ્તુઓ નિઃશુલ્ક પ્રાપ્ત છે. પ્રતિદિન ઓછામાં ઓછા બે કલાક ધ્યાન” (વ્યક્તિગત યોગાભ્યાસ) કરવું અનિવાર્ય છે.
૨.
સંક્ષિપ્ત પરિચય
૩૮૯
For Private and Personal Use Only